________________
જૂની ગુજરાતી અને જૈન સાહિત્ય.
૩૧૫
અબળા સબળ જાણુંને, સુતી કાંત વિમાસી રે;
રાત્રિમાંહી મૂકી કરી, નળરાજા ગયે નાસી રે. આમાં પ્રાકૃતનો એકપણ શબ્દ કે રૂપ જોવામાં આવતાં નથી. શાસ્ત્રી વૃજલાલ કાળીદાસે કેટલીક વાનગીઓ આપી છે તે જુઓ. ૧૪૮૧ માં લખેલું વેદિઆ બ્રાહ્મણના પુસ્તકમાંથી,
વૈશાખ શુદિ ભૂણુદાન દીજઈ, કાર્તિક શુદિ નવમી ચેખાદાન દીજઇ.
લધુ બાલક દંતવિના મરઈ તેહનું સૂતક દીન એક. સંવત ૧૪૦૦ ના સૈકામાં લખાયું હશે એવું અનુમાન કરી આપેલ વા –
કરંજ ભૂલ ગાઈ તણુઈ મૂત્ર સું પિજઈ હરસ જાઈ.
છાસિ સઉં પાકઉં બીલું પી જઈ હરષ જાઈ. રત્ન પરીક્ષાની ટીકામાંથી (સાલ નથી)
મોતીનું પહિ લઉ આગર સિંઘલદીપ,
જાણિ વ૬, બી જઈ આગર આરબ દેશ જાણી વઉ. જૈન ધર્મ નવ તત્વ બાલાવબોધની ૧૫૮૧ માં લખાએલી પ્રતમાંથી;
કિતલી ગોલી અજમા પીપલી મિરી ભારંગી સંઠિ પ્રમુખ દ્રવ્ય કરી ઉપની હુઈ તે વાય ફેડ– ૧૫૮૨ માં લખેલા જીવ વિચાર નામક જૈન પુસ્તકમાંથી
સિદ્ધના જીવ નઈ દેહ નથી, પ્રાણુ નથી, એની નથી
જીવજિન વચન અણ લહત સંસાર માહિ ઘણું શિર, ઉપરના ફકરાઓમાં પ્રાકૃત શબ્દો નથી; માત્ર ઈ ઉ છૂટા લખેલા અને જોડણીમાં હેરફેર છે. હજી પણ કોઈ ધીને ઠેકાણે ઘઈ, ધીઈ એમ લખે છે, એ ને ઠેકાણે ઇ કડી તરફ વિશેષ બેલાય છે જેમ કરીં શ્રીં, જાઈ છીં, એને ઠેકાણે ઈ વપરાય છે, જેમ જિમ, તિમ, ઇને ઈને ઇત્યાદિ, દીજે ઠેકાણે દીજઈ, મરેના મરઇ, પીજેના પી જઈ, જાયના જાઈ, પહેલુંના પહિલઉં, જાણવુંના જાણિવઉ, બીજુંના બીજઇ, ફેડેના ફેડઈ, ફિરેના રિઇ, જીવને ના જીવનઈ લખ્યા છે. પાકુને ઠેકાણે પાકઉ છે છતાં બીલને ઠેકાણે બીલઉં નથી લખ્યું. છઠ્ઠીને પ્રત્યય દીર્ઘનુ, કેટલીને બદલે કિતલી, પીપરીને બદલે પીપલી, ભરીને ઠેકાણે મિરી, સુંઠના સુંઠિ જોવામાં આવે છે, એટલે જે જૂની ગુજરાતી કહેવી હોય અથવા અપભ્રંશમાંથી ઉતરેલી ગણવી હોય તે તેનાં આ ઉદાહરણો કહી શકાય. આવી જાતનાં બીજાં ઘણું ઉદાહરણ શાસ્ત્રી વૃજલાલે ગુજરાતી ભાષાના ઈતિહાસમાં આપેલા છે, તે તે ઉપરથી જૈનના રાસા અને અન્ય ધર્મીઓની કવિતાની ભાષામાં તફાવત ઘણો છે, એટલે જૈન લેખકોમાં પ્રાકૃતનું ભરણું વિશેષ છે, અને તેથી તે જૂની શુદ્ધ ગુજરાતી તે નજ કહેવાય. જે લેખકોને ગુજરાતીનું સારું જ્ઞાન હશે તેમણે પ્રાકૃતિને ઓછો ઉપયોગ કરેલો જણાય છે. જેમ જેમ શ્રાવમાં પ્રાકૃત માગધીનું જ્ઞાન ઘટતું ગયું તેમ તેમના સાધુઓએ કવિતામાં તેને ઓછો ઉપયોગ કર્યો હોય તે સંભવિત છે. ઘણાખરા રાસાઓ સાધુઓને હાથે લખાયા છે, અને તેમની ભાષા કેવી શા કારણે