________________
પ્રાચીન ગુજરાતી ભાષાનું સાહિત્ય.
૨૮૭. પ્રજા ઉપરજ નહિ પરંતુ ભરતખંડની પ્રજ ઉપર પણ એક મોટે ઉપકાર કરતા થઈ પડશે. xxxxx. જેમ વેદ સાચવી રાખવાને માટે આપણે બ્રાહ્મણને માન આપીશું. તેમજ બ્રાહ્મણ ધર્મના ગ્રંથો, કેઇ પણ જાતના ભિન્નભાવ વગર, સાચવી રાખવા માટે અપિણે ન ભંડારોને આભાર માન્યા વગર રહીશું નહિ. રાસાઓમાં લખાયેલ ઇતિહાસ અને આગમમાં દર્શાવેલી તીર્થંકરની “દેશના પ્રજાની જાણમાં લાવવામાં પાવે તે પ્રજાનાં નેત્ર ઉપર એક નવું અજવાળું પડશે.”
| વિક્રમ સંવત ૧૪૧૨ માં ગુજરાતી ભાષાના આદિ કવિ ઉદયવતે લખેલ ગોત્તમરાસાની ભાષાને રા. બ. હરગોવિંદદાસભાઈ ગુજરાતી ભાષા ઠરાવતા નથી પરંતુ તે ભાષા ખરેખરી ગુજરાતી ભાષા જ છે અને તે તે વખતે બોલાતી ભાષા છે. જુઓ ગત્તમરાસાની ભાષાઃ
કુકમ ચંદન થડા દેવરાવો, માણેક મોતીના ચોક પુરાવો,
યણ સિંહાસનું બેસણું એ. તિહાં બેસી પ્રભુ દેશના દેશે, ભાવિક જનનાં કારજ સરશે,
ઉદયવંત મુનિ એમ ભણે એ. ગોત્તમસ્વામી તણો એ રાસ, ભણતાં સુણતાં લીલ વિલાસ,
સામીપ સુખ નીધિ સંપજે એ. - હાલની ગુજરાતી ભાષાના આદિ કવિ ઉદયવંતે સંવત ૧૪૧૧ ની સાલમાં શીલરાસ તથા હંસરાજ વચ્છરાજ રાસ રચેલ છે અને સંવત ૧૪૧૨ ની સાલમાં ગાતમરાસ રચેલ છે.
રા. બ. હરગોવિંદદાસ ભાઇએ નરસિંહ મહેતા તથા મીરાંબાઈના દાખલા આપેલા છે. બૃહત કાવ્યદોહન ભાગ ૧ લાની પ્રસ્તાવનામાં જ સ્પષ્ટ લખ્યું છે કે નરસિંહ મહેતાના પદની ભાષા તેની તે છે કે કેમ એને માટે શંકા છે. એમ પણ લખ્યું છે કે નરસિંહ મહેતાનાં પદોમાં હાલ જે ભાષા જેવામાં આવે છે તે જ ભાષા નરસિંહ મહેતાના સમયમાં પણ તેવી જ હતી એમ તે કહી શકાય નહિ. સાક્ષરશ્રી નવલરામ ભાઈનો અભિપ્રાય એવો છે કે “ધણના ધારવામાં એમ છે કે ગુજરાતી ભાષા હાલ બોલાય છે તેમ નરસિંહ મહેતાના વખતથી બોલાતી આવે છે. પણ એ દેખીતી જ ભૂલ છે એટલાં વર્ષ સુધી ભાષા વિકાર ન પામે એ જનસ્વભાવ અને સઘળા દેશની ભાષાઓના ઇતિહાસથી ઉલટું છે. આથી સ્પષ્ટ થાય છે કે નરસિંહ મહેતાની કવિતામાં પાછળ તેમના સેવકેએ ફેરફાર કરી નાખેલ છે. મીરાંબાઈ તે મેવાડ મારવાડ તરફનાં વતની હતાં અને મીરાંનાં જે પદો ગુજરાત કાઠિયાવાડમાં બોલાય છે તેજ પદ મીશના નામથી મારવાડ મેવાડમાં પણ બેલાય છે. મીરાંની કવિતામાં પાછળથી ફેરફાર થએલ છે એવો તે નર્મદ કવિને પણ અભિપ્રાય છે. જન ધર્મમાં ભાષાનું ગૌરવ જાળવી રાખવાની ખાતર સૂત્રાદિ ગ્રંથોમાં કાના માત્રાને ફેરફાર કરનારને માટે પણ મહાન પ્રાયશ્ચિત્ત લખેલું છે. એ જ કારણથી જૈન ગ્રંથોમાં જે