________________
તપગચ્છની પટ્ટાવલિ.
૩૬૯ પન્નર વર્ષ હવે પછીના જશે તેમાં દુર્મિક્ષ નહિ થાય.' એમ કહી દુર્મિક્ષ પિતાના સ્થાનકે ગયો. શ્રીમાલી શા જગડૂ પણ દેવગુરૂની ભક્તિ સાચવી ઘણું સુકૃત કરી સદ્ગતિને ભજનાર થયે. કહ્યું છે કે
दानामृतं यस्म करार विंदे वाक्यामृतं यस्य मुखारविंदे तपामृतं यस्य मनोरविंदे सवल्लभः कस्य नरस्य न स्यात् ।। देयं देयं सदा देयं अन्न दानं विचक्षणे ।
अन्न दातु येशो नित्यं जगडूकस्य यथाद्भुतम् ॥ ઇતિ શ્રીમાલી શા જગહૂની ઉત્પત્તિ–
૪૩. સેમપ્રભ સરિ અને તેના લઘુગુરૂભાઈ મણિરન સુરિ બંને ગુરભાઈ હતા.
શ્રી સૂરિ ઉત્તમ પ્રાણીને ધર્મોપદેશના આપી ઉપકાર કરતા વિચરતા હતા એવામાં પ્રાવાટ મંત્રી વસ્તુપાલ અને તેના લધુભાઈ તેજપાલ થયા.
વસ્તુપાલ અને તેજપાલને સંબંધ. ગુજરાત દેશમાં ધુલકા (ધોળકા) નગરમાં ઉંબરડ ગેત્રમાં પ્રાગ્વાટ જ્ઞાતિમાં શા આ સરાજ રહેતા હતા. તે પાટણમાં વસ્ત્ર વ્યાપાર અર્થે આવ્યા. ત્યાં હાટ માંડી રહ્યા. માલસુદ ગામમાં વ્યાપાર કરે છે. એકદા પંચાસરા પાસની યાત્રા કરી ધર્મશાલામાં ચિત્રવાલ ગચ્છના શ્રી ભુવનચંદ્ર સૂરિને વાંદી બેઠો. એવામાં ત્યાં શ્રીમાળી જ્ઞાતિને વહર ગોત્રને શા આંબો-તેની સ્ત્રી લક્ષ્મી અને તેની પુત્રી બાલવિધવા કુંવર નામની તે શ્રી ગુરૂને વાંદે છે, એટલામાં ગુરૂને વાંદતાં થક શ્રી સૂરિએ વામકુક્ષીએ તલવ્રણ દેખી મસ્તક ધુણાવ્યું ત્યારે પાસે બેઠેલા શિષ્ય કહ્યું “શ્રી ગુરૂ ! આનું કારણ શું?” ગુરૂએ કહ્યું આવી કુક્ષીમાં યુગ્મપુત્ર વસ્તુપાલ તેજપાલ નામે ઘણા પુન્યકરણના કારક થશે અને તેનાં નામ આચંદ્રાક રહેશે! તે ગુરૂ કથનનાં વચન શા આસરાજે સાંભ્યાં. કેટલાક દિવસે પૂર્વ કર્મ સંચયના યોગથી તે બંનેને સંગ થયું એટલે ત્યાંથી તે બંને પલાયન થયા. માંડિલ (માંડલ) નગરે જઈ રહ્યા. અનુક્રમે વિક્રમ સં. ૧૨૬૦ વર્ષે વસ્તુપાલને જન્મ થયો. પુનઃ એકસો અને પચાશ પાનનને(?) અંતરે તેજપાલને જન્મ થયે. તે આસરાજે પહેલાં ગુરૂએ જે નામ કહ્યાં હતા તેજ નામ આપ્યાં. એવામાં માલવા દેશમાં નલવર નગરમાં શાલિકુમર પ્રગટ થયો. તેને મનુષ્ય ઢેલો’ નામ કહે છે. રાજા વીરધવલના રાજ્યમાં પુનઃ વિક્રમ સં. ૧૨૪૧ વર્ષમાં લાખો ફુલાણી થયો. એટલે વસ્તુપાલ તેજપાલ માંડિલ નગરમાં વર્ષ પાંચના થયા ત્યારે ત્યાં મનુષ્ય જ્ઞ ત પૂછી એટલે ત્યાંથી આસરાજ પશ્ચિમ દિશાએ થઈ દેવકીપત્તન રહ્યા. ત્યાં મનુષ્યએ બાલકને મોટા તેજવંત જોઈ ગામ ઠિકાણું પૂછ્યું એટલે ત્યાંથી ધોડિઆલ ગામમાં પિતાને દેશ આવી રહ્યા. ત્યાં વર્ષ આઠના બે બાલક થયા ત્યારે ઘી કુપિકાને વ્યાપાર કર્યો. એવામાં ત્યાં શ્રી ભુવનચંદ્ર સૂરિ વિહાર કરતા આવ્યા. શા આસરાજ ને કુંવર સ્ત્રીને ઓળખ્યા. ગુરૂએ બંને બાલક પુન્યવંત જાણ્યા ત્યારે શ્રી ગુરૂએ વિક્રમ સં. ૧૨૬૮ વર્ષમાં વસ્તુપાલને જિનશાસનમાં કીર્તિકારક