________________
હીલચાલનો હિસ્સો પણ તેમાં છે. સમાજસુધારાની અંદર બીલકુલ ભાગ ન લેનારા સ્વર્ગસ્થ લોકમાન્ય અસ્પૃશ્યતાની વિરુદ્ધ જેટલાં આકરાં વચનો કાઢય છે તેટલાં બીજા કોઈ આગેવાને નથી કાઢ્યાં. કલકત્તા કોંગ્રેસમાં અંત્યજોને માટે પહેલવહેલો ઠરાવ પસાર કરનાર બધા માણસે કંઈ સુધારાવાળા નહોતા, પણ સમજુ માણસને માટે દેશની સ્થિતિ તરફ આંખ મીંચામણાં કરી શકાય એવું રહ્યું જ નહોતું.
અસ્પૃશ્યતા નિવારણનું પગલું જેમને બહુ આકરું લાગતું હોય તેવા સનાતનધર્મીઓએ પણ આજ સુધી અંત્યજોની પ્રત્યે બતાવેલી બેદરકારીનું ફાયશ્ચિત્ત કરવું જ જોઈએ. તેમનામાં ઘણું સાધનસંપન્ન માણસો છે. તેમના ધર્માચાર્યોના ખજાના અનેક પ્રચંડ સંસ્થાઓ ચલાવી શકે એટલા સમૃદ્ધ છે. તેમને આ દિશાની સૂઝ પડે તો તેઓ રાજા રજવાડાઓમાં અને ધનિકમાં સંચાર કરવાને બદલે અંત્યજોના મહોલ્લામાં ધર્મોપદેશ કરવા જઈ શકે. ધનિકાના કસ્તા, સુશિક્ષિત અને ભણેલાઓ કરતાં, ધર્મની જરૂર આજે અંત્યજોને હજારગણી વધારે છે. આપણા વ્યાસજીઓ અને ભજનિકો નરસિંહ મહેતાનું અનુકરણ કરીને અંત્યજને આંગણે જઈ તેમને તામસ પૂજામાંથી છોડાવી શકે. અનેક પૈસાદાર વાણીઆએ આજ સુધીનાં અન્યાય આચરણને કંઈક બદલો વાળવા માટે એમને સ્વછ ખુલ્લી જગામાં રહેવાનાં સારાં ઝુંપડાં બાંધી આપી શકે, ને તેમને માટે સસ્તી અનાજ ને કપડાંની દુકાને કાઢી શકે. ડોકટરો એમને માટે મફત દવાખાનાં ખોલી શકે. સુશિક્ષિત લેકે વર્તમાનપત્રો, વ્યાખ્યાનો તથા મંછક લૅન્ટનની સહાયથી દુનિયાના જુદા જુદા દેશની પ્રજાએ કેવી રીતે સુધરી, કેવી રીતે એમણે પોતાની ગરીબાઈને દુર કરી, તે સમજાવી શકે. હિન્દુસ્તાનમાં અને તેમાં પણ ખાસ કરીને
અંત્યજોમાં થઈ ગયેલા સંતનાં પાવન ચરિત્રો એમને સંભળાવે. જુદા જુદા રેગો કેમ ઉન્ન થાય છે તે એમને બતાવે, અને સાવચેતીના ઉપાય સૂચવે. આ બધું કામ કર્યા પછી જેઓ કેવળ શાસ્ત્રનાં ફરમાન પાળવા માગતા હોય તેમણે પિતાની શરીરશુદ્ધિને માટે ખુશીથી નહાઈ લેવું. એમ કરે ત્યારે જ સમજી શકાય કે તેમનામાં અંત્યજે વિષે પ્રેમભાવ છે, બંધુભાવ છે, દયાવૃત્તિ છે, અને કોઈ પણ માનને ખાતર તેઓ શાસ્ત્રની વિરુદ્ધ જવાને તૈયાર નથી. બાકી જ્યારે લોકમતનું જોર વધે ત્યારે “અંત્યજોને સુખસગવડનાં સાધન કરી આપવાની વિરુદ્ધ અમે કહ્યાં છીએ ? ” એમ કહેવું એ તે પિતાની હલકી વૃત્તિ છુપાવવાને એક સભ્ય રસ્તો છે. એનાથી આ જમાનામાં કઈ છેતરાય એમ નથી. એમને પૂરતું મહેનતાણું આપવું, એ જુદું