________________
૨૮૪
શ્રી જૈન વે, કા. હેરલ્ડ.
..
ભાષામાં પણ જૈનમુનિમહાશયાએ હજારા ગમે પુસ્તકા લખેલાં છે. આને માટે સાક્ષર શ્રી હિ મતલાલભાઇના એવા અભિપ્રાય છે કે જૈન વિદ્વાનેામાંથી કાઇ કાઇએ ભાષા શાસ્ત્રનાં સ્વતંત્ર પુસ્ત। લખીને પણુ ગુજરાતી ભાષાની સેવા કરી છે. આવા વિદ્વાનામાં હેમાચાય સૌથી પ્રથમ પછી ભાગવે છે, ‘શબ્દાનુશાસન’ નામના કાશ ર્દશનામ માળા' નામના દેશી શબ્દાના સંગ્રહ અને પ્રાકૃત વ્યાકરણ ' એ ત્રણ ગ્રંથા ગુજરાતી ભાષાના અભ્યાસીને માટે અમૂલ્ય છે. ”
"
..
k
રા. ખ. હરગાવિંદદાસભાઇ એવું અનુમાન કરે છે કે જે જૈન ગ્રંથામાં ગારસેની તે માગધીનું ભરણું હોય, તે જૂની ગુજરાતી અથવા શુદ્ધ જૂની ગુજરાતી ન ગણાય. આ અનુમાન ઉપરથી તા એમ સમજાય છે કે ફારસી અને સસ્કૃત શબ્દોના પ્રયાગ પણ જે ગ્રંથામાં હાય તે ગુજરાતી ભાષાના ગ્રંથો પણ જૂની ગુજરાતી, નવી ગુજરાતી કે શુદ્ધ ગુજરાતી ભાષાના ગ્રંથો તરીકે કહી શકાય નહિ. અત્રે જણાવવું જોઇએ કે પ્રેમાનંદના કાવ્યામાં પણ ક્ારસી તથા સસ્કૃત શબ્દોનું ભરણું છે ઉપરાંત ગ્રામ્ય શબ્દો પણ કવચિત્ જોવામાં આવે છે. જુઓ પ્રેમાનંદમાં કાવ્યેામાં “ આાપવું ” એ મરાઠી છે એખાહરણમાં “તૈયાર” શબ્દ છે, ભ્રમર પચીશીમાં ‘કમાન’ શબ્દ છે, ઋષ્યશૃંગાખ્યાનમાં માઝા’ શબ્દ છે, મામેરામાં ગુમાન ' ‘ નૂર' વગેરે શબ્દો છે, નળાખ્યાનમાં ‘ચેહેબચા’ ‘ફ્રાંકડી' વગેરે શબ્દો છે, દાંગુલીલામાં · મિરાત ’ દેાલત ' એ શબ્દો છે. ઉપરાંત એખાહરણ, માર્કંડેયપુરાણુ, વગેરેમાં ‘ફાજ’‘માક્' ‘ બખતર ' ` ' - ખખડદાર ' ‘ રમલ ' · તાએ ' વગેરે ફારસી ભાષાના શબ્દો છે. સંસ્કૃત શબ્દોનું ભરણું તે ણુંજ છે. અપભ્રંશ શબ્દો પણ ક્ષણે ઠેકાણે જોવામાં આવે છે. નરસિહ મહેતાની ભાષામાં પણુ સંસ્કૃત અને ગ્રામ્ય શબ્દો જોવામાં આવે છે. તા જેમ જૈન મુનીએ સંસ્કૃત, પ્રાકૃત, શૌરસેની, માગધી, વગેરે ભાષાના જાણુ હાવાથી તેમણે દેશભાષામાં સંસ્કૃત, માગધી, વગેરે ભાષાના શબ્દો વાપરેલા છે તેમજ પ્રેમાનંદ, નરસિ’હ મહેતા, વગેરેને સંસ્કૃત તથા ગ્રામ્યભાષા વગેરેનું જ્ઞાન હતું જેથી તેમણે દેશ ભાષામાં તેવા પ્રકારના શબ્દો વાપરેલા છે. પ્રેમાનંદ વગેરે આધુનિક છે અને જૈનમુનિઓએ તા ઘણાજ પ્રાચીનકાળથી પોતાની દેશ ભાષામાં ગ્રંથો લખી રાખ્યા છે. માટે જંતાની મૂળ ગુજરાતી ભાષા છે અને જ્યારથી હિંદમાં મુસલમાની સત્તા જામી ત્યાર પછી કેટલેક વર્ષે બ્રાહ્મણમાંથી સંસ્કૃત વિદ્યા ઘસાવા લાગી અને છેવટે એ લાને પણ જૈનેાની માતૃભાષા જે ગુજરાતી તે લખવા ખેલવાના પ્રસંગ આવ્યા, ઉપરાંત સૈારાષ્ટ્ર-ગુજરાત અને કાઠીઆવાડ માં વલ્લભચાર્ય વગેરેનું આગમન થયું ત્યારે મેઢવાણીઆ વગેરે કે જે જૈન હતા તે વૈશ્નવાદિ થયા પણ ભાષા તા જૈતાનીજ એટલે ગુજરાતીજ ખેાલાતી રહી. બ્રાહ્મણામાંથી સંસ્કૃતવિદ્યાના ધણે અંશે નાશ થયા, બ્રાહ્મણેા ભિક્ષાવૃતિ જેવું કરવા લાગ્યા, જૈનમાંથી થએલા વૈશ્નવાદી તેમના ઉદર ભરણુનું સાધન થયું, વૈશ્નવાદિ મૂળ જૈન હોવાથી જૈતામાંથી ઉતરી આવેલી ગુજરાતી ભાષાજ ખેાલતા હતા તેથી તેમને રંજન કરવા સારૂ દેશ ભાષાના સાહિત્ય નિમિત્તે પ્રેમાનંદાદિ બ્રાહ્મણીએ પાતાના મૂળ સિદ્ધાંત બ્રાહ્મણેાએ અપભ્રંશ ન ખેલવું તે છેાડી દઇને ગુજરાતી ભાષામાંજ ગ્રંથો લખવા માંડયા અને એ નિમિત્તે, જૈના માંથી ઉતરી આવેલી અને આઠમી સદી પછી ગુજરાતી ભાષા તરીકે પ્રસિદ્ધ થયેલી ભાષામાં એક જાતના સારા વધારા થયા. ભભાભટ્ટાની સ્પર્ધામાં પ્રેમાનંદે ગુજરાતી ભાષાની