SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૪ જેન . કૅન્ફરન્સ હેરંડ, wwળ ઉપલી ભાષામાં અને ગૌતમ રાસાની ભાષામાં આસમાન જમીનને ફેર છે. કોઈ એ આક્ષેપ લે છે, કે નરસિંહ મહેતા વગેરેની કવિતાઓમાં ઉતારનારાઓએ ઘણો ફેરફાર કરી ચાલુ ભાષા જેવી કરી નાંખી છે, અને જૈન ગ્રંથોના ઉતારનારા સારા લડિયા હેવાથી તેમણે અસલ ભાષા શુદ્ધ ઉતારેલી છે. આમાં કેટલુંક સત્ય છે, કેમકે ઘણાખરા લેકે પિતાને રૂચે તે ગ્રંથ ઉતારતા, તેમના પ્રમાદથી મૂળ લખેલું બંધ ન બેસવાથી કે અજ્ઞાનતાથી મૂળ લખાણમાં ફેરફાર કરેલો જોવામાં આવે છે, પરંતુ સુશિક્ષિત ન હોય એવા લખનારા પ્રાકૃત સમજનારા હોય તો તેમને ફેરફાર કરવાની જરૂર ન રહે. એટલે તેમને ફેરફાર પ્રાકૃતમયી જાની ગુજરાતીને સુધારી નવી ગુજરાતી બનાવી દે એવો ન હોય. વેદિક ધર્મના કવિઓ જૈન સાધુઓ જેવા પ્રાકૃત માગધી આદિ જાણનારા ન હોય તેથી તેમના લખાણમાં તે તે ભાષાના ઘણા શબ્દો ન આવે. માત્ર તે વખતે ગુજરાતીમાં જે પ્રાકૃત શબ્દો કે રૂપ વપરાતાં હોય તેજ આવી શકે; અર્થાત તેમની ભાષા તેજ ખરી ગુજરાતી કહેવાય. ગુજરાત શાળાપત્રમાં સંવત પૂર્વે ૫૦૦ વર્ષથી સંવત ૧૧૦૦ સુધીનાં જે દૃષ્ટાંત આપ્યાં છે તે જૂની ગુજરાતી નથી. પરંતુ જેનોની પ્રાકૃત છે, એટલે તે વિષે કંઈ કહેવા સરખું નથી. સંવત ૧૭૬૧ ના પ્રબંધ ચિંતામણીમાંથી રા. ગોકળદાસે ઉદાહરણ આપ્યાં છે, તેમાં કવણું, પિયાવઉ. ખીરું વગેરે, ગૌતમરાસાની ભાષા સાથે સરખાવતાં જાણે તે પછીની કૃતિ હોય એમ લાગે છે, અગર અને ગ્રંથો વચ્ચે માત્ર પચાસેક વર્ષને અંતર છે, તેથી તે વિષે વધુ કહેવાનું નથી, પરંતુ સંવત ૧૩૧૫ માં જે રાસ રચાય છે, તેમાં ગામ કુકડીએ કર્યો ચોમાસ, સંવત તેરે પનારા માં. આ ભાષા તે કેવળ સાંપ્રત ગુજરાતી જેવી છે માત્ર ચોમાસાને નર જાતિમાં અને માંયને બદલે મા લખ્યા છે. સપ્તમી અર્થે તિયાન પ્ર. ત્યય, ભૂતકાળને પ્રત્યય, ગામ કુકડી, કર ધાતુ, ચોમાસુ, તેર, પનર (પંદરને કાણે બીજા કવિઓએ એ શબ્દ વાપર્યો છે) એ શબ્દો ચાલુ ગુજરાતી છે, તેથી પ્રશ્ન એ થાય છે કે ગતમને રાસો જે સંવત ૧૪૧૨ માં લખાય છે તે અને સંવત ૧૩૧૫ માં લખાએલે રાસ બેઉની ભાષામાં આટલો બધો તફાવત કેમ હોય? અનુમાન છે એવું થાય કે ગોતમ રાસો જૈનેની પ્રાકૃતમય શૈલીમાં છે, અને ૧૩૧૫ નો રાસો તે વખતે ચાલતી ગુજરાતીમાં છે. સંવત ૧૫૬ ૦ ની આસપાસ લખાએલી કવિતાની વાનગી શાળાપત્રમાં અપાઈ ઘર ઘરણીને ઘાટ ઘડાવ્યા, પહેરણ આછા વાઘા; દશ અંગુલી દશ વેઢજ, પહેર્યા નિર્વાણે જાવું છે નાગા રે. વાંકે અક્ષર માથે મીંડુ, નીલવટ આઘો ચંદ; મુનિ લાવણ્ય સમય ઇમ બોલે, જિમ ચિરકાલે વરે. આ કવિતા ગોતમ રાસાથી ઘણી જૂદી પડે છે, અને તે બીજા ધર્મવાળાની કવિતા, સાથે તથા સાંપ્રત ગુજરાતી સાથે વધારે મળે છે. સત્તરમી અને અઢારમી સદીમાં લખાએલી ભાષામાં ઘણો તફાવત નથી એમ કહી શ. ગોકળદાસ અઢારમી સદીનાં ઉદાહરણ આપે છે, તે તે સાંપ્રત ગુજરાતી જેવાં જ છે. દાખલા તરીકે
SR No.536627
Book TitleJain Shwetambar Conference Herald 1915 07 08 09 Pustak 11 Ank 07 08 09
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1915
Total Pages394
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy