________________
૩૭૨
શ્રી જૈન શ્વે. કો. હેરલ્ડ.
પ્રસાદ નિપજાવી શ્રી ચંદ્રપ્રભસ્વામિનો બિંબ સ્થાપ્યો. શ્રી સેમપ્રભસૂરિ શ્રી જગચંદ્રસૂરિએ પ્રતિષ્ઠા કરી. ત્યાં મંત્રીએ સ્વજ્ઞાતિને ઘણી સંતોષી. સાધમિકને સંતોષ્યા. અણહિલ્લ પાટણમાં સંધયુક્ત શ્રી સૂરિ અને મંત્રી આવ્યા. શ્રી દેવભદ્ર, શ્રી જગચંદ્ર, અને શ્રી દેવેંદ્ર શ્રી સેમપ્રભસૂરિની આજ્ઞા લઇ પામ્હણપુરમાં ચોમાસું રહ્યા. શ્રી સેમપ્રભસૂરિ અંકેવાલીએ માસું રહ્યા. શ્રી મણિરત્નસૂરિએ હિંદુઆણિ દેશમાં વિહાર કરી શ્રી સત્યપુરમાં ચોમાસું રહ્યા. શ્રીમત્ર મંત્રીએ સંધયાત્રાના દરેક મનુષ્યને પાટણમાં સુવર્ણ મહેર દીધી. માસું ઉતરતાં પામ્હણપુરથી શ્રીદેવભદ્રસૂરિ, શ્રી જગચંદ્રસૂરિ, અને શ્રી દેવેંદ્ર સૂરિ વિહાર કરતા કરતા આબુ, દહિઆણક, નંદી, બ્રાહ્મણ, વાટક ઇત્યાદી તીર્થ ફારસીસ્પશી –કરી અજારી નગરમાં શ્રી વીરપ્રસાદે શ્રી સૂરિએ અઠમ તપ કરી શ્રી શારદાનું મરણ કર્યું. બ્રહ્માણિ પ્રસન્ન થઈ બોલ્યા “ તારી કીર્તિ જામશે.” આ શારદાન આપે વર લઈ શ્રી સૂરિએ મેવાડદેશમાં વિહાર કર્યો. એવામાં શ્રી સોમપ્રભસૂરિ કે જે એક શબ્દને શત અર્થના કર્યા હતા અને શ્રી સિંદુર કર ગ્રંથના કર્તા હતા તે શ્રીમાલનગરમાં સ્વર્ગે ગયા. અને લઘુ ગુરૂભાઈશ્રી મણિરત્નસૂરિ–નવતત્વપ્રકરણના કર્તા તે બે માસને અંતરે શ્રી થિરાદ નગરમાં સ્વર્ગવાસ પામ્યા.
હવે મંત્રી વસ્તુપાલને અણહિલપત્તનમાં, આશાપલી, ખંભાત, પ્રમુખ નગરમાં છપ્પન કેડિ દ્રવ્ય ભૂમધ્યે જોઈ જોઈ શાંતિ ? તે ઉપર દેવ સંબંધી ભેરી શબદ થયો. તે સમગ્ર દ્રવ્ય સુત્તતિ (છૂટથી) કીધી–ખર્ચો તે કહે છે–
અઢાર કોડિ દ્રવ્ય તીર્થયાત્રામાં ઉજમણી વ્યય કર્યો, આબુ, પાટણ વડનગર, ખં. ભાયત, દેવકી પાટણ, ભૃગુકચ્છ (ભરૂચ), ગુંજા, ઘુડિયાલ, ગંડેરા પ્રમુખ નગરમાં પાંચ હજાર પ્રાસાદ નિપજાવ્યા. સવા લાખ જિનબિંબ નિપજાવ્યા–તેમાં એકતાલીસ હજાર સુવર્ણ પિતલ ધાતુમયી જાણવા. શ્રી તારણગિરિમાં, શ્રી ભીલડી નગરે, શ્રી ઇડરગઢ, શ્રી વીજાનગરે, શ્રી શંખેશ્વરે, શ્રી વિજાપુર ચિંતામણિ પાર્શ્વપ્રાસાદ, પુરાંતિજ પદ્મપ્રભ પ્રાસાદમાં ઈત્યાદિ ૨૩૦૦ જીર્ણોદ્ધાર નિપજાવ્યા. ૮૮૪ ધર્મશાલા નિપજાવી, પ૦૦ સમોસરણ નિપજાવ્યા, પુનઃ દેવકી પાટણમાં ૧૧ જ્ઞાન કેશ લખાવ્યા-શોધાવ્યા. ૩૨૦૦૦ શ્વેત ચંદનની ઠવણી, ૧૮૦૦૦ રહિલ (?), નિપજાવી, ૪૨૦૦૦ સાંપુડી કવલી (?), નિપજાવી. પુનઃ સ્મરણી. શ્વેતચંદન મોતીપ્રવાલી સ્ત્ર પ્રમુખની નિપજાવી નગરે નગરે ગામે ગામે દેશ દેશ તરે પુણ્યા યં દીધી, હવે દ્રવ્ય સંખ્યા કહે છે;
૮ કેડી અને ૮૩ લાખ ટકા યાત્રા સ્નાના પ્રાસાદ બિંબ સ્થાપના એ શ્રી પુંડરિક ગિરિએ આત્મહેતુના કારણ માટે છુટથી વાપરયા વડી અઢાર કેડી અને ૮૩ લક્ષ ટકા શ્રી રેવાતાચલે સુતતિએ-છૂટથી કીધા–ખર્યા. પુનઃ ૧૨ કેદી અને ૫૩ લક્ષ અધિક શ્રી અબુદાચલે સુત્તતિએ કીધા. એટલે ઓગણસ સય કેડી અને આસી કોડી એંસી લાખ હજાર વીસ હજાર નવસે અને નવાણું ટકા તે નવ ચોકડીએ ઉણ એટલો દ્રવ્ય મંત્રી શ્રી વસ્તુપાલે ત્રિતું તેથી સુત્તતિએ કીધા. પુનઃ કવિત.