SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૮ શ્રી. જૈન . ક. હેરલ્ડ. છે. ગૂજરાતી ભાષાને જે પ્રાકૃત કહેવામાં આવે છે તે અને સ્વતંત્ર પ્રવર્તતિ પ્રાકૃત એ બેમાં મોટું અંતર અને ભિન્નપણું છે, પરંતુ અત્રે ભાષા નિર્ણયને વિવાદ ન હોવાથી તે વાત પડતી મેલું છું. જરૂર જણાયેથી અને બની શકે તો એ ઉપર પણ ભવિષ્યમાં કોઈ વખતે ઉલ્લેખ કરવા ઉમેદ રાખું છું, જ્યારે પાર પાડવી કુદરતને હાથ છે. . ઉપર કહ્યું તેમ કેટલાક ગધગ્ર જોવામાં આવ્યા તેમાંથી બન્યા તેટલાંનાં અત્રે ઉતારો આપ્યા છે, લેખ મેટ ન થાય તે પર વિચાર કરીને. ઉપર કહ્યું તેમ તપાસ કરતાં એક સ્વતંત્ર ટીકા રૂપે લખાયેલે ગધગ્રન્થ મારા જેવામાં આવ્યો એનું નામ “શ્રીસમકિત પરીક્ષા” અથવા “શ્રી સમ્યકત્વ પરીક્ષા' એવું છે. આ ગધગ્રન્થ અને તેમાં પણ વળી ધાર્મિક વિષયથી પરિપૂર્ણ હોવાથી છપાવી લેવાની ઈચ્છીએ તે ગ્રન્થને હું મારી પાસે લાવ્યું, પરંતુ અવકાશની એાછાશને લીધે હજુ તે છપાવી શક્યો નથી. એ ગ્રન્થ અને શ્રીમન્મોહનલાલજી મહારાજના શિષ્ય પંન્યાસ શ્રીરિદ્વિમુનિ પાસેથી તેઓના સુરતના ભંડારમાંથી પ્રાપ્ત થયું હતું, અને સંપૂર્ણ જવાની ઇચ્છાવાલાને સુગમાં થાય તેવું ધારીને આ પરિષદ્ અંગે ભરાનારા પ્રદર્શનમાં મૂકવામાં પણ આવ્યો છે આ ગ્રન્થ તપગચ્છની વિમલની શાખામાં થયેલાં શ્રીવિબુધવિમલ ચુરિયે વિક્રમ સંવત - ૧૮૧૩ માં રચે છે. આને સંસ્કૃત ભાગ પણ આશરે દોઢસો લેક પ્રમાણ પોતેજ રચી તે ઉપર ગૂજરાતીમાં ટીકા રૂપે આ રચે છે છતાં પણ બંને સ્વતંત્ર ગ્રંથ તરીકે ઓલખાય છે. ગ્રન્ય આશરે સવાસો વર્ષ ઉપર રચાયેલું છે તેથી હમણુની અને સવાસો વર્ષ ઉપરની ભાષામાં કેવો ફેરફાર હતો તે પણ આ ઉતારા ઉપરથી જાણવાનું બની આવે તેવું છે. આવી બાળાવબોધ (ગૂજરાતી ગધ) ટીકાઓ અને રબા (ગૂજરાતી શબ્દાર્થ) ઓ ઘણા ગ્રન્થ ઉપર રચાયેલાં જોવામાં આવે છે, અને એ મોટે ભાગે યતિયો, સાવિયો, અને કેટલાક કાળ વચ્ચેના સંસ્કૃત–માગધી નહિ જાણનાર એવા સાધુઓ કરતા હતા તેવું મારું માનવું છે. આ સ્વતંત્ર ટીકા ગ્રન્થની, ટબાઓની, અને બાળાવબોધની ભાષાઓની સરખામણી સારૂ થોડાક ટબાઓના ઉતારા પણ અત્રે આપ્યા છે. સમ્યકવ પરીક્ષા સ્વતંત્ર ગ્રંથ વા ટીકા છતાં બાળાવબોધના નામે પણ ઓળખાય છે એ ફરી જણાવવું ઉપયોગી લાગ્યું છે. કારણ કે તે સમયમાં ગુજરાતી ગ્રન્થોને બાલાવબોધ તરીકે ઓળખવામાં આવતા હતા. કર્તાએ પોતે પણ બાળાવબોધજ સમયને અનુસરીને કહ્યા છે. જુઓ – . “g કન્થનું નામ સચવાનો વાઢાવો વાળવો” એવું ગ્રંથકારે લખ્યું છે. આપવામાં આવેલા ઉતારા પ્રાચીન પ્રતિયો પ્રમાણે અક્ષરે અક્ષર આપ્યાં છે. श्री सम्यकत्व परीक्षामांथी गुजराती गद्य साहित्यना उतारा. अंदर आवेला मूल तथा प्रक्षिप्त संस्कृत श्लोकोना उतारा करवामां आव्या ના, માત્ર વાટાવા પુરત શr= ઉતારવામાં આવી છે “' કહેતાં પ્રણામ કરીને તે સ્યા પ્રતિ? “Gર્શ્વનાથ. 'પાર્થ નામા યક્ષ ઍ શ્રી પાર્શ્વનાથ તીર્થકર ભગવંતના શાસનનો અધિષ્ઠાયક યક્ષ છે. તેનું નામ
SR No.536627
Book TitleJain Shwetambar Conference Herald 1915 07 08 09 Pustak 11 Ank 07 08 09
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1915
Total Pages394
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy