________________
પ્રાચીન ગુજરાતી ભાષાનું સાહિત્ય
૩૦૩ જિન સ્વરૂપ થઇ જિન આરાધે, તે સહિ જિનવર હવે રે, જંગી ઈલિકાને ચટકાવે, તે બગી-જગ જેવે રે.
સંવત ૧૭૦૦ ની સાલમાં જૈન પંડિત નેમિવિજયજીએ “શીલવતી” રાસ રચ્યો છે તેમાંથી વાનગીઃ
એરંકાર અક્ષર અધિક, જપતાં પાતિક જંત, એથી અધિકે કે નહિ, શિવપદ આપે સંત. અધ્યાપક આઠે પ્રહર, આપે આળસ અંડ,
તિરૂપ જગદિશ જે, ભાલે સમતા સંત.
શિયલવતી મોટી સતી, સહુ સતિયાં સિરદાર, રાખે અવસર શીલને, તે પામે ભવપાર. મન તૂટયાં માનવી તણાં, કુણ સાધે છે સખી સાંધણહાર કે કેણે તે કાંઈ ચાલે નહિ, મત આપ્યું છે, જે ડાહ્યા સેનાર. હુ હરખ વધામણું, સોલ્યામણું છે, તેના ઉછરંગ કે; સાજન સહુ સુખ પામિયા, માંહોમાંહે હે, સંતોષ અભંગ.
૧
૨
સંવત્ ૧૭૦૦ ની લગભગમાં જેને પંડિત શ્રીમાન યશોવિજયજી ઉપાધ્યાય થયા તેમણે ગુજરાતી ભાષામાં ઘણું સારું લખાણ કરેલું છે. તેમની વાનગી
કોઈ કહે સિદ્ધાંતમાં, ધર્મ અહિંસા સાર; આદરિયે તે એકલી છે. તજીએ બહુ ઉપચાર નિશ્ચય દષ્ટિ હૃદય ધરીજી, પાલે જે વ્યવહાર; પૂર્ણવંત તે પામશે, ભવ સમુદ્રને પાર
ભાગી જીન સીમંધર સુણો વાત. શ્રી વિજયભ સૂરીશ્વર રાજે, દિન દિન અધિક જગશેજી; ખંભનયરમાં રહી ચોમાસું, સંવત સત્તર છત્રીશે.
સંવત ૧૭૭ માં જૈન મુનિ વિનયવિજયજી થયા તેમની વાનગી –
શ્રી છનશાસન જગજયકારી, સ્વાદાદ શુદ્ધરૂપરે; નય અનેકાંત મિથ્યાત્વ નિવારણ, અકલ અભંગ અનુપરે. કોઈ કહે એક કાલ તણે વશ, સકલ જગગતિ હેયરે; કાલે ઉપજે કાલે વિણસે, અવર ને કારણે કેરે.
શ્રીમાન ધર્મમંદિર સંવત ૧૭૪૧ માં થયા તેમના “મોહ અને વિવેક' નામક રાસમાંથી વાનગી:
જ્ઞાન વડું સંસારમાં, જ્ઞાન જ્યોતિ જગમાંય; જ્ઞાન દેવ દિલમાં ધ, જ્ઞાન કલ્પતરૂ છાંય.