________________
પ્રાચીન ગુજરાતી ભાષાનું સાહિત્ય.
૨૯૭ “લોકેષણું–લોકપરંપરા-એ ચાલવું નહિ.”
જે આશ્રવ-કર્મબંધન હતુ તે પરિશ્રવ-કર્મક્ષયહેતુ છે અને જે પરિશ્રવ-કર્મક્ષય હેતુ છે તે આશ્રવ કર્મબંધન હેતુ છે થાય છે.”
જે અનાશ્રવ છે તે અપરિશ્રવ છે અને જે અપરિશ્રવ છે તે અનાશ્રવ છે.
“(જે) સંશયને બરાબર જાણે છે તે સંસારને બરાબર જાણે છે. સંશયને બરાબર નથી જાણતા તે સંસારને અપરિજ્ઞાત થાય છે. અર્થાત સંશય છે તેજ સંસાર છે અને સંસાર છે તે જ સંશય-શ્રાંતિ-છે.” *
તું આની–તારી-તારી દેહની સાથે યુદ્ધ કર, શા સારૂ બહાર યુદ્ધ કરે છે. ખરેખર આવો યુદ્ધને સમય ફરી મળવો દુર્લભ છે. મતલબ કે તું તારી ભૂલ સાથે જ યુદ્ધ કરીને નિજાત્મામાં વિલીન થા. આવો સમય મળવો દુર્લભ છે.”
જ્યાં સમ્યત્વ–આત્મજ્ઞાન છે ત્યાં મુનિપણું છે અને જ્યાં મુનિપણું છે ત્યાં સમ્યકત્વ-આત્મજ્ઞાનને અડગ નિશ્ચય છે મતલબ કે આત્માનુભવી છે તેજ મુનિ છે.
“સમ્યકત્વવંત માણસને સમ્યગ અને અસમ્યગ એ સર્વ સમ્યગ રૂપે પરિણમે છે.”
“જેને તું હણવા ઇચ્છે છે તે તું તેિજ છે. જેના ઉપર તું હુકમ કરવા ઇચ્છે છે તે તું પોતેજ છે. જેને તું પરિતાપ ઉપજાવવા ઇચ્છે છે તે તું તેિજ છે. જેને તું ઘાત કરવા ઈચ્છે છે તે વાત કરવા યોગ્ય સામે જીવ) તું તેજ છે. મતલબ કે તું અને સામે બીજો જીવ તે તું પોતે જ છે પણ સામે પ્રતીત થતી વસ્તુ તારાથી ભિન્ન કોઈ બીજી નથી; તું જે કાંઈ કરવા ઇચ્છે છે તે સર્વે તારેજ ભોગવવાનું છે. તારી ભૂલથી તુજે તને પિતાને હણવા ઈચ્છે છે, તું જ તારા પિતાના ઉપર હકુમત ચલાવવા ઈચછે છે, તું જ તને પિતાને પરિતાપ ઉપજાવવા ઇચ્છે છે અને તું જ તારા પિતાને ઘાત કરવા ઇચ્છે છે પણ બીજા કોઈને નથી કરતે એમ સમજવું.
જે આત્મા છે તે જ્ઞાન છે, જે જ્ઞાન છે તે આત્મા છે, જે (જ્ઞાન) વડે જાણે છે. તે (જ્ઞાન તે) આત્મા છે. (એ પ્રમાણે જ્ઞાન અને આત્માના) તદ્રુપને જાણે છે તે જ આ ભવાદી છે) એવા (જ્ઞાન એજ આત્મા અને આત્મા એજ જ્ઞાન) જાણનાર પુરૂષનું સં. યમાનુષ્ઠાને બરાબર યથાર્થ છે.”
(આત્મજ્ઞાનીના અનુભવને કે સિદ્ધ-પૂર્ણ બ્રહ્મ સ્વરૂપને વર્ણવવા કોઈ સ્વર-ધ્વનિ શબ્દ-સમર્થ નથી, તર્કો ત્યાં જઈ શકતા નથી, મતિ તેને પહોંચતી નથી. (કર્મ રહિત)' એકલ-અદ્વૈત-એ-શુદ્ધાત્માના સંપૂર્ણ જ્ઞાનમય વિરાજે છે. ઉપમા ત્યાં જતી નથી મતલબ કે આત્મસ્વરૂપ અનુપ છે, અરૂપી સત્તા છે.” ભાવાર્થ એવો છે કે આત્મસ્વરૂપ અનિવચનીય–અવાચ્ય-છે; માત્ર અનુભવગમ્ય છે.
ઉપર પ્રમાણે આચારાંગ સૂત્રની ભાષા સૌથી જૂની છે તથા ખરેખર જિન સિદ્ધાંત પણ તેમાંજ સમાયેલો છે.
આચારાગ સૂત્ર પછીની ભાષાના નમુનાઓ – સુયગડાગ-સૂત્રકૃતાંગ:
अन्यत्तरूवं पुरिसं महंतं सणातणं अखयमव्वयं च । सम्बेसु भूतेसु विसवतोसे-चंदोवताराहिं समत्तरूवे ।।