________________
૧૬
ન આપવું, ગાળાગાળ ન કરવી એવું તો દરેક જણ કરી શકે. જેઓ સાચા અસહકારી છે તેમના ઉપર આના કરતાં વધારે મોટો બોજે છે. તેમણે અંત્યજ બાળકોને પ્રેમથી કેળવવાં જોઈએ. પિતાના સહવાસથી તેમને ગુણગ્રાહી • બનાવવાં જોઈએ. સ્વચ્છતા શીખવવી જોઈએ એટલું જ નહિ પણ એની ટેવ
પાડવી જોઈએ, અને એને વિષે પ્રેમ ઉપ્તન્ન કરો, જોઈએ. આગેવાનોએ - બની શકે ત્યાં પિતાની સંસ્થાઓમાં અંત્યજોને રાખવા જોઈએ ને અંત્યજોની ગંદી ટેવોને લીધે જ ચીતરી ચડતી હોય તેવા સનાતનીઓને બતાવવું જોઈએ કે સારા સહવાસની અંદર રહેવાથી અંત્યજે પણ સ્વચ્છ ને સુઘડ રહી શકે છે. - જે લેકે મ્યુનિસિપાલિટીઓ સાથે સંબંધ ધરાવે છે, તેઓ અંત્યજના મહેલાઓ સ્વચ્છ રહે, ચમારના કુંડેને માટે જ્યાંથી ચામડાં ચોરાઈ જવાને ભય લાગે, તેટલે દૂર પણું નહિ, અને ગામમાં દુર્ગધ આવે તેટલે નજદીક પણ નહિ એવી જગા મળે; તળાવો, કુવાઓ વગેરેમાંથી તેમને વધારે વખત ન રોકાવું પડતાં, ને અપશબ્દો ન સાંભળવા પડતાં, માનભરી રીતે જોવાની, તથા પાણી ભરવાની સગવડ મળે–એવી જાતને બંદોબસ્ત
બહુ જ સહેલાઇથી આજની સ્થિતિમાં કરી શકે એમ છે. ભંગીઓની - બાબતમાં તો તેઓ ઘણું જ વધારે કામ કરી શકે; કેમકે મ્યુનિસિપાલિટીઓને ને ભંગીઓને સંબંધ તો માલિક અને નોકરાને છે. એટલે મ્યુનિસિપાલિટીએનો એમના પર દરેક રીતનો કાબુ હોય છે. ધનિકે અંત્યજોને ઘણી રીતે ઉપયોગી થઈ શકે. કેટલાએ અંત્યજ નિયમિત ધંધા વિનાના હોવાથી જે મળે તે મજુરી કરે છે. તેમની સ્ત્રીઓને પણ તેમજ કરવું પડતું હોવાથી તેઓ અનેક મુકરદમની દુષ્ટ વાસનાઓને ભોગ થઈ પડે છે. એ બધાને માટે સ્વાર્થબુદ્ધિ ન રાખતા અંત્યજોને માટે ઉદ્યોગની મોટી વસાહતો સ્થાપે તે તેમની દુઆ મેળવે. એમની બનાવેલી ચીજો જેવી કે ટોપલા, સુપડાં, જોડા, કાપડ વિગેરેને માટે મૂડી પૂરી પાડે અને માલ પ્રામાણિકપણે વેચી આપે તે પણ અંત્યજોને કેટલુંયે સુખ થાય. સરકારી અધિકારીઓ પણ પોતાના ધમ ખરી રીતે બજાવે તે અંત્યજોને વેઠના જુલમોમાંથી મુક્ત કરી શકે. તેમને દારૂની બુરી બદીમાંથી જરૂર છોડાવી શકે ને જુગાર તે તેઓ એકદમ અટકાવી શકે.
અંત્યજ ભાઈઓ! તમારે પણ એમ સમજવું ન જોઈએ કે બીજાઓ પિતાને માટે બધું કરી આપશે. તેઓ તો સલાહ આપશે. કંઈક મદદ કરશે. પણ કોઈનું બાંધી આપેલું ભાથું કંઈ જીદંગી સુધી પહોંચે નહિ, અને શેઠની શીખામણ ઝાંપા સુધી જ પહોંચી શકે. આગળ આવવું એ