________________
૩૮૨
શ્રી જૈન ક. કે. હેરલ્ડ.
કવિ સંબંધે કેટલીક સાંસારિક વિગતે ઋષભદાસનાં ગૃહ સુખ કેવાં હતાં તે તેમના નીચેના કથન પરથી જણાય છે:
ઢાલ મનમોહનાં રાગ ગાડી. કુમારપાલના નામથી. મનમોહનાં મુજ ઘરિ મંગલ ચાર’ લાલ, મનમોહના મનહ મનેરથે મુઝ ફ, , નામિ જય જયકાર લા. મ. ૧૮ સુંદર ધરણી શોભતી, મ, બહિન બાંધવ ડિ લા. મ. બાલ રમિ બહુ બારણિ ભ૦, કુટુંબ તણું કઈ કેડિ, લા. મ. ૭૦ ગાય મહિષી દુઝતાં મ. સુરતરૂ ફલીઓ બારિ, લા. મ. .
સકલ પદારથ નામથી ભ૦ થિર થઈ લખી નારિ લા. મ. ૭૧ તેમને સુલક્ષણ પત્ની, બેન બંધવ અને એકથી વધારે બાળકો હતાં; ઘેર ગાય ભેંસ દૂઝતી હતી અને લક્ષ્મી પણ પ્રસન્ન હતા,
બાલકોમાં પુત્ર વિનીત હતા, અને કુટુંબમાં સંપ સારા હતા. લોકોમાં અને કે રાજ્યમાં કવિની સારી પ્રતિષ્ઠા હતી. તે ઘેર ગાડાં રાખતા નહિ–આ વાત નીચેના કથન પરથી જણાય છે –
કહ્યા હિત શિક્ષાને રાસ, પહેલી મનડા તણું આશ, મંદિર કમલાને વાસ, ઉત્સવ હેયે બારે માસ. સુણતાં સુખ બહુ થાય, માને મહટાએ રાય, સંપ બહુ મંદિરમાંય, લહે હયગય વૃષભ ને ગાય પુત્ર વિનીત ઘરે બહુઆ, શીલવતી ભલી વહુઅ, શકટ ઘણાં ઘરે ન હુઅ, કરતિ કરે જગ સહુઅ. એ હિત શિક્ષાને રાસ, સુણતાં સબલ ઉલ્લાસ કર્યો ખંભાયતમાં રાસ, જિહાં બહુ માનવ વાસ,
–હિત શિક્ષા રાસ. સં ૧૬૮૨ પૃ. ૨૧૫ આમાં સ્પષ્ટ જણાવે છે, કે બેહિન બંધવ ડિ, તેને હતી, આને અર્થ બહિન અને બે બંધવ અને બંનેની જોડી, અગર એક બહેન અને એક બંધવ મળીને એક જોડી-એમ બે પ્રકારે થઈ શકે, છતાં તેમને ઓછામાં ઓછું એક બહેન અને એક બંધ હતા એટલે તે નિશ્ચિતપણે લઈ શકાય. ભાઈ બહેનનાં નામ આપ્યાં નથી; તે પણ અનુમાનને આધારે ભાઈનું નામ નીચેના વક્તવ્ય પરથી “વિક્રમ” હતું એમ કહી શકાય.
સંસ્કૃતમાં નેમિદૂત અથવા નેમિચરિત્ર' એ નામનું ૧૨૫ લોક વાળું કાવ્ય છે કે જેમાં કવિકુલભૂષણે શ્રી કાલિદાસના “મેધદૂત’ નામના પ્રતિભાશાલી કાવ્યના દરેક ક્ષેકનું ચોથું ચરણ લઈ ઘટાવ્યું છે. આ વાત આ કાવ્યના ૧૨૬ શ્લોકમાં કહી પિતાની ઓળખાણ ટુંકમાં એજ આપે છે કે સાંગણ સુત વિક્રમ. તે લોક આ પ્રમાણે છે.