SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ - ૩૬૭ તેપગચ્છની પટ્ટાવલિ. નામ પ્રગટ થયું. તે પહેલાં શ્રીસુધર્માસ્વામીથી માંડી ૮ પાટ સુધી નિગ્રંથગછ એ નામ કહેવાતા. તેને સર્વાયુ સંપૂર્ણ કવીરાત ૩૭૨ વયે શ્રીસુસ્થિત સ્વામી સ્વર્ગે ગયા. પુનઃ વીરાત ૩૭૯ વર્ષે શ્રી ભગુકચ્છ નગરે શ્રી આર્ય ખપૂટાચાર્ય પ્રગટ થયા. તત્પદે ૧૦ દિન્તસૂરી અને લઘુગુરૂભાઈ બીજા શ્રી પ્રીયગ્રંથસૂરિ. ત્યાં વૃદ્ધ ગુરૂભાઈ શ્રી ઇંદ્રદિસૂરિ તેહનો શિક ગોત્ર છે. અને લઘુગુરૂભાઈશ્રી પ્રિયગ્રંથસૂરિ ગાત્ર કાશ્યપ છે. શ્રી ઇંદ્રદિનસૂરિ વિહાર કરતાં મુંદેરી નગરીએ પહોંચ્યા એવામાં શ્રી મહાવિર મૂક્તિ પહોંચ્યા પછી ૪૭૦ વર્ષ યા પછી માલવ દેશમાં ઉજેણી નગરમાં પરમાર વંશે રાજા શ્રી વિક્રમાદિત્ય પ્રગટ થયું. તેને માન કહે છે. શ્રી વિરચિરં પાલક રાજ્ય વર્ષ ૬૦, નવનદ રાજ્યવર્ષ ૧૫૫, મૈર્ય રાજ્યવર્ષ ૧૦૮, પુષ્પમિત્ર રાજ્યવર્ષ ૩૦, બલમિત્ર ભાનુમિત્ર એ બે કાલિકાચાર્યના ભાણેજ તેને રાજ્ય વર્ષ ૨૦, નરવાહન રાજ્ય વર્ષ ૪૦, ગર્દ ભિલ્લ રાજ્ય વર્ષ ૧૩, શકના રાજ્ય વર્ષ ૪. | શ્રી વીરમુક્તિ ગયા પછી ૪૭૦ વર્ષે દક્ષિણ દિશામાં શ્રી ગોદાવરી નદીને કાંઠે પૈઠાણે ભુજંગાધિપ સાંનિધ થકી શ્રી શાલિવાહન શક પ્રગટ થયો. એવં ૪૭૦ વર્ષે શ્રાવીર પ્રભુ મોલ ગયા પછી ત્રણસે અને વીસ વર્ષ ગયા પછી મર્ય રાજાને રાજ્ય શ્રી આય સુહસ્તિને - સંધાડે પહેલા કાલકાચાર્ય પ્રગટ થયા તેણે ધર્મ ઇંદ્ર આગળ નિગોદને વિચાર કહ્યા. પુનઃ પન્નવણું, ઉપાંગ સૂત્રના કારક એ ચેથા ચુગપ્રધાન જાણવા પુનઃ બીજા કાલિકાચય વીરાત ૪૫૩ વર્ષે બલમિત્ર અને ભાનુમિત્ર રાજાના સમયે દક્ષિણ દિશામાં ગોદાવરી નદીને તટે પૈઠણે રાજાશ્રી શાલિવાહનના આગ્રહથી જૈનાચાર્યની સાક્ષીએ શ્રી પર્વ આવ્યા હતે યક્ષેત્સવે મહા ઉપદ્રવે શ્રી પર્વને અંતરાય જાણી ભાદવા શુદિ પથી ૪ ના પર્યુષણ ર્યા. એહના વિસ્તારથી કાલિકાચાર્યની કથાથી જાણવો. શ્રી વીરાત ૪૪૧ વર્ષે ઈંદ્રદિસૂરિ સ્વર્ગે ગયા. હવે લઘુભાઇશ્રી પ્રિયગ્રંથસુરી વીરશાસને પ્રભાવિક થયા. તેને સંબંધ કહે છે. અજમેર ગઢની તલેટીમાં હર્ષપુર નગર વસે છે. એકદા ત્યાં વિહાર કરતાં શ્રી પ્રિયગ્રંથસૂરિ આવ્યા. એવામાં છાગને હોમવાને સકલ મંત્ર શાસ્ત્રના જાણુ યજ્ઞ કરવા ઉદ્યમી થયા. એટલામાં જેની ગૃહસ્થ ગુરૂ મહારાજને યાગની વાર્તા કહી ત્યારે શ્રી ગુરૂ મહારાજે સૂરિમંત્રથી લાશ મંત્રી શ્રાવકને દઈ કહ્યું “જે વાસ એ છે તે તમે બોકઠાના માથે નાંખો જેથી એને અભયદાન થશે અને શ્રી જિનશાસનની ઉન્નતિ થશે. શ્રાવકે ગુરૂ મહારાજે કહ્યું તેમ કર્યું એટલે બોકડો દેવાધિષિત થયે આકાશે જઈ ઉભો રહ્યો. યાગકૃત વાડવ પ્રતિ મનુષ્ય ભાષાએ બોલ્યો “હે વિપ્રો ! તમે સાંભળે. જેટલા પશુના દેહની રોમ હેય તેટલા હજાર વર્ષ સુધી પશુના ઘાત કરનારને જીવ નરકે રહ્યા વેદના વેદશે. યતઃ महतामपि दानानां कालेन क्षीयते फलं भीताभय प्रदानस्य क्षय एव न विद्यते । તે છાગનાં એવાં વચન સાંભળી સકલ મનુષ્યના છંદ તે છાગને પૂછે કે તું કેણું છે? ત્યારે છાગે કહ્યું “હું યાચક દેવતા છું. એ અજ મારું વાહન છે. તે માટે તમે ધર્મને વાં છે તે આ સર્વ મિથ્યા છે. સાચા ધર્મની પરીક્ષા કરે. તે શ્રી પ્રિયગ્રંથ સુરિને પૂછે, તે વાવે ગુરને ધર્મ પૂછો ત્યારે શ્રી સૂરિએ
SR No.536627
Book TitleJain Shwetambar Conference Herald 1915 07 08 09 Pustak 11 Ank 07 08 09
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1915
Total Pages394
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy