________________
- તમે પોતે જ તમારા દુશ્મન બન્યા છે. હવે પિતાના મિત્ર બનો. તમારે ચડવું જ હોય, હિદુસમાજમાં બીજાઓની બરાબરી કરવી જ હોય તે પોતાના દોષ ટાળવા માટે તનતોડ મહેનત કરે. પહેલાના રાઈ જેવડા દેષ પણ બીજાઓને પર્વત જેવડા લાગે છે. હિંદુ સમાજે આજ સુધી તમને કનડયા હશે, પણ હવે તેઓ પોતાની ભૂલ સમજ્યા છે. આજે મહાત્મા ગાંધીજી જેવા મહાન પુરુષે તમારી બાંય પકડી છે. આખા દેશની મોટામાં મોટી મહાસભાએ તમારો પક્ષ લીધે છે સુધારાવાળાએ ઘણા તે દિવસથી તમારા માટે મહેનત કરે છે. આખા હિંદુસમાજમાં પણ તમારી છીટ ઓછી થતી જાય છે.
આજ સુધી અનેક કષ્ટ સહન કરીને પણ તમે હિંદુ રહ્યા. આજે તમારામાં આવેલી જાગૃતિ જોઈને, તમારી સ્થિતિ સુધારવાની આશા બતાવીને, જુદા જુદા મતના ને પંથના માણસો તમને આકર્ષવા પ્રયત્ન કરી રહ્યા છે. ગામડાં.. માં તે ઉજળીઆતો પાસેથી તમે ઠીક પ્રેમભાવ મેળાવી શકે છે. શહેરમાં
જ્યાં નવી નવી જાતનાં ઝગડાઓ ઉત્પન્ન થયા જ કરે છે, અર્ધદગ્ધ માણસે • બીજાઓને ભરમાવે છે ત્યાં જ તમારા ધર્મની નિંદા કરીને તમને વટલાવવાની પરથી રચાય છે. પણું હવે જ્યારે તમારા ધર્મબંધુઓ તમારી તરફ ધ્યાન આપવા લાગ્યા છે એવા વખતમાં જુના દુઃખો યાદ લાવી તે દુઃખોને ભયથી કે તેનું વેર વાળવા પરધર્મનો આશરે ન શેધશે. તમારામાં થએલા મોટા સંતને–રોહીદાસ ચમાર, સજન કસાઈ, ચોખામેળ મહાર, દક્ષિણ - હિંદુસ્તાનમાં નંદ, ઓરિસ્સાના રવિદાસ, બંગાળાના હરિદાસ ઠાકુર વગેરેને હિંદુધર્મના અનુયાયીઓએ કોઈ પણ સંતે જેટલા જ પૂજ્ય માન્યા છે. દક્ષિણ હિંદુસ્તાનમાં કુરલ ગ્રંથના કર્તા તિરૂપિલ્લવાર અને વૈષ્ણવોના અત્યંત પૂજય સતેમાંના એક તિરૂપાનીયવર એ બંને અંત્યજે હતા. શ્રી યમુનાચાર્યના ભાન નંબીયર નામના પંચમ શિષ્ય એક મહાન પંડિત થઈ ગયા હતા. તેમને બ્રાહ્મણ સંન્યાસીની પેઠે સમાધિ આપવામાં આવી હતી. એટલે તમે સમજી શકશે કે હિંદુધર્મમાં પણ તમને યોગ્ય માન મળી શકે છે. સ્મૃતિઓમાં તમને અંત્યજોમાંથી ઉંચી જાતમાં લેવા માટેનાં ચેકસ વચનો મળી આવતાં નથી, છતાં દીર્થ તપશ્ચર્યાથી માણસ પિતાની નાત પણ ઉંચી બનાવી શકે છે અને પૂરેપૂરું માન તે પણ મેળવી શકે છે. આવા દાખલા સહેજે જ બહુ એાછા બનતા હોવાથી કાયદાએાની વ્યવસ્થામાં તે ટાંકેલા નથી. ધર્મ એ જ માણસના પ્રાણ છે, તેની ખરી માણસાઈ છે, તેના રક્ષણ માટે દુનિયામાં લાખો વીરોએ પિતાના જાન કુરબાન કર્યા છે, અને તેને તજનાર કદી સુખને