SearchBrowseAboutContactDonate
Page Preview
Page 211
Loading...
Download File
Download File
Page Text
________________ તપગચ્છની પટ્ટાવલિ. ૩૭૧ સંતોષ્યા. પુનઃ કુમારપાલ વિનિર્મિત શ્રી તિહુયણપાલ ( ત્રિભુવનપાલ) વિહારમાં એકાદશી ચતુર્દશીએ અઠોત્તરી પુજાએ સ્વજ્ઞાતિ સાધર્મિક પછી નિત્ય સત્તરભેદી પૂજા સ્વનિર્માપિત શ્રી વાસુપૂજ્ય પ્રાસદે કરતા. એકાશ્રી ભુવનચંદ્રસૂરિ મંત્રી પ્રત્યે ઉપદેશ કહે છે – जीयं जल बिंदू सम्म संपति तरंग लोलाओ । सुमेण यसम्मं चपिमं जं जाणजं करीजामु ॥ એવો ઉપદેશ ગુરમુખથી સાંભળી મંત્રી વસ્તુપાલે વિ. સં. ૧૨૮૦ માં શ્રી અબ્દ ગિરિ ઉપર પ્રાસાદારંભ થાપ્યો. પુનઃ વિ. સં. ૧૨૮૨ માં પ્રાસાદે કલશ ધ્વજદંડ ચડા. વ્યો. શ્રી નેમિશ્વર સ્થાપ્યા. ત્યાં શ્રી ભુવનચંદ્ર સૂરિએ સ્વ શિષ્ય શ્રી જગચંદ્રને તથા પંડિત દેવેંદ્રને સૂરિપદે કીધા. તે જ પ્રાસાદમાં બને ભ્રાતની સ્ત્રીઓએ નવનવ લક્ષ વ્યિ વાપરીને સ્વસ્વ નામના બે આળીઆ નિપજાવી-કરાવી નામ રાખ્યું. તેજ વર્ષમાં શ્રી ગીરનાર પર મંત્રી વસ્તુપાલે ઉદ્ધાર કર્યો. એટલે શ્રી આબુ, સિદ્ધાચલ, ગિરિનાર એ ત્રણ તીથે અઢી લક્ષ મનુષ્યોએ શ્રી દેવભદ્ર, શ્રી જગચંદ્ર, શ્રી દેવેંદ્ર પ્રમુખ શ્વેતાંબર અગ્યાર આચાર્ય પુનઃ એકવીસ દિગબંર આચાર્યયુક્ત સાથે યાત્રા કરી સકલ સંધ સહિત મંત્રી વસ્તુપાલ પાટણમાં આવ્યા. કેટલાક દિવસે ગુરૂશ્રી ભુવનચંદ્રસૂરિ સ્વર્ગ ગયા, ત્યારે મંત્રીએ ઘણું આગ્રહથી શ્રી દેવભદ્ર, અને જગચંદ્ર અને શ્રી દેવેંદ્ર એ ને વિનતિ કરી પાટણમાં ચોમાસું રાખ્યા. ચોમાસું ઉતરતાં મંત્રીની આજ્ઞા લઈ ત્રણેએ વિહાર કર્યો. ભેલડી નગરમાં શ્રી પાર્શ્વ દર્શને આવ્યા. એવામાં ત્યાં હિદુઆણી દેશથી શ્રી સોમપ્રભસૂરિ પણ વિહાર કરતાં ભીલડી નગરમાં સહર્ષ પાર્શ્વ દર્શને આવ્યા, ત્યારે શ્રી દેવભદ્ર, અને શ્રી જગશ્ચંદ્ર અને શ્રી દેવેંદ્ર, ત્રણે શ્રી સેમપ્રભસૂરિને વાંદણથી વાંધા. ત્યારે શ્રી સેમિપ્રભસૂરિએ ખરતર. સ્તવપક્ષ, આગિયાકાપક્ષ, બે વંદણિક, ઉપકેશ, જીરાપલી, નાણુવાલ, નિબજીય, ઇત્યાદિ આચાર્યની સાક્ષીએ વિક્રમ સં. ૧૨૮૩ વર્ષમાં શ્રી સોમપ્રભસૂરિ, શ્રી મણિરત્નસૂરિએ જાવજીવ આંબિલ તપના ધારક પુનઃ સમતા આદિ શ્રણમાં આગળ જાણી સ્વગ૭ લઈ શ્રી જગચંદ્રસૂરિને પોતાની પાટે, રથાપ્યા. શ્રી વિજાપુર નગરે શ્રી દેવભદ્ર, શ્રી જગચંદ્ર, અને શ્રી દેવેંદ્ર એ ત્રણેએ માસું કર્યું અને શ્રી સમપ્રભસૂરિ અને શ્રી મણિરત્નસૂરિ વડાલી નગરમાં ચોમાસું રહ્યા. એટલે પુનઃ મંત્રી વસ્તુપાલ બીજીવાર સંધપતિ થયા. શ્રી સેમપ્રભ સૂરિ શ્રી મણિરત્નસૂરિ અને શ્રી જગશ્ચંદ્રસૂરિ, શ્રી દેવેંદ્રસૂરિ સહિત શ્રી સિદ્ધાચલ યાત્રાએ જતાં ભાગમાં શ્રી વઢવાણ નગરમાં સંધ ઉતર્યો. ત્યાં શ્રીમાળી જ્ઞાતિ શા રને દક્ષિણાવર્તી શંખના મહિમાવડે સાત દિન તાંઈ (સુધી) નાનાવિધ સુખાશિધકાને ભેજન તથા સદૃવત્ર આભૂષણ પહેરામણી સકલ સંઘને દીધી. ત્યાંથી મંત્રી મોરવી પ્રમુખ નગરે સ્વજ્ઞાત સાધર્મિક પ્રતિ નગરે નગરે ગામે ગામ પકવાન આભૂષણ વસ્ત્રથી સંતોષતા ગયા, શ્રી સિદ્ધાચલ શ્રી ગિરનારની યાત્રા કરી દેવકીપાટણમાં સંધ આવ્યો ત્યાં મંત્રીએ તન
SR No.536627
Book TitleJain Shwetambar Conference Herald 1915 07 08 09 Pustak 11 Ank 07 08 09
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1915
Total Pages394
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy