________________
પ્રાચીન ગુજરાતી ભાષાનું' સાહિત્ય.
૨૯૧
જૂના જૈન ગ્રંથામાં કે પુરાણોમાં ગુજરાત શબ્દ કાઇ પણ સ્થળે જોવામાં આવતા નથી.
ઇ. સ. ની શરૂઆતની લગભગમાં પણ આ દેશ જંગલી જેવા હતા એને માટે ઇતિહાસમાં પ્રમાણ છે કે “કોઇ માણસ આખાના ધાટી ઝાડીવાળા અરણ્યમાં આવી શ કતું ન હતું, કાંઈ કાળ પછી તેમાં યવન લોકેા આવી વસ્યા, ત્યારથી આ ભાગમાં કાંઇ વસ્તી થઇ. x x x x ચારા લેાકા ધણું કરી ઇ. સ. ની પહેલી બીજી સદીમાં આ ભાગમાં આવ્યા જાય છે. ઇ. સ. ની દસમી સદીથી આ ભાગમાં હિંદુસ્થાનના રાજા યાત્રા સારૂ મેાટી ધામધુમથી આવવા લાગ્યા.” દ્વારિકાંનું મંદિર પ્રાચીન નથી પણ પાછળથી બનેલું છે એને માટે પ્રમાણુ છે કે ત્રીજી ચેાથી સદીમાં બૌદ્ધ લેાકાનું બળ કમ થયું અને તે વખતથી હિંદુસ્થાનમાં ચાતરફ શિવ વિષ્ણુનાં દેવાલય થવાં માંડયાં તેવામાં કાઇ વિષ્ણુ ધર્મના રાજાએ......તેને ઝૂનુ દ્વારિકાં સમજી ત્યાં એક વિશ્વનુ મંદિર બંધાવ્યું હશે.” વિશ્વ મદિર અને વિષ્ણુ મહેાત્સવ, દેવી મંદિર અને દેવી મહાત્સવ, વગેરે રિવાજો જૈનનાં પ્રાચીન સૂત્રામાં લેવામાં આવે છે પરતુ મૂળ વેદમાં જોવામાં આવતા નથી એ ઉપરથી વેદ વિદ્યાપારંગત સ્વામીજી દયાનંદ સરસ્વતિનું પણ એમજ કહેવું છે કે દેવતા, વગેરેની પૂજા, એ જૈન લેાકાના રિવાજોનું અનુકરણ છે પણ વેદમાં તેવું નથી. આ કથન કાંઇક ઠીક લાગે છે કારણકે પ્રાચીનકાળમાં જ્યારે જગા ધણા ભાગ જૈન અને જૈનના કાંટારૂપ ધમ પાળતા હતા ત્યારે એ લેાકાએ ઉત્તમ, મધ્યમ અને કનિષ્ટ અધિકારી પરત્વે દેવી દેવતા વિશ્વ અને વીતરાગ દેવના દેવાલયેા તેમના સનાતન રિવાજ પ્રમાણે દાખલ કરેલા હતા. પાછળથી શંકરાચાય વગેરેએ જૈનમાંથી પોતાના મતમાં જગને ખેચ્યું ત્યારે પોતાના સંપ્રદાય ચલાવવા માટે વિશ્વાસુ લેાકાને એમ સમજાયું કે જૈનમાં કહેલ દેવી, દેવતા, વિષ્ણુ, ઇંદ્ર, વગેરે દેવાના પૂજન, કુલદેવતા, વીતરાગદેવ અને વીતરાગ દશા એ સૈા આપણામાં પણ છે એમ કહી એ રીવાજો કાંઇક ફેરફાર કરી ચાલુજ રાખ્યા. લેાકેાના વલણ ઉપર ધ્યાન રાખીને ઉપદેશ દેવામાં આવે તાજ આચાર્ય ફાવી શકે એવા એક નિયમ છે.
વંથળી–વામનસ્થળી-કે જે જૂનાગઢ સરકારના તામામાં છે,—યાં વામનજી થયા એમ જૈનમાં તથા પુરાણામાં વેદના પુરાણામાં-કથા છે. એ કથા જૈનમાંથીજ વેદના પુરાણામાં ફેરફાર સાથે ઉતરી આવી છે. જૈન ગ્રંથામાં એવી કથા છે કે એક લબ્ધિવંત મહા સમ–વીતરાગી મુનિ વિષ્ણુકુમાર કે જે મહાન તપસ્વી હતા, તેમણે યેાગ શક્તિથી પેાતાનું સ્વરૂપ વિશ્વવ્યાપક કર્યું હતું. વામનસ્થળીમાં નમુચિખલ પ્રધાન હતા તે મહાત્મા આને પીડા કરતા હતા તેને વિષ્ણુકુમાર મહાત્માએ યાગબલવડે વિશ્વ વિસ્તારી રૂપ કરી છળ્યા હતા, વળી તે મહાત્માએ વામનરૂપ પ્રથમ ધારણ કર્યું હતું તે મુનિ વિષ્ણુકુમાર વામનજીના ગુપ્ત લેાકેા સેવક હતા. સુપ્ત લેાકેા પણ જૈન હતા. વામન સ્થળીમાં હજુ પણ જૈનેાનાં ઘણાં પ્રાચીન પ્રતિમાજીએ નીકળે છે. જૈન ગ્રંથોમાં વામનસ્થાને દેવપુરી કહેલી છે. ત્યાં ઘણાં ખરેરા જૈન મંદિશના નિશાનરૂપ છે. પાછળથી લેાકા બીજા પંથમાં ગયા પણ વામનજીનુ પૂજન તા રિવાજમાં રહીજ ગયું. જગત્ મદિર તથા દામેાદરજીનું ગીરનારનું મદિર બંધાવનાર પણ જૈન લેાકેાજ હતા. વ્યવહારમાં સાધારણ માણસાને ઉપદેશવા ગ્વહારવત્ વિઘ્નવાદિ દેશની સાત્વિક તથા રાજસિ પ્રતિમા પધરાવી અને ઉચ્ચકોટીના