SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦. શ્રી જેન વે. ક. હેરલ્ડ. માણસો માટે પરમશાંત, પદ્માસને બેઠેલી, નાસાગ્રદષ્ટિવાળી, આત્મજ્ઞાનના ઉપદેશક શ્રી વીતરાગદેવની પ્રતિમાઓ, સનાતન રિવાજ મુજબ પધરાવેલી છે. દ્વારિકાનું મંદિર શંકરાચાર્યજીના કબજામાં આવ્યું ત્યારથી વિશેષ ખ્યાતિ પામ્યું. “ડાકટર ભાઉ ને પંડિત ભગવાનલાલ ઇંદ્રજી ૪૪ .ધારે છે કે તે (એમનાથનું) દેવળ આશરે એથી પાંચમી સદીમાં બંધાયું છે.” પ્રભાસનું તીર્થ બંધાવનાર પણ જેનો જ હતા. વલ્લભી વંશના રાજા ના તામ્રપટમાં તેઓ પરમહેશ્વરને પૂજનાર છે એમ લખેલ છે, તથા નંદીની મૂર્તિ પણ તે લોકોના તામ્રપટમાં જોવામાં આવે છે, તેથી પરમ માહેશ્વર તે જૈનધર્મના આદિ તીર્થંકર તથા જગતના પ્રથમ સુધારક શ્રી ઋષભદેવજી તથા તેમની નિશાની નંદી કે વૃષભ છે, જેનું જ્યોતિ નિરંજન, નિરાકાર, સર્વજ્ઞ સ્વરૂપ તે શિવલિંગ તથા નંદી તરીકે જગમાં પ્રસિદ્ધ છે. માટે વલભીરાજાએ નંદીસહવર્તમાન પરમમાહેશ્વર એટલે આદિનાથ શ્રી ઋષભદેવજીના ઉપાસકે એટલે જૈન જ હતા. ઋષભદેવજીનું રૂપાંતર કરી શિવાલય ચલાવેલ છે. શિવલિંગ માટે બીજી પણ અનેક કથાઓ છે તે કોઈ અન્ય પ્રયોજનથી લખાએલ છે. જેને તથા બેહેની ખ્યાતિ માટે ઈતિહાસમાં પ્રમાણ છે કે “ગ્રીસ દેશના મહાન વિદ્વાન સાધુ પાઇથાગોરસના મત અને બૌદ્ધના મત એક બીજા સાથે મળતા છે. પ્લેટ અને એરીસ્ટોટલને મત પણ બૌદ્ધ અને જૈન ધર્મ સાથે કેટલાક મળત છે તે ઉપરથી ઘણા એક વિદ્વાન એવું ધારે છે કે આ મતિ હિંદુસ્થાનમાંથી ગ્રીસમાં ગયા અને ત્યાંના વિદ્વાનેએ પ્રસિદ્ધ કર્યા.” અશોકને દીકરે કુણાલ કે જે પંજાબમાં રાજ્ય કરતા હતા તેના પુત્ર સંપ્રતિ-સંપદિ રાજાએ હજાશે જેન મંદિર બંધાવ્યાં છે. ગિરનાર ઉપર ભીમકુંડ તરફ જતાં જમણી બાજૂએ એક મોટું જૈન દેવાલય છે તે સંપ્રતિ રાજાએ બંધાવેલું છે. સંપ્રતિ રાજાઈ. સ. પૂર્વે ૨૫૦ વર્ષ ઉપર હૈયાત હતા. ગિરનાર ઉપરનાં જૈનનાં, અંબાજી, તથા શિવ વગેરેનાં દહેરાં જૈન લોકોએ બંધાવેલાં છે અને તે બાબતનાં લેખો તથા નિશાનીઓ વગેરે હજુ કાયમ છે. કનિક રાજા પણ પંજાબમાં હતો તે કનિશ્યને કાઠિઆવાડમાં કનકસેન તરીકે કહેવામાં આવે છે. તેણે સોરઠમાં કનકાવતી, કનકપુર, વગેરે જૂના ટીંબા વસાવેલ હતા. વિક્રમ પણ જૈનધર્મી હતો, અને જૈન પંડિત સિદ્ધસેન દિવાકરને શિષ્ય હતું તથાપિ વિતરાગ દષ્ટિવંત હેઈ સર્વને સમાન ગણતો હતો. ગિરનાર, શત્રુજ્ય, પ્રભાસ, આબુજી, કેસરીયાજી, વગેરેની પેઠે પંચાસર પણ જેનું તીથલ હતું. ઈ. સ. ૪૬૫ માં આણંદપુર-વઢવાણને ધ્રુવસેન રાજા જૈનધમી હતા અને કલ્પસૂત્ર જાહેર રીતે સાંભળતા હતા. ઈતિહાસમાં લખ્યું છે કે “ સાતમી સદીની આખરમાં આ દેશમાં વાલા, ચારા, જેઠવા, આહર, રબારી, મેર, બાબરીઆ, ભીલ, કાલી લોકોની વસતી હતી. એમ લાગે છે કે એ લેકમાં ભીલ, કોલી વગર કોઈ પણ આ દેશને અસલ રહેવાશી નથી. કેટલાંક પ્રમાણેથી સાબિત થાય છે કે સૌરાષ્ટ્રની ત્રણ ઘણું જૂની રજપુત જાતિ જેઠવા, વાળા, અને ચીરા એ જુના વખતમાં આ દેશમાં થયેલા શક લેકની જાતિ અને ઓલાદના છે.
SR No.536627
Book TitleJain Shwetambar Conference Herald 1915 07 08 09 Pustak 11 Ank 07 08 09
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1915
Total Pages394
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy