SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ १४ હમેશાં નીચા જ રહેવાના હૈાવાથી તેઓ ઉચ્ચ ગુણા કેળવે, વિદ્યાસ'પન્ન થાય, પરાક્રમી બને, તેપણુ સમાજમાં પેાતાને ચેાગ્ય સ્થાન મળવાનું જ નથી, એ નિરાશાથી તેએ કેવળ ગુલામ બને છે. જ્યાં જમીનનેા વેંત જેટલે કકડા પણ પેાતાના ન હેાય, જ્યાં ભિક્ષાવૃત્તિ ઉપર ગુજરાનને આધાર હાય, . જ્યાં કાઇ પણ વસ્તુ ઉદ્યોગથી નહિ પણ્ કરગરીને મેળવવાની હોય, ત્યાં જરાક જેટલું મળે એટલે માણસા હુંઘેલાં થાય છે. હમેશાં ગાળેા ખાવાની ટેવ પડી જવાથી પ્રેમથી કહેલાં સત્ય ઉપદેશનાં વાક્યેા અસર કરી શકતાં નથી, એટલું જ નિહ પણ મેટામાં મેટા ઉપકારકતાને માટે પણ આભારની લાગણી ઉત્પન્ન થતી નથી, કેમકે તે આળખવા જેટલી પણ માણસ' એનામાં રહેતી નથી. આસપાસ દુર્ગંધ, અપવિત્રતા અને હલકાઈને જ દેખાવ દેખાતા હાવાથી આખું જીવન કેવળ શીંગડાં પૂછ્યાં વિનાના પશુની પેઠે વ્યતીત થાય છે. આટલે જબરદસ્ત પત્થર ગળે બાંધી રાખીને દેશ કેવી રીતે પરવશતાના સમુદ્ર તરી જવાનેા ? આટલા મેટા ભાગની કંગાલિયત એ દેશની જ કંગાલિયત છે. તેમની નિર્બળતા અને કૃતવ્રતા એ દેશની નિબંળતા ને કૃતવ્રતા વધારે છે. તેમના દુર્ગંણા દેશને નડ્યા વિના રહેવાના નથી, માટે અંત્યજ પ્રશ્નની ઉપેક્ષા કરવી એ મેાતને ખેલાવવા બરાબર છે. ` જન્મતઃ આપણી અને અંત્યજોની શકિતમાં બહુ ભેદ હાય એમ કઈં જ જણાતું નથી. માત્ર ખેાટી માન્યતાના ફેલાવાથી અને અણુટતા આચરણથી આવે ભયંકર ક્રક ઉંચ ને નીચ મનાતી ક્રામમાં પડી જાય છે. શુદ્ધ વિચારપદ્ધતિને કૃત્રિમ વલણ મળે છે. અને એકંદર મનષ્યન્યકૂચચયર, ધર્મ વ્યયંત્ સમગ્ર રાજીવન દંભી બને છે. અસ્પૃશ્ય લેાકેાની દુર્દશાનું વર્ણન કેટલાક જુના લેાકેાને કેવળ અતિશયેાક્તિ ભરેલું લાગે છે. તેઓ કહે છે કે અંત્યજોના પેાતાના મનમાં તા એવા કાંઈ અસતાપ હોતા જ નથી. પણ એવા અસાય નથી તેનું કારણ શું ? નરકના કીડા લાંખી ટેવને લીધે નરકમાં જ મજા માણવા લાગે છે, એ વાત ખેાટી નથી. બહિષ્કૃત લેાકેાના મેટા ભાગમાંથી ટેવને લીધે બધી મહત્ત્વાકાંક્ષા જ મરણ પામી છે. કાઈ કડકા રોટલા આપે તેની આગળ મ્હાં ફ્રાડીને ઉભા રહેવાની ટેવ પડી ગઈ હાય છે. પણ જરાક ભણ્યાઞણ્યાથી, જરાક દુનિયા જોવાથી, જાગૃત થતી બુદ્ધિ એની વેરવૃત્તિને જગાડે છે, ત્યારે પાછળનું બધું વેર વાળવા એ ચુકતા નથી. મદ્રાસ તરફના અત્યોના કેટલાંક વરસથી ચાલતા આવેલા વલણથી. આ સ્પષ્ટ થાય છે. અસ્પૃશ્યતાની હીલચાલને રાજ્યદ્વારી હીલચાલમાં સ્થાન મળ્યું તે કેવળ આગેવાનેાની ઉદારતાથી જ નથી, અંત્યજોની પોતાની
SR No.536627
Book TitleJain Shwetambar Conference Herald 1915 07 08 09 Pustak 11 Ank 07 08 09
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1915
Total Pages394
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy