________________
૩૬૦
જૈન ધે. કૅન્ફરન્સ હરેન્ડ.
સરિને વાંદો. એકદા તે પારસ શ્રેષ્ઠ ગામ બહાર કાર્યાથે જતાં બેરડીની જાલ વૃક્ષ મધ્યે કાંઈક લીલા અને કેઈક સૂકા પ્લાન ફૂલથી પૂજિત એવો પાષાણનો ઢિગલ દેખી ગુરૂ શ્રી માનદેવને આવી પૂછયું કે આ દષ- પથ્થર સદૈવ પૂજિત દેખું છું તે માટે અત્ર સ્થાનકે કોઈક આશ્ચર્ય વસે છે ત્યારે શ્રી સૂરિએ પારસને કહ્યું “આ દષદ્ પિકુલ કરે” તેથી પારસે ગુરૂ આજ્ઞાથી તે દષ૬ જુદા જુદા કર્યા. તેટલામાં શ્રી પાર્શ્વ બિંબ દીઠ. તેવામાં પારસને અધિષ્ઠાયક દેવે પ્રગટ મનુષ્યના શબ્દ કહ્યું. પ્રાસાદ કરાવી પૂજા કરજે ત્યારે પારસે કહ્યું દ્રવ્ય નથી”. અધિષ્ઠાયકે કહ્યું શ્રી પારસના મુખ્યાગ્રે સુપ્રભાવે સુવર્ણના અક્ષતને હગલે નિરંતરના વ્યય પ્રમાણે થશે. તે દ્રવ્યથી પ્રાસાદ નિપજાવજે. પણ આ વાર્તા કોઈ આગળ ન કહેવી. તે પારસ શ્રેષ્ઠિએ અંગિકાર કરી ઘેર આવી શ્રી ગુરૂને બિંબ પ્રગટ થયાની વાત કહી. ત્યારે શ્રી સૂરિએ તે અધિષ્ઠાયક દેવને આરાધ્યું. ત્યારે તે દેવે આવી શ્રીગુરૂને કહ્યું પહેલાં આ પુરમાં આજ ઠેકાણે સંપ્રતિ નૃપકાર પાશ્વનાથને પ્રાસાદ હતો. તે કાલાનુયોગે ગુર્જર થયે થીય થયું. તે બિંબ આ શ્રી પાસને પ્રગટ થયો. શ્રેષ્ઠી પારસને દર્શન દીધો ! બીજે દીને દેવકથન પ્રમાણે સુવર્ણ અક્ષતને ઢગ થયા તે પ્રત્યક્ષ સાચો દેખી શ્રેષ્ઠી પાસે પ્રાસાદને પ્રારંભ કર્યો. મૂલ મંડપ, રંગ મંડપ, નૃત્ય મંડપ, સર્વ નિપજાવ્યા. ઠાર કોટ નિપજાવ્યો તેવામાં એક દિને સ્વપુત્રે પૂછ્યું આ દ્રવ્ય તમે ક્યાંથી લાવ્યા છે ?' આમ વારંવાર પૂછાતાં પારસ શ્રેષ્ટીએ સ્વપુત્રને ભદ્રકપણે યથાસ્થિત કહ્યું ત્યારે અધિષ્ઠાયક દ્રવ્યની વાર્તા પ્રગટ કરી જાણી સુવર્ણ અક્ષત દ્રય આપવું બંધ કરી દીધું ત્યારે પ્રાસાદ એટલે જ રહ્યું.
આથી શ્રી માનદેવ સૂરીએ શ્રેષ્ઠી પારસના આગ્રહથી સં. ૧૧૧૮ માં શ્રી ફા. વદ્ધિ નગરે મહામહેસવથી શ્રી પાર્શ્વબિંબ સ્થાપ્યું. ઉક્તમ
श्रीमत्पाजिनाधीशं फलवर्द्धिपुरस्थितं ।
प्रणम्य पूरया भत्त्या सर्वाभीष्टा साधकं ॥ ૪૦. શ્રી મુનિચંદ્ર સૂરિ
શ્રી સરિના ઉપદેશના વિ. સં. ૧૧૧૫ માં શ્રી દિપકૅ વાટ જ્ઞાતીય આબ રાજે શ્રી શાંતિનાથનું બિંબ સ્થાપ્યું. પુનઃ શ્રી સૂરિના ઉપદેશથી શ્રી શ્રીરહી (શિરોહા) નગર વિ. સં. ૧૧૧૭ વર્ષમાં વિજજા પાનસ ગોત્રી ચહુઆ| શ્રી સહસ્તમલે અમારિ પ્રવર્તાવી પુનઃ એવામાં વિ. સં. ૧૧૫૧ માં સિંભરાધીશ ચહુઆણ શ્રી પૃથ્વીરાજ થયો. શ્રી સૂરિએ પાખીસત્ર નિપજાવ્યો. એવે વિ. સં. ૧૧૧૮ વર્ષમાં શ્રી અભયદેવસૂરિ પ્રગટ થયા. તેની ઉત્પત્તિ કહે છે –
અભયદેવસૂરિ. મેદપાટ દેશમાં વાસણ ગામમાં તુસિંહ નામે રાજપુત્ર રહે છે ત્યાં કટિકગ છે ખરતરબિરૂદધારક શ્રી જિનેશ્વર સુરિ વિહાર કરતા આવ્યા. શ્રી સુરિને દેખી સીધો નમે. શ્રી ગુરૂએ ભવ્યાત્મા જાણી ઉપદેશ આપ્યો. તે સાંભળી બૂઝ, તત્કાલ દીક્ષા દીધી. વેગ્ય ભણું આચાર્યપદ દઈ શ્રી અભયદેવસૂરિ નામ આપ્યું. અત્યમ વત્ વિગયના ત્યાગથી પૂર્વ