________________
જૈનેનું પ્રાચીન ગદ્યસાહિત્ય.
૩ર ૧ पीठिकामांथी थोडोक उतारो
એ સંસારી જીવ દેવતત્વ ગુરૂતત્ત્વ અને ધર્મતત્ત્વની ભૂલે અનાદિને સંસાર ચક્રમાંહે ભમી રહ્યા છે. શરીર ઇકિય સુખ પરિગ્રહ તેને હિતકારી માન્યા છે, અને પિતાનું આત્મસ્વરૂપ અનંતાનંદમય વિસારી મૂક્યું છે, તે સંભારતેજ નથી પણ સંજ્ઞી પંચૅક્રિયપણું પામી ને જે પોતાને શુદ્ધ ધર્મ તથા શુદ્ધ ધર્મના કારણ સેવે નહીં તે આત્મા સ્યાત સ્વસંપદા કેમ પામે ? તે માટે ઉપકારી જગહીતકારી શ્રીવીતરાગ પરમાત્મા પરમપુરૂષોત્તમ એવા શ્રીઅરિહંતની સ્તવના તથા સેવા કરવી. પણ રાગ વિના પ્રભુની સેવા થાય નહીં તે કાર ણથી પ્રથમ શ્રી ઋષભદેવજીની સ્તવના કરતાં શ્રીવીતરાગ ઉપર પ્રીતિ કરવી. તે રીતે કહે છે. પ્રથમ ધર્મના ચાર આચરણ કહ્યાં છે. ૧ પ્રીતિ, ૨ ભક્તિ, ૩ વચન, ૪ અસંગ. તેમાં પ્રીતિનું લક્ષણ ષોડશક ટીકાથી જાણવું * * * *
अंतभागमांथी उतारोએટલે એ એવી સ્તવન થયાં. પિતાના જાણપણું પ્રમાણે પરમેશ્વરની ગુણગ્રામે સ્તવના કરી તેમાહે જે યથાર્થ તે પ્રમાણ અને અયથાર્થનું મિચ્છામિ દુક્કડં. ગીતાર્થે ગુણ લેવો, દોષ તજ, મેં ભદ્રકતા એ રચના કરી છે. મોટા પુરૂષ ક્ષમા રાખી ગુણ લેવા. ૭ ઇતિ મહાવીર જિન સ્તવન. ૨૪. ... कलशरुप पचीशमां स्तवनमांथी
શ્રીષભદેવથી માંડીને મહાવીર પર્યત અવસર્પિણી કાલે શાસનના નાયક, ગુણ રત્નાકર, મહામાયણ, મહાપ, મહાવૈઘ, એહવા ચોવીસ તીર્થંકર થયા, તેહને “ કહેતાં ગુણગ્રામ કરીયે, અને પોતાના તરવસ્વરૂપને ધ્યાયીયે તેહને ધ્યાવે, તત્વની એકાગ્રતા પામીયે તેહથી પરમાનંદ અવિનાશી પદ પામીજે. વળી અક્ષય અવિનાશી એહવું ક્ષાયિક જ્ઞાન, તેમનુ' કેતાં અભૂત પામીજે. ૧ ઈતિ પ્રથમ ગાથાર્થ
आंहीना प्रदर्शनमा एक प्राचीन गुटको अमारा तरफथी मूकवामां आव्यो छे तेमां 'खंडाजोयणबिचार' अर्थात् 'जंबूद्वीपनो किंचित्मात्र विचार' तथा बीजो 'तेत्तीशबोलनो थोकडो' एवा वे ग्रन्थो गद्यबन्ध लखेला छे तेमाथी 'खंडाजायण विचारमाथी' केटलाक उतारा मूकुंछं. ए 'खंडाजायण विचारमा' जूदा जूदा विचारना दशद्वार-खण्ड आपवामां आव्या छे तेमाथी बेत्रण नाना द्वारनाज उतारा आप्या छे.
કહિતા જંબૂદીપમાહી ૪૬૭ ફૂટ છે. તે કિમ? ૩૪ દીર્ધ વૈતાડ ઉપર વિજય પ્રભુ ગજદતા નીષડ નીલવંત ઉપરે માલવંત ગજદંત મેરુ પર્વતને વિષઈ એટલે ૩૯ પર્વત ઉપર નવ નવ ફૂટ છે. એવં ૩૫૧ થયા. ચૂલ હેમવંતઃ સિષરી એ બહુ પર્વત ઉપર પ્યારા પ્યારા ફૂટ છે, એવં ૨૨ થયા. ૧૬ વષારા પર્વત ઉપર ચાર ચાર ફૂટ છે. સો માનસ ગંધ ભાદન એહ વિ ગજદંતા પર્વત ઉપર સાત સાત ફૂટ છે. રૂપી મહા હેમવંત પર્વત ઉપર આઠ આઠ ફૂટ છે. એટલે ૬૧ પર્વત ઉપર સર્વ ક૨૭ ફૂટ છે. ઈતિ પાંચમે દ્વાર સંપૂર્ણ ૫.