________________
૩૬૮
શ્રી જૈન શ્વે. કં. હેરલ્ડ.
ચંદ્રને સૂરિપદ મળ્યું. શ્રી આર્યરક્ષિતસૂરિ નામ દીધું. કેટલાંક ચોમાસાં પશ્ચિમ દેશમાં કીધાં. ત્યાંથી વિહાર કરતાં શ્રી વિધિપક્ષ બિરધારક શ્રી આર્યરક્ષિતસૂરિ ગુજરાતમાં અણહિલપતનના પંચાધરને નમવા આવ્યાં. ત્યાં શાલવી ગૃહસ્થને તેલુઈ જીવની ઉત્પત્તિ દેખાડી સ્વચ્છમાં લીધા. ત્યાં ચોમાસું રહ્યા. એવામાં બેણપ નગરથી કોડિ વ્યવહારિઓ કોઈક કાર્ય અર્થે પાટણ આવ્યા. ત્યાં દેવદર્શન કરી સભા સમક્ષ જે શાલામાં શ્રી કુમારપાલ શ્રી હેમચંદ્રના મુખથી ઉપદેશ સાંભળે છે ત્યાં આવી સભા સમક્ષ શ્રી હેમચંદ્રને વસ્ત્રાંચલે વાંધા. તે દેખી રાજા કુમારપાલે કહ્યું એ કોણ ગૃહસ્થ કે જે વગર વાંદણે એમ વદે ?” તે સાંભળી શ્રી હેમચંદ્ર કહ્યું એ વિધિપક્ષિક છે ત્યારે કુમારપાલે કહ્યું એ વસ્ત્રાંચલે ગુરૂને વાંદે છે તેથી એનું નામ આંચલિક કહો એટલે વિક્રમ ૧૨૨૧ વર્ષમાં બીજું નામ અંચલગચ્છ કહેવાણ ત્યાંથી શ્રી આર્યરક્ષિતસૂરિ વિહાર કરતાં શ્રી બઉણપ નગરે આવ્યા. સો વર્ષ આયુ સંપૂર્ણ કરી વિક્રમ સં. ૧ર૩૬ વર્ષે શ્રી આર્ય રક્ષિતસૂરિ સ્વર્ગે ગયા. એવામાં વિક્રમ સં. ૧૨૩૬ વર્ષે સાર્ધ પૂર્ણિમા મત પ્રગટ થયો. આ અંચલગચ્છની ઉત્પત્તિ છે
જગા , જે વખતે ગુજરાતમાં સોલંકી શ્રી કુમારપાલનું રાજ્ય હતું તે સમયે સોરઠ દેશના હલ્લર (હાલાર) ખંડમાં ભદ્રેશ્વર નગરમાં (ભૂજ) શ્રીમાલી શા સેલ્હા, ભાર્યા રેવંતિ -તેના પુત્ર શા જગડ઼ તે દરિદ્રપણે નગરમાં મનુષ્યના કાર્ય કરતો માતા સહિત કઠિણ રીતે ઉદર પૂર્ણ કરે છે. એકદા ત્યાં વિધાધર શાખાએ શ્રી ધર્મમહેંદ્ર સૂરિ આવી ચોમાસું રહ્યા. એકદા એકાદશીને દિવસે સકલ ગૃહસ્થ પ્રતિક્રમણ કરી પિતે પિતાને ઘેર ગયા, પણ શા જગડૂ શાલાના ખૂલામાં એકોતે અંધકારમાં સૂતે છે તેવામાં અર્ધ રાત્રિએ ગુરૂએ તારા મંડલના નવ ગ્રહના તારા જુએ છે, ત્યાં આકાશમાંથી એક તારાનું ઉત્પતન થયું એટલે શિષ્ય પૂછયું “શ્રી ગુરૂ ! આ શું? ત્યારે ગુરૂએ કહ્યું “પાંચવર્ષ લાગ, દુર્ભિક્ષ થશે, તેથી ઘણું જીવને સંહાર માલુમ પડશે, આ સાભળી શિષ્ય કહ્યું તે સમયે કોઈ અભય દાન દેનાર થશે કિંવા નહિ? “ ત્યારે ગુરૂએ કહ્યું આ નગરમાં શા જગડૂ શ્રીમાલ રહે છે. હમણાં તે દરિદ્રી છે પણ તેના વૃદ્ધ પિતા શ્રીમંત હતા તે પિતાના ઘરની ભૂમિ ખણું દ્રવ્ય કાઢી વ્યાપાર ચઢાવી દ્રવ્યનો વધારો કરીને ઘણા જીવન રક્ષક થઈ જિનપ્રાસાદ નિપજાવી શ્રી સિધ્ધાચલે યાત્રા કરી શ્રી જિનશાસનમાં આચંદ્રા કે વિખ્યાત થશે. આ ગુરૂ વચન સાંભળી તે જગડૂએ તે મુજબ કર્યું. સમુદ્રને વ્યાપાર (તે જમ પૂરીની વુહ રતિ?) કરી દ્રવ્ય વધારી દેશેદેશે દ્રવ્ય મોકલી અન્ન ઉદક વૃત ગુડ ખાંડ સાકર તેલ પ્રમુખને સંગ્રહ કરાવ્યું. તે વિક્રમ સં. ૧૨૧૧ વર્ષથી વિક્રમ ૧૨૧૫ સુધી એમ પાંચ વર્ષ શા જગડૂ ઘણું જીવને અભયદાન આપનાર થયો. શ્રી સિદ્ધશૈલે, ૨ શ્રી નિરનારે, ૩ શ્રી વેલા કુલે ૪ શ્રી નમ્નદાતરે ૫ શ્રી અજ્યામેરૂએ ઈત્યાદિએ મહા દાનશાલા કરી.
કરવાલી મણ અડા પુન કવિતા અઠસઉસ્સ મુંડ,
એ જગડુને અતિ ઉદાર ઉપકારી ગુણ જાણી દુભિક્ષ વૃદ્ધ વાડવ (બ્રાહ્મણના રૂપમાં જગડ્ડની પરીક્ષા કરી વાચા દીધી કે તારું મારું મળવું થયું. મિત્રાઇ થઇ, તેથી