________________
૩૮૬,
શ્રી જૈન . કે. હે. (મુનિ), હેમ, સુસાધુ, હંસ, સમયસુંદર (2) સુરચંદ વગેરે. આ સર્વને બુદ્ધિ વિશાલ જણાવી તેમની પાસે પોતે મૂર્ખ બાલક છે એવું કહી વિનય સાચવે છે એટલું જ નહિ, પરંતુ સરસ્વતી દેવીને સ્તુતિ કે જે પોતાના દરેક ગ્રંથમાં કરે છે તે કરતાં તેમની સહાયતા માંગવા પિતાની અતિશય દીનતા, લઘુતા, અને અજ્ઞાનતા દર્શાવે છે –
સમરું સરસતિ ભગવતી, સમર્યા કરજે સાર, હું મૂરિખ મતિ કેલવું, તે તાહરે આધાર પિંગલ ભેદ ન ઓળખું વ્યક્તિ નહી વ્યાકર્ણ, મૂરખમંડણ માનવી, હું એવું તુજ ચર્ણ.
–કુમારપાલ રાસ. કવિની કૃતિઓ–
કવિઓની કૃતિઓ ઘણી હોવી જોઈએ એવું તેની ઉપલબ્ધ કૃતિઓ તથા જૂદા જૂદા ભંડારીની ટીપ પરથી માલૂમ પડતું હતું, પરંતુ તેનું સંપૂર્ણ લિસ્ટ નહિ મળતું હતુ. તેની સંખ્યા કેટલી છે તે હીરવિજયસૂરિ રાસપરથી સુભાગ્યે મળી આવે છે –
તવન અડાવન ચોત્રીસ રાસે, પુણ્ય પર્યો દીઈ બહુ સુખવાસે, | ગીત થઈ નમસ્કાર બહુ કીધાં, પુણ્ય માટિ લખી સાધુનિ દીધા.
આ પરથી જણાય છે કે તેણે ૫૮ સ્તવન, ૩૪ રાસાઓ રચ્યાં હતાં અને તે ઉપરાંત ગીત, સ્તુતિ, નમસ્કાર વગેરે અનેક બનાવ્યાં હતાં. આ સર્વ પુણ્યાર્થે લખી સાધુએને આપી દીધાં હતાં.
આ પર વિશેષ શોધ કરતાં રા. મણિલાલ બકોરભાઈ વ્યાસ પાસેથી હીરવિજય સૂરિના બારબોલના રાસની તેમણે ઉતારેલી પ્રત મળી કે જેની અંતે તેની કૃતિની ગાથાવાર ટીપ નીચે પ્રમાણે આપેલ છે – આમાં સાલસંવત મૂલ જોઈને તથા બીજા આધારથી મેં પૂર્યા છે.)
૨ “સંઘવી રીષભકૃત રાસની ટીપ લખી છે –
૧ સમયસુંદર–ખરતર જિનચંદ્ર સૂરિના શિષ્યશ્રી સકલચંદ મુનિના શિષ્ય. તેઓ ક્ષભદાસના સમકાલીન હતા. તેની જૂનામાં જૂની કૃતિ સં. ૧૬૫૦ની નામે શાંબ પ્રદ્યુમ્ન રાસ મળી આવે છે, બીજી કૃતિઓ નામે પ્રિયમેલકરાસ સં. ૧૬૭૨, નલદમયંતી રાસ સં. ૧૬૭૩, વલ્કલચીરી ચોપઇ (રાસ) સ. ૧૬૮૧, દાનશીલ તપભાવના રાસ સં. ૧૬૮૨, શેત્રુંજય રાસ સં. ૧૬૮૨, વગેરે માલૂમ પડે છે. તેમને મુખ્યત્વે વિહાર મરૂદેશમાં થયો છે.
૨ શ્રેણિક રાસની એક પ્રતમાં પણ ટીપ આપી છે તેમાં જે રાસનાં નામનો ઉલ્લેખ નથી અને આ ટીપમાં છે તેનાં નામ; મલિલનાથ રાસ, હીરવિજયસૂરિને રાસ, પુણ્યપ્રશંસા રાસ ગીત, હરિયાલી. અને એણિકરાસની ટીપમાં છે અને આ ટીપમાં નથી તે રહિણીઓને રાસ ગાથા ૨૫૦૦, તીર્થંકર ૨૪ના કવિત છે.