________________
૩૦૦
જૈન ભવે. કોન્ફરન્સ હેન્ડ –જે કોઈ પૌષધશાલામાં રહેલો પિષધ બ્રહ્મચારી-શ્રાવક-જે જિનમંદિરે ન જાય તે તે શું પ્રાયશ્ચિત પામે? હે ગૌતમ! જેવું સાધુ તેવું (શ્રાવકને) જાણવું. અથવા છઠ્ઠ-બે ઉ. પવાસથી-દુવાલસ-પાંચ ઉપવાસ-સુધી–પ્રાયશ્ચિત પ્રત્યે પામે.
ઉપર પ્રમાણે સૂત્રોની ભાષાની વાનગી આપી છે. શ્રી મહાવીર ભગવાન અને તે પછીના સમયમાં જે દેશ ભાષા હતી તે જ ભાષા સૂત્રોમાં આપેલી છે. સૂત્રની ભાષા મા ધી નથી પણ દેશભાષા છે અને તેમાં માગધી ભાષાના તથા સંસ્કૃત ભાષાના શબ્દોનું તે જ પ્રમાણમાં ભરણુંજ છે. - સૂત્ર ઉપર પાછળના આચાર્યોએ ભાષ્ય, ચૂર્ણિ, નિર્યુક્તિ, ટીકા, વગેરે કરેલ છે, આમાં નિર્યુક્તિની ભાષા જૂની છે એટલે મહાવીર પછીના ત્રણ સૈકાની છે. નંદી, વગેરે સૂર મહાવીર પ્રભુ પછી ૯૮૦ વર્ષે શ્રી વલ્લભીપુરમાં દેવર્ધ્વિગણિ ક્ષમા શ્રમણે તે વખતની દેશભાષામાં રચેલ છે, તેમાં પણ, એ આચાર્યજી ઘણી ભાષાના જાણ હોઈ ભાગધી, સંસ્કૃત, વગેરેનું ભરણું છે. આ જૈનતાંબર ગ્રંથોમાં જેમ માગધી તથા સંસ્કૃતનું ભરણું છે તેમ દિગંબર જૈન શૌસેની ભાષાના જાણકાર હોવાથી તેમના ગ્રંથમાં દેશભાષાની સાથે શૌરસેની અને સંસ્કૃત શબ્દનું ભરણું જોવામાં આવે છે. વિક્રમ સંવત ૪૯ ની સાલમાં થયેલા દિગબર જૈન મુનિ મહાત્મા શ્રી કુંદકુંદાચાર્યજીએ ઘણું ગ્રંથો લખેલા છે તે પૈકી “પ્રવચનસાર” ગ્રંથમાંથી આ પ્રમાણે વાનગી છે
आदा णाणपमाणं गाणं णेयप्पमाणमुदिष्टं ।
णेयं लोमालोग तम्हा णाणं तु सव्वगयं ॥ આત્મા જ્ઞાન પ્રમાણ છે એટલે કે જ્ઞાન જેવડો આત્મા છે અને જ્ઞાન છે તે ય પ્રમાણ છે. 3ય તે લોકાલોક એટલે શ્યાદસ્ય સર્વ જગત છે તેથી જ્ઞાન સર્વગત છે. આત્મા જ્ઞાન પ્રમાણ છે અને જ્ઞાન સર્વાગત છે માટે આત્મા પણ સર્વગત છે એ સિદ્ધ થાય છે. ( આ એક વ્યવહાર પક્ષની વાત છે. )
વેતાંબર જૈન સૂત્રોમાં આચારાંગ, સ્થાનાંગ, અને સમવાયાંગ, જેવાં મૂળ પ્રાચીન સૂત્રોમાં આત્માને માટે “સાચા ' શબ્દ વાપરે છે અને ઉત્તરાધ્યયનાદિ બીજા સૂત્રોમાં આત્માને માટે “મા” શબ્દ વાપરેલ છે અને શ્રીમાન કુંદકુંદ ભગવાને આત્માને માટે “મા” શબ્દ શૌરસેની છાયામાં વાપરેલ છે.
પ્રસિદ્ધ જૈન પંડિત હેમચંદ્રાચાર્યજી કે જે વિક્રમની બારમી સદીની લગભગ થએલા છે અને જેમણે દેશભાષા-ગુજરાતી-નું પ્રથમ વ્યાકરણ રચેલ હેઈ જેઓ ગુજરાતી ભાષાના આદિ વૈયાકરણ હેમચંદ્રસૂરિ તરીકે પ્રસિદ્ધ છેતેમના વખતની ભાષાને નમુનો –
ढोला सामला धण चंपावण्णी ।
__णाइ सुवण्णरेह कसवइदिण्णी ॥ -નાયક સામળે (અને) પ્રિયા ચંપકવર્ણ વાળી છે. કસોટી ઉપર સુવર્ણ રેખ જેવી છે અને નાયક કાપક જેવો છે.)