SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૬ શ્રી જૈન વે. કો. હેરલ્ડ. પશ્ચિમે, પુનઃ ઇડરગઢ શ્રી શાંતિનાથ પ્રાસાદબિંબ નિપજાવ્યો. પુનઃ સંપતિએ સ્વપરાક્રમે ત્રીખંડાધિશ થયો. મંગલ શ્રેણિકને નિમિત્તે સદૈવ સૂજેદિય અઠતરિ એકવીસભેદી, સત્તરભેદી, અષ્ટભેદી, નવપદાદિ પવિત્ર અને શ્રી જિનભક્તિ ચાસઇ. પુનઃ શ્રી સિદ્ધગિરિ, સીવંતગિરિ, ૩ શ્રી શંખેશ્વર. ૪ નદિય ૫ બ્રાહ્મણવાટક ૬ રજાત્રાદિ પ્રમુખ મહાતીથી જાણું વર્ષમાં ચારવાર સંઘમંતિ થાય. યાત્રાને લાભ કમાવે. પ્રચુર વિત્ત સપ્તક્ષેત્રે વાવત થયો. મારા શબ્દ મુખે ન કહે. કાને પણ માર શબ્દ સાંભળે નહિ. ન્યાયઘંટા વાજે. એવી રીતે સંપ્રતિ ન્યાય ધર્મરાજા કહે છે. એવામાં એક સાધુ ભાસ ક્ષપણને ચોવિહાર તપ સંપૂર્ણ કાઉસગ્ગ પારી ગિરિ ગુફામાંથી નીકળી ઉજેણુ નગરે પારણાને દિને આહાર અર્થે આવ્યો. ત્યાં દુભિક્ષને યોગે ભિક્ષુકો ઘણું સાધુને તપસ્વી જાણી ગૃહસ્થ કમાડ ઉઘાડી ઘરમાં લીધાં. સાધુએ પારણું કરી. પુનઃ અઠઈપચખી આવી ગુફાએ નિજલ કાઉસગ્નમાં રહ્યા. એટલામાં સંઘલઈ ભીખારીએ મળી ચિતવ્યું “એ જાતિ તુરત આહાર લઈ ગયો તે, હજી આહાર જેર્યો નથી. એવું વિચારીને જ્યાં યતિ કાઉસગ્ગ રહ્યા છે ત્યાં ભીખારીએ આવી તે તપસ્વીનો ઉદર વિદારી તેમાંનું અન્ન ખાધું. નગરે વાત પ્રસિદ્ધ થઈ. સંપ્રતિએ યતિ ઘાત જાણ્યો. શ્રી કેવલી તીર્થકર વચનાનુસારે ભસ્મગ્રહને વેગે દિને દિને હાનિને સમય જાણી સપ્રતિએ સમગ્ર દેશમાં શ્રી આર્યસુહસ્તિ સૂરિ પ્રમુખ સાધુ સમુદાયને ઘણું આ હે મહા મહોત્સવે સ્વામીને ધર્મશાલામાં પધરાવ્યા પાટટુઆ છે નહિ પુનઃ એ સંપ્રતિ રાજાએ પિતાના દાસ તથા ઘરની દાસી તેઓને સાધ્વીને વેષ આપી અનાય દેશમાં વિહાર કરાવ્યા. ઘણા ગાઢ મિયાત્વને સમક્તિ પમાડી આર્ય જેન કર્યા. ઇત્યાદિ ઉત્તમ સુત કરી યહિભવ પરભવ આત્મકલ્યાણને હેતુ જાણી નિપજાવી કેરવકુલ માર્ય વંશ શોભાવી સંપ્રતિદ્રુપ સો વર્ષ આયુ સંપૂણે સદ્ગતિને ભજનાર થયો. ગાથા-કોસંબીએ જેણું દુમષ ધાવિઓ તઓ જાઓ ! ઉજેણીએ સંપઈ, રાયા સોનદઉ સુહસ્થી છે ઇતિ સંપતિ નૃપ સંબંધ. એ શ્રી આર્ય સુહસ્તિ સૂરિ લઘુગુરૂભાઈ તે ગચ્છની પટ્ટપર થયા અને વડા ગુરૂભાઈ શ્રી આર્ય મહાગિરિસૂરિ તેણે જિનકલ્પની તુલણું કરી. દક્ષિણપણે રાજ્યપિંડ લીધે તે માટે બંને ગુરભાઇને ભાડલે આહાર પાણિને વ્યવહારૂ જૂદ થયો. શ્રી મહાગિરિસૂરિએ સમ્મિત શિખરની યાત્રાને હેતુએ પૂર્વ દિશામાં વિહાર કર્યો. તેની પેઢી ચારને આંતરે શ્રી દેવદ્ધિ ક્ષમા-શ્રમણ થયા. હવે શ્રી આર્ય સુહસ્તિ સૂરિએ વર્ષ ૩૦ સંસારીપદ ભોગવી પછી શ્રી સ્થૂલિભદ્ર સ્વામીને હસ્તે દીક્ષા લીધી. અને વર્ષ ૨૪ શિષ્યપણે ગુરૂ શ્રી યૂલિભદ્ર સ્વામીની સેવા કીધા પુનઃ વર્ષ ૪ર યુગપ્રધાનપદવી ભગવી સર્વાયુવર્ષશત સંપૂર્ણ શ્રી વીરાત બસે એકાણુ ૨૮૧ વર્ષ શ્રી આર્ય સુહસ્તિસૂરિ સ્વર્ગે ગયા. તત્પ ૯ સુસ્થિતસ્વામી. લઘુ ગુરૂભાઈ શ્રી સુમતિબદ્ધ સ્વામિ-એ બેઉ ગુરભાઈને એક વ્યાઘાપત્યોત્ર. તેમાં શ્રીસુસ્થિત સ્વામી તે પટ્ટધર જાણવા. અને લઘુગુરૂભાઈ શ્રીસુપ્રતિબદ્ધ સ્વામી તે ગચ્છની ચિંતા ના કરણહાર થયા. તે માટે એ બેઉ ગુરૂભાઇના નામ જોડે લખ્યા છે. પુનઃ એ બેઉ ગુરૂભાએ આલીયખડે કાકંદી નગરીએ મહર્ષિ શ્રીગૌતમ કથક જે સૂરિમંત્ર તેહને કેડીવાર સ્મરણ કીધે. ત્યારે નવમા પાટ થકી કેટિગ એવું બીજું
SR No.536627
Book TitleJain Shwetambar Conference Herald 1915 07 08 09 Pustak 11 Ank 07 08 09
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1915
Total Pages394
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy