________________
તપગચ્છની પટ્ટાવલિ.
'
૩૩૯
www
પુન: હવે શ્રી કલ્યાણ મંદિર સ્તોત્રની ઉત્પત્તિ શ્રી વૃદ્ધવાદી સુરિ વિહાર કરતા ભગુકચ્છ આવ્યા એવામાં માલવમંડલે ઉજજેણ નગરીએ કૌશિક ગોત્રી દેવઋષિ નામે વાડવ રહે છે તેને દેવસીકા નામે સ્ત્રી છે. તેમ પુત્ર કુમુદચંદ્ર નામે મહા પર્ અંગને જાણું છે, તેને અન્ય પંડિતના મુખ થકી વાદેવી જેને પ્રસન્ન છે તેવા વૃદ્ધવાદીને ઘણો મહિમા સાંભળી અત્યંત ગર્વ કરી જે મને વિઘાવાદમાં જીતશે, તેનો હું શિષ્ય થઈશ. એવી પ્રતિજ્ઞા ધારી જ્યાં ભરૂચ છે-શ્રીવૃદ્ધવાદી છે ત્યાં આવ્યો એવામાં વૃદ્ધવાદી દેહચિંતાએ નગર બહાર આવ્યા છે ત્યાં બંને એકઠા મળ્યા વન વિષે ગોવાલીઆ તથા પિડાર ગો ચારે છે. કુમુદચંદ્ર વિખવાદને આશય જણવ્યો. તેહ પિંડારની શાખે યા કરી વિદ્યાવાદ પ્રારંભે. ત્યાં પ્રથમ કુમુદચંકે સંસ્કૃત વાણી કહી, પિડાર સમજે ને કહે એ વિદ્યા કાંઈ નહિ બ્રાહ્મણ તું ફેગટ આ રડે છે, મૂર્ખ છે. ત્યારે વૃદ્ધવાદિ સુરિ અવસરના જાણ હેઈ કલ્પક રજ હરણ કટિએ બાંધી દંડ ઉચે હાથ રાખી પ્રદક્ષિણરૂપી ઘેરણીએ નાચતા હુઆ મુખે એમ ભણે જે અથ–
ચાલિએ નવિ મારિએ પરદા રાગમણુ ન કીજીએ થોડા મ્યું થોડું દીજીએ, તઉટ ગિમગિલગિ જાઈએ. ગાય ભિંસ જિમ નીલું ચહઇ, તિમતિમ દૂધિં દૂર્ણ ભરઇ, તિમતિમ ગંવાલાં મનિ ઠરઈ, છાસિ દેયંતાં તે હતરઈ. ગુલયું ચાવઈ તિલતાંદુલી દેડે વિવિ વાંસલી પહિરણિં ઉઢાણું હુઈ ધાબલી ગોવાલા મનિ પુગિરલી. મોટા મોટા મિલ્યા પંડાર માર્યો માંહે કરય વિચાર મહિલી દૂષણિ સરળ ભલા, દીઠ દા બેટા પૂગીરલી વનમાંહિ ગોવાલા રાજા, ઈદ્ર નથુિં ઘરિ તે નહિ આજ ભમર ભિસ દૂઝઈ વલી સોલ, સુખિ સમાધિં હુઈ રંગરોલ. વાટ ઉભરીઉં દહીંને ઘેલ, છમણે કર લેઈ ઘઈસિં બોલ, ઈણિપરે મુવમે લાવ કરઈ, સ્વર્ગતણિ વાતજ વિસર. હડહડટ નવી કીજઇ ઘણું, મર્મ ન બોલી જઈ કૈહતણું, કડિ શાખિ મ દેજો આજ, એ તુમહ ધર્મ કહું ગોવાલ. ગરડ સવિષ્ણુ નવી મારી, મારી તક પિણ ઉગારીઈ, ફૂડ કપટથી મન વારીએ, ઈણુિં પરિ આપ કારિજ સારીઈ. ગોવાલીઆ ઉમ્રાગહસ હર્ષત થકા ગહિ, તાલાતાલી દેતા સહિ ભલ ભલઉ એ હિજ ડેકરઉં, ન હઈ ભણી એહિજ છોકર૩. ભટ જે બે ભૂતપ્રલાપ, ફોડયા કાં નવિ ગેઈલ આપ,
જી એ હાર્યો તું હલ્લા, પાય લાગી કહઈ એ ગુરૂ ભલ્લા. ૧૦ તે ગોવાલીયાના વચન સાંભળી કુમુદચંદ્ર શ્રી વૃદ્ધવાદીને કહે કે હું પ્રતિજ્ઞા સંપૂર્ણ– વિદ્યાવાદે હાર્યો તે માટે મુજને શિષ્ય કરો. કિશ્યા થકી? તુમે સમયના જાણું અને હું સમયને જાણ નહિ એટલી મારી બુદ્ધિ કાચી. ગુરૂએ દીક્ષા દેઈ કુમુદચંદ્ર સાધુ નામ દીધું.