________________
૧૩
ફેરફાર થતો પણ આવ્યો છે. જુદા જુદા જમાનાની સ્મૃતિઓ જુદી જુદી રચાય છે. યાજ્ઞવલ્કય સ્મૃતિમાં પિતાના પહેલાંના અઢાર ધર્મશાસ્ત્રીપ્રયોજકને ઉલેખ કરે છે. આજે સમાજની અંદર ધર્મમાં તેમજ દરેક વિષયમાં એટલી અંધાધુંધી, એટલો અનાચાર, એટલી અનીતિ, વધી પડેલાં છે કે આજે દુનિયા ની સ્મૃતિકાર, નવો ધર્મ પ્રવર્તક માગે છે. આ સ્મૃતિકાર કાણું થશે તે તે આપણે શું કહી શકીએ ? પણ આપણે એટલો ખ્યાલ કરીએ કે આજના ભદ્રશાસ્ત્રીઓના વર્ગમાંથી કોઈ આ અધિકાર મેળવશે કે સ્વામી વિવેકાનંદ, રામતીર્થ, દયાનંદ, કેશવચંદ્ર, સ્વામિનારાયણ, માલવીય, શ્રદ્ધાનંદજી, ટિળક, ગાંધી, આનંદશંકર એમાંના કઈ મેળવશે ? આ પાછળના પુરુષોએ કદાચ ધર્મસિન્ધ અને નિર્ણય સિબ્યુનાં પાનાં નહિ ફેંધાં હોય, પણ હિંદુધર્મને રહસ્યમય અભ્યાસ હાલના શાસ્ત્રી પંડિત કરતાં આ લોકેએ એછે કર્યો છે એમ કહેવાની હિંમત તે કેદ જ કરી શકે એમ નથી. ધર્મપ્રવર્તક અથવાધર્મ પ્રચારકને મુખ્ય ગુણ છે તેજસ્વિતા એટલે ઉગ્ર તપશ્ચર્યા, અત્યંત શુદ્ધ ચારિત્રઅને દુનીયા માટે ખપી જવાની તૈયારી. આજના જમાનામાં જેણે સનાતન ધર્મના ગ્રંને અભ્યાસ સુરકમ બુદ્ધિથી અને શ્રદ્ધાયુક્ત અંતઃકરણથી કર્યો હોય, હિંદુસમાજના હૃદયને ઓળખ્યું હોય, દુનિયાની બીજી પ્રજાના ધર્મ તથા ઈતિહાસને જાણ્યા હોય, જે નિર્વેર વૃત્તિથી જગતના શાશ્વત કલ્યાણને માટે મરી ફીટવા તૈયાર હોય, એ કઈ મહાપુરમાં જ્યારે નવ ધર્મ પ્રવર્તાવશે અથવા જુનામાં નવો પ્રાણ રેડશે, ત્યારે સમાજમાં સુવ્યવસ્થા આવશે ને કાળી રાત્રિ પછી જેમ સૂરજ ઉગે અને આખું જગત તેની આગળ આદયુક્ત કુતૂહલથી મૂકી પડે, તેમ અનેક મતભેદને ભૂલી એવા મહાપુરૂષ પાછળ સમસ્ત સમાજ ચાલશે અને બધે સુવ્યવસ્થા થશે.
ધમને વિષે આટલો લંબાણથી વિચાર કર્યા પછી સાધારણ બુદ્ધિને અસ્પૃશ્યતાની બાબતમાં શું વિચારી સુઝે છે તે જોઈએ. સમાજને કઈ પણ ભાગ સંડે તો આખું શરીર એનાથી પીડાયા વિના રહેતું જ નથી. બીજાને ગુલામ રાખનાર એ ગુલામી કાયમ રાખવા માટે પિતે ગુલામાં સ્વીકારે છે. સમાજમાં અસ્પૃશ્ય વર્ગને કાયમન હલકે ગણવાથી આખા સમાજને નુકસાન થાય છે. ઉંચ ગણાતા વર્ગની ઉચ્ચતા યાવદિવાકરી કાયમ જ રહેવાની હોવાથી ખરા ઉચ્ચ ગુણને કેળવવાની અને જરૂર જ પડતી નથી. એનામાં મગરૂરી અને એદીપણું વધે છે. બીજી બાજુથી અંત્યજે