________________
પ્રાચીન ગુજરાતી ભાષાનું સાહિત્ય.
૨૯૩ આહર, રબારી, મેર અને બાબરીયા એ સિંધ અને ગુજરાતના આવેલા જુના આભીર અને બાબર xx તેઓની મિશ્ર ઓલાદમાંથી થયા છે.
ચૌરા એટલે ચાવડા લોકોમાં જયશિખર, વનરાજ એ જૈનધમી હતા, એ પંચાસરા પાનાથના તીર્થ ઉપરથી સ્પષ્ટ જણાય છે.
જુનાગઢના રાજાએ જનધમી હતા. માંડલિક પણ જૈનધમી હતા એમ તેમના શિ લાલેખ ઉપરથી જણાય છે.
પ્રાચીનકાળમાં સૌરાષ્ટ્રમાં જેનેજ સુધરેલા હતા, તેમની સર્વોપરિ સત્તા હતી અને બાકીના ટંટાખોર તથા જંગલી હતા એને માટે ઉપર પ્રમાણે અનેક પુરાવા મળી આવે છે. “આ વખતથી સોરઠ સિદ્ધરાજને તાબે થયો તેણે વનરાજના મિત્ર ચાંપાના વંશના સજજનને પિતા તરફથી અધિકારી ઠરાવ્યો. તેણે ત્રણ વર્ષ સુધી સોરઠની પેદાશ નેમનાથનું મંદિર ચણાવવામાં ખરચી. આ બાબતને સિદ્ધરાજે જવાબ માંગ્યો, ત્યારે સજજને ખાતરી થાય એવી રીતે હિસાબ આપ્યો.”
આ શાખાને પહેલે માંડલિક રાજા થયો તે મોટે જૈન ભક્ત હતે. ગિરનારના શિલાલેખમાંથી જણાય છે કે તેણે ગિરનારમાં નેમનાથનું મંદિર બંધાવ્યું હતું. આ જૈન ધર્મની વગથી જ તેને ગિરનારમાં પોતાનું રાજ પાછું સ્થાપવા કુમારપાળે પરવાનગી આપી હશે.”
- જુનાગઢના ચુસ્ત જૈન તરીકે પ્રસિદ્ધ થએલ મંડલિક રાજાઓ પૈકી એકને સંવત ૧૫૭ ની સાલનો લેખ ઉપર કેટમાં છે તેમાં લખ્યું છે કે સમસ્ત વ સમાન करण-कारकेन पंचमी अष्टमी चतुर्दशी दिनेषु सर्व जीव अमारि कारिता+xx श्री-गति जीवन विणासइ वीजा लोक जीब न विणांसइx.
चीडीमार सीचाणफा पाराधि आहेडा न करइ चोर न मारिषा बावर खांट तुरक एहे पाहडे जीव कोइ न विणासइ चादशी घाणी न पीलाइ कुंभकार पंच ફીમાં નં-કિ –વગેરે– - ઉપરના લેખમાં જૂની ગુજરાતીનું ભાન થવાની સાથે જૈનેની પંચ પરબી (પર્વ) પૈકી બીજ, પાંચમ, આઠમ અને દશ, વગેરેનું ભાન થાય છે.
વસ્તુપાલ અને તેજપાલ નામના ચુસ્ત જૈન ભકત અને ધનાઢ્ય ગૃહસ્થોએ આખા ગુજરાત અને કાઠિઆવાડમાં સર્વોપરિ સત્તા મેળવી હતી એમાં તો કોઈથી પણ ના કહી શકાય તેમ નથી. ભલે તે કારભારીઓ હતા પણ સત્તામાં રાજાથી પણ વિશેષ હતા. વસ્તુપાળ અને તેજપાળના સંબંધમાં ઇતિહાસનો એવો મત છે કે “ધોળકાનું તખત લવણુપ્રસાદને સંપી ળકા અને ખંભાતના અધિકારીની જગે વસ્તુપાળને આપી વિરધવલ અને તેજપાલ મોટા સૈન્યથી નિસર્યા તે પ્રથમ તેઓએ ગુજરાતના ઘણાખરા રાજા અને મંડલેશ્વરોને દંડી તાબે કર્યા.” x x x “પછી લશ્કર લઈ સૌરાષ્ટ્ર તરફ ચાલ્યા અને વઢવાણ તરફ જતાં પ્રથમ ગોહેલવાડના રાજાને દંડ ત્યાંથી સૌરાષ્ટ્રની રાજધાની વામન સ્થળી તરફ ચાલ્યા અહીં સાંગણ અને ચામુડ નામના વિરધવલના બે સાલા રાજ્ય કરતા હતા તેઓની રાજધાની પાસે આવી પહોંચ્યા ત્યારે વિરધવલે વષ્ટી તરીકે પ્રથમ પિતાની શ્રી જયતળદેવીને મોકલી. * * * સૌરાષ્ટની છત કરીને પાછા ધોળકે આવ્યા.”