________________
શ્રી જૈન . કે. હેન્ડ,
ત્યાં પૂર્વકfહકારી પ્રતિજ્ઞાધારી પહેલાને બાલમિત્ર દુકાલે અન્નના અભાવથી કાનટા - ગીને શિષ્ય થયે. મલિન વિદ્યા શીખે. કેટલેક દહાડે પાછા ઘેર પલાસી ગામમાં આવ્યા. વણિક પુત્રની શોધ કરતાં જ્યાં નાડલાઈ નગરમાં શાલાએ ગુરૂ વ્યાખ્યાન આપે છે ત્યાં આવી મસ્તકની જટા ઉતારી સર્ષ કીધા. વ્યાખ્યાનના લેક બીહતા થયા. એટલે ગુરૂએ મુખકારી પૂર્વ બાલમિત્ર વિરોધી ઓળખ્યો એટલે શ્રી સૂરિએ બદરીદેવી સ્મરી. મુહપત્તિ ફાટી તેના ખંડ ખંડે નકુલ પ્રકટ કર્યા. તેથી પન્નગ નાઠા. યોગી પ્લાન વદનને નાઠે. પુનઃ પ્રાસાદને વાદ થયો ગુરૂ કાંતિનગરીથી બાવનવીરના પ્રાક્રમે પ્રાસાદ લાવ્યા તે દેખી જટીલે ક્રોધને વશે મંત્રયોગે કરી પ્રતિમાના મુખ વાંકા કર્યા. સંઘે વિનતિ ગુરૂને કરી જે દેવદર્શને કેાઈ મનુષ્ય નથી આવતાં ત્યારે ગુરૂએ અદ્યતર જલ કુંભ મંત્રી બિંબને પખાલ કર્યો. બિબ મૂલારૂપે થઈ ગયા. પુનઃ પ્રાસાદમાં થંભ્યા તથા પાટ ડગમગતા જાણી ગુરૂદત્ત આમ્નાયથી પથરને પાટે યંત્ર લખી સકલ પ્રાસાદ સ્થિર કર્યો. શ્રીજૈનશાસનની જય જયકાર છે. શ્રી ગુરૂની કીર્તિ વધી. આમ જટીલને અનેક વાદે છો. જટીલ દેશ નગરમાં ફર્યો.
એકદા શ્રીગુરૂએ સંઘને કહ્યું “આજ થકી છ માસ સંપૂર્ણ થયે મારું આયુ પુરું થશે, તે માટે મારા મસ્તકમાં શ્રી મણિ છે તે તમે મરણ થયા પછી મસ્તક મેડી કાઢી લેજે તે પછી મારા દેહને અગ્નિ સંસ્કાર કરજે. આથી શિષ્ય તથા સંઘે કહ્યું બહુ સારું કેટલેક દીને ગુરૂનું મરણ જાણી પૂર્વ સંકેત આવી દુધપાત્ર ભરી વેગળે ગુપ્ત પણે રહ્યો. ગુરૂ કથનથી કલાકને ચારેકોર ચંદરવો કીધે. બદરી દેવી ચિતાની પછવાડે પ્રદક્ષિણા દે છે એટલે તે યોગીએ વર્ષાવાયુની ઉત્પત્તિ કરી એવું જાણીને કે હું ભણી લઈ લઉં. આથી બદરીદેવીએ વાયુના જોરે પિતાની શક્તિથી યોગીને ઉપાડી એમાં ગુરૂની સાથે નાંખે તે ભરણું પામી શ્રી સાંડેરા ગચ્છને રખવાલ યક્ષ થયો. દેવી ગુરૂને નમી સ્વસ્થાનકે મુગારઠ નગરમાં આવી શ્રી ગુરૂની પ્રતિજ્ઞા બદરી દેવીના સહાયથી સંપૂર્ણ થઈ. આ રીતે સં.૯૭૧ વર્ષમાં શ્રી યશોભદ્ર સૂરી હતા એમ થયું.
બહુઆ કિન શતિ રવી ને ઋષિ ચોથા શ્રી યશોભદ્રસૂરિ,
એ ત્રિહુ કાલે પ્રણમતાં. દૂરી પણાશય દૂરી ૧ -
ઇતિ શ્રી સાંડેરા છે શ્રી યશભક સૂર સંબંધ.
૩ર શ્રી પ્રદ્યુમ્નસૂરિ શ્રી સૂરિના ઉપદેશથી પૂર્વ દિશામાં સત્તર પ્રાસાદ થયો. ૧૧ જ્ઞાનના ભંડાર લખાવ્યા. છ યાત્રા શ્રોસમ્મિતગિરિની શ્રી સૂરીએ કરી.
૩૩ શ્રી માનદેવ સૂરિ શ્રી સરિએ શ્રાવક શ્રાવિકાના હેતુઓ ઉપધાન વહેવાની વિધિ પ્રગટ કરી. - આ બંનેનું અલ્પ આયુ જાણવું
૩૪ વિમલચંદ્રસરી–જેને શ્રી પદ્માવતિની સાહાયથી ચિત્રકૂટ પર્વતે વર્ણ સિદ્ધિની પ્રાપ્તિ થઈ.