SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૬. ' શ્રી. જૈન શ્વે. . હેલ્ડ. ચાલે છે, શંકરાચાર્યજીને મત ૨૩૭૮ વર્ષ ચાલેલો છે; માધ્વ, નિબાર્ક, સંપ્રદાય પણ ૧૦૦૦ વર્ષની અંદરના પથ છે. રામદેવ પીર પંથ પણ મુસલમાની રાજયમાં નીકળેલો છે. કદાચ આ સર્વે પંથવાળા કહેશે કે વેદ તે ઘણુંજ પ્રાચીન છે, તે આ સ્થળે, તેમને વિનતિ કરવાની કે તેઓ વેદને માનવાવાળા છે કે પિતાના પંથને વેદથી પણ ઉવચ્ચતર માને છે એ એક જુદો વિષય છે, પણ અમે તે ધર્મની પ્રાચીનતા અર્વાચીનતા ભાષાની ખાતરજ બતાવી છે. જૈનના પરમ તીર્થંકર મહાવીરને આજે ૨૪૪૦ વર્ષ થઈ ગયાં છે. બીજા ધર્મવાળાની સંખ્યા વધારે છે માટે જેની ભાષા તે ગુજરાતી ભાષા નહિ એ કહેવું તે ન્યાયપુરસર તે નથી જ. અત્યારે બૈદ્ધ ધર્મ હિંદમાં નથી તે પણ તેની મહાન અસર પૈકી યજ્ઞમાં પશુ વધ ન કરે, વરઘોડા કાઢવા, ભ્રાતૃભાવ રાખવો વગેરે રહી ગએલ છે, પણ તે નિપક્ષપાતીને જ સમજાશે, ધર્મ પક્ષપાતીએ તે એમજ કહેશે કે અમારા ધર્મમાં પણ લખ્યું છે કે પશુ વધ ન કરે, ભ્રાતૃભાવ રાખો, વરઘોડા કાઢવા વગેરે, એમ કહી ખરી વાતને ઉડાવી દેશે પણ તેથી ભગવાન બુદ્ધદેવે યજ્ઞ નિ. મિત્તે થતા પશુધને બંધ કરીને વિશ્વના પ્રાણીઓને જે અભયદાન આપ્યું છે તેને કોણ નહિ સ્વીકારે ! !! એ જ પ્રમાણે જે સમયમાં ધનાઢય જૈન હતા, વ્યાપારી જૈન હતા, રા. જ્યાધિકારીઓ જૈન હતા, રાજા પણ જૈન હતા, અપભ્રંશ ભાષાના સાહિત્ય ખેડનાર ફક્ત જેને હતા, બ્રાહ્મણો અપભ્રંશ લખતા કે બોલતા ન હતા, જંગલી પ્રજાને પણ જેના સામ્રાજ્યને લીધે ગુજરાતી ભાષા બેસવાની જરૂર પડી હતી. ગુજરાતી ભાષા લખનાર, બોલનાર અને ખેડનાર જેનેજ હતા, ગુજરાતી ભાષાના મૂલ ઉત્પાદકેજ જૈન હતા, પ્રાચીન ગુજરાતી ભાષાનું સાહિત્ય પણ જેની પાસે જ હતું અને છે, બે હજાર વર્ષ પહેલાથી જ દેશભાષામાં જેનો જ ગ્રંથે લખતા આવ્યા છે છતાં હાલમાં ઘણાખરા ને વૈશ્નવાદિ પથમાં, તેમના અતિ પરિચયને લીધે ભળી જવાથી હાલને અન્ય ધર્મને માટે વર્ગ ધર્મ પક્ષપાતને લીધે કે સંપૂર્ણ શોધખોળના અભાવે એકદમ એમ કહી દે કે જેની ભાષા તે ગુજરાતી કે શુદ્ધ ગુજરાતી નથી જ તો તે નિર્પક્ષપાતી અને પ્રામાણિક પુરૂષો માની શકે નહિ. ધર્મના પક્ષપાતને લીધે માણસ મટી મેટી લડાઈઓ ખેડે છે તે પછી ભાષા જેવી બાબતમાં પક્ષપાત થાય એમાં નવાઈ નથી. જગતમાં નિપક્ષપાતીની તે બલિહારીજ છે એટલા માટે દરેક સાક્ષરોને નિપક્ષપાતી થવાની અમારી સવિનય પ્રાર્થના છે. અન્ય ધમીઓ જ્યારે જૈન ધર્મનું કાપવાને ખામી રાખતા જ નથી ત્યારે જેને મેં અન્ય ધર્મીઓ ઉપર ઉપકાર કર્યામાં ખામી રાખી નથી એને માટે સ્વર્ગીય સાક્ષર શ્રી ઈ. છારામ સૂર્યરામ દેસાઈ ગુજરાતી પત્રના માલિક કહે છે કે “કોઈ પણ જનધમી હેમચંદ્રસ રિનાં ગ્રંથોનાં નામ અને તેની શ્લોક સંખ્યા પ્રસિદ્ધિમાં આણશે તે સાહિત્યના સેવકના ઉપર એક મોટે ઉપકાર થએલો ગણાશે. હેમાચાર્યના ગ્ર ઇતિહાસ પર મોટું અજવાળું પાડનાર છે. તેના ગ્રંથે એકલા જિન ધર્મની સેવા કરનારા નથી પણ જગતના ઈતિહાસની સેવા કરનાર છે. એવા અપ્રસિદ્ધ ગ્રંથોની જાણ લોકોને થવી અને કરવી એ થોડી ઉપકારક વાર્તા નથી, અને તેટલા માટે જે જનધમી એ કાર્ય સફળ કરશે તે ગુજરાતી
SR No.536627
Book TitleJain Shwetambar Conference Herald 1915 07 08 09 Pustak 11 Ank 07 08 09
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1915
Total Pages394
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy