________________
તપગચ્છની પટ્ટાવલિ.
એટલે તે વણિકે સાક્ષાત પ્રગટપણે સુવર્ણને ઢગલે દીઠે. ત્યારે ગૃહસ્થ પણ આગ્રહ ગુણ નિષત્ન શ્રી ગુરૂને વિનતિ કરી. વિ. સં. ૧૧૬૬. વર્ષમાં શ્રી સેમદેવને શ્રી ગુરૂએ આચાર્યપદ દઈ શ્રી હેમચંદ્રસૂરિ નામ દીધું. વિ. સં. ૧૧૬૭ વર્ષમાં ગુરૂ શ્રી દેવચંદ્રસૂરિ સ્વર્ગ ગયા. એવામાં અનેક ગ્રંથના કારક શ્રી મલયગિરિસૂરિ સ્વર્ગે ગયા. શ્રી મુનિચંદ્રસૂરિ જોવજજીવ લગી છ વિગયના નિયમધાર સૂરિએ સેરઠદેશમાં પ્રાસાદ, બિંબ પ્રતિષ્ઠા, સુ મતાદિ ચરિત્રે સમર્થ.
સંવિગ્ન મૌલિ વિરતી શ્વસવ્વ સ્તયાજ દેહે અમને સદાય વિદિનેયાભિ વ્રત પ્રભાવ પ્રભા ગુણેય કિલ ગ તમામ છે ? अष्ट हयेश ११७८ मिते ऽब्दे विक्रमकालादिवं गतो भगवान् श्रीमुनिचंद्र मुनींदो ददातु भद्राण संघाय
૪૧ તત્પદે શ્રી અજિતદેવ સરિ. ૧ને લઘુગુરૂભાઈ સકલ વાદી મુકુટ બિરૂદ ધારક
શ્રી વાદિદેવસૂરિ
આ બંને ભાઈ તેમાં વડા ગુરૂભાઈ તે પટ્ટધર અને લઘુગુરૂભાઈ તે ગચ્છ મર્યાદાના સાર સંભાળના કરણહાર જાણવા. વિ. સં. ૧૧૬૮ વર્ષમાં નિવૃત્તિ કુલમાં શ્રી અહિંદ્ર સૂરિના ઉપદેશથી ઘોઘા બંદરે શ્રીમાળી જ્ઞાતીય નાણાવટી શા હીરૂએ શ્રી નવ ખંડા પાર્શ્વનાથન બિંબ ભરાવ્યો. વિ. સં. ૧૧૭૭ વર્ષમાં શ્રી નાગરીશાખા કહેવાણી. શ્રી અજિતદેવ ગુરૂ પ્રત્યે ગુરૂવાણીથી રંજિત થઈ અણહિલ પત્તાધીશ શ્રી જયસિંહદેવ નિરંતર ત્રણ પ્રદક્ષિણા દઈ વાંદતા. શ્રી સૂરિએ પશ્ચિમ દિશાએ દેવકીપત્તને શ્રી જિનશાસનને શોભાકારક થયા અને લઘુગુરૂભાઈ શ્રી વાદિદેવ સૂરિ તેના શિષ્ય પં. શ્રી રામચંદ્ર સૂરિ તેણે સ્નાત્ર વિધિ પ્રગટ કરી. તેવામાં શ્રી મરૂદેશમાં જીરાઉલી તીર્થની ઉત્પત્તિ થઈ.
- જીરાઉલી તીથની ઉત્પત્તિ આંબૂની પાસે છરાઉલ્લી ગામે ઘસિર ગાત્રે શ્રેષ્ઠી ધાંધલ રહેતો હતો. તેની ગાય સેહલી નદીને કાંઠે બેરડીની જાલમાં સીમાડે ચરવા જતી. ત્યાં દૂઘ ઝરતી. સંધ્યા સમયે ગાય વણિક ઘેર દૂધ આપતી નહિ. ત્યારે તે ધાંધલ ગૃહસ્થ જાણે કે કોઈ સીમે દેહીને દૂધ લઈ લે છે એવી ભ્રાંતિથી તે ગાય સંધાતે પુત્રને મોકલ્યો. જ્યાં ગાય ચરે ત્યાં પૃથ્વીના ઠેકાણે દૂધ ઝરી ગયું. તે દેખી પુત્રે ઘેર આવી પિતાને દૂધઝરણની વાત કહી. આથી ધાંધલે આશ્ચર્ય સમજી તે દૂધઝરણની ભૂમિકા ખણું એટલે ઘણા કાળની શ્રી પાર્શ્વમૂર્તિ પ્રગટ થઈ. એટલે અધિષ્ઠાયકે સ્વપ્ન આપ્યું કે મને જીરાવલી નગરમાં સ્થાપજે. ત્યારે ધાંધલે પ્રાસાદ નિપજાવી મહોત્સવ કરી વિ. સં. ૧૧૯૧ વર્ષમાં શ્રી પાસને પ્રાસાદે સ્થાપ્યા. શ્રી અજિતદેવ સૂરિએ પ્રતિષ્ઠા કરી. ઘણું દિન સુધી શ્રી પાર્શ્વનાથની ભક્તિ સાચવતો શ્રેષ્ઠી ધાંધલ સગતિને ભજનાર થયો. તેથી પાર્શ્વ પરમેશ્વર જીરાપલી નગરમાં રહ્યા. અને તે સકલ ભક્તિ કરનાર લોકની વાંછા પૂરક મારિઉપદ્રવવારક પ્રભાવ તીર્ય થયું. કહ્યું છે કે –