SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રાચીન ગુજરાતી ભાષાનુ` સાહિત્ય. ૨૮૯ યાગાદિ થઈ શકતા નહિ. ચાર વર્ષોંને બદલે અનેક નાતા અને પેટા નાતા થવાનુ વલણુ દેખાવા લાગ્યું. અંદર અંદર વિખવાદ થવા લાગ્યા અને અંદર અંદરના કલહને લીધે દેશની દુર્દશા દૃષ્ટિ મર્યાદામાં ભમવા લાગી. આ સમયે લોકોના ઉદ્ધાર કરવા માદ્ધ અને જૈન ધમા બહાર પડયા. ×××× જૈન ધર્મે બ્રાહ્મણ ધર્મની નબળાઈની ખરી નાડ પકડી; તેથી તે ધર્મનાં મૂળ ઇંડાં નંખાયાં, અને અત્યારે પણ તે ધર્મ હિંદુસ્તાનમાં પ્રવર્તે છે. જૈનધર્મ માનનારની ફૂલ સખ્યા ચાદ લાખની ગણાય છે......જૈનધર્મની ગ્રંથ સમૃદ્ધિ ધણી મોટી છે. તત્ત્વજ્ઞાન, ન્યાય, વ્યાકરણ, રાસ, ઇતિહાસ ત્યાદ્ધિના અનેક ગ્રંથા જૈનાએ લખેલા છે. આ બાબતમાં જૈનધર્મ ઘણા માટેા ઉપકાર કર્યા છે.X જૈનામાં મૂર્તિપૂજા છે; અને આબુ, ગિરનાર, શેત્રુજય ઇત્યાદિ સ્થળાએ તેમણે ખાંધેલાં ભવ્ય અને સુંદર દેવાલયેા શિલ્પકળાના નમુનારૂપ આજે પણુ ગણાય છે.”××××× “પરંતુ તે ધનું ખરૂં લાક્ષણિક ચિન્હ · અહિંસા પરમેાધર્મ છે અને આ બાબતમાં એ ધર્મની અસર આખા હિંદુસ્તાનમાં બહુ પ્રખલ થઇ છે. વેદ ધર્મ પણ આ અસરથી કાંઇક રૂપાંતરતાને પામ્યા છે.”×××× “ સાનું દૃષ્ટિનિદુ તા એકજ છે. દરેક ધર્મના સામાન્ય અંશ લઇએ તા ના બ્રાહ્મણધમ પાળે છે. અને બ્રાહ્મણા જૈનધર્મ પાળે છે. વિવાદના વિષયે નિર્જીવ છે.” "" r રા. રા. રણજીતરાવ વાવાભાઈને જૈના માટે એવા મત છે કે “ ભૂતકાળમાંજ જૈના ગુજરાતના અગ્રગણ્ય નાગરિકા હતા અને હવે નથી એવું કાનાથી કહી શકાશે? અમદાવાદ શહેરમાં વધતા જતા મીલ ઉદ્યાગમાં, સુરત મુંબાઇના ઝવેરાતના વેપારમાં, અને ન્હાનાં ન્હાનાં ગામડાઓમાં પણ તેને માખરે રહેતા કાણે નથી જોયા ? કાઠીઆવાડમાં નાગરાની સાથે રાજદારી નેમરી માટે જબરી હરીકાઇ કરનારાઓ આજે કદાચ એ પ્રદેશમાં પાછળ પડયા હશે પણ વેપારમાં તા આગળને આગળ વધતાજ જાય છે.”× XXX આધુનિક ગુજરાતમાં વેપાર અને ઉદ્યાગદ્યારા પૈસા પેદા કરનાર વર્ગમાં જૈના પણ આગળ પડયા છે. ગુજરાત સાથે એમને જુના અને નિકટના સંબધ છે.”xxx “ ગુજરાતી વાણી અને સાહિત્યની એમના સાધુઓએ અવિરત સેવા કરેલી છે.” “સારાંશ માં જેનેા ધનાઢય હોવાથી, વેપારી હાવાથી, અને ઘણા સાંસારિક અધનાથી મુક્ત હોવાથી ઇત્યાદિ ××× સામાન્ય ઉક્તિ છે કે સરસ્વતીનું બ્રાહ્મણાને ઘેર પીએર છે અને જૈનાને ત્યાં સાસરૂં” r ' 6. ચાદમા શતકના ગુજરાતી સાહિત્ય માટે સ્વર્ગીય સાક્ષરવર્ય શ્રીયુત ગાવનરામ ભાઈએ સાહિત્ય પરિષમાં કહ્યું હતું કે જૈન સાધુઓ જેટલી સાહિત્યની ધારા ટકાવી શક્યા તેના કાંઇ અંશ પણ અન્ય વિદ્વાનામાં કેમ ન દેખાયા ? તે ક્યાં ભરાઇ ખેડા હતા... ?” જૈન ગ્રંથકારાની ભાષા તેમના અસંગ જીવનના બળે શુદ્ધ અને સરળ રૂપે તેમના સાહિત્યમાં સ્ફુરે છે..... ” એ સાધુઓએ તેમના ગચ્છોના આટલેા સાહિત્ય વૃક્ષ ઉગવા દીધા છે.” ઉપર પ્રમાણે સાક્ષાના વિચાર। ગુજરાતી ભાષાના સાહિત્યની જૈન ધમીઓએ બજાવેલી સેવા માટે જ છે.
SR No.536627
Book TitleJain Shwetambar Conference Herald 1915 07 08 09 Pustak 11 Ank 07 08 09
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1915
Total Pages394
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy