________________
પ્રાચીન ગુજરાતી ભાષાનુ‘ સાહિત્ય.
૨૮૩
અનુકરણ કર્યું અને પોતાની અગા બગડવાળી અને ઢંગધડા વગરની ભાષા છેડતા ગયા અને જૈાના અતિ પરિચયને લીધે સસ્કારવાળી દેશ ભાષા ખેલવા લાગ્યા. છેવટે આખા ગુજરાત અને કાર્ડિઆવાડમાં જૈનેાની માતૃભાષા પ્રચલિત થઇ ગઇ. આવા સમ યમાં ભાષાના સહાયક, રક્ષક અને પાલક જૈનેાજ હતા. ગુર્જર લોકા જ્યારે સારાષ્ટ્રમાં આવ્યા અને તેમનુ પ્રબળ થયુ ત્યારથીજ ગુજરાત દેશ અને ગુજરાતી ભાષા એન્નુ' નામ પડયુ` છે. એ ગુર્જર લોકોએ પણ જૈન ધર્મ સ્વીકાર્યાં હતા, અને તેથી જૈનેાની ભાષા એટલે મૂળ દેશ ભાષાજ ખેાલવા લાગ્યા હતા. સૈારાષ્ટ્રના ઈતિહાસ તપાસતાં સ્પષ્ટ તેમાં લખેલું વ‘ચાય છે કે “ સાતમી સદીમાં આ દેશમાં ગુર્જર લોકો આવી વયા તે ઉપરથી આ દેસનું નામ ગુર્જરત્રા પયું. ગુર્જરત્રા એટલે ગુર્જર લેાકાએ સ‘રક્ષણ કરેલી ભૂમિ, જે ઉપરથી હાલતુ ગુજરાત નામ થઇ પડયું છે.” “ જેમ જેમ ઉત્તર પૂર્વમાંથી નવાં રજપૂતા વગેરેનાં ટાળાં આવી વસ્યાં તેમ તેમ ઉપરથી જે ભાગમાં તે વસ્યાં તે ભાગનાં હાલાર, ઝાલાવાડ, ગેહેલવાડ, બાબરીયાવાડ, કાઠીઆવાડ વગેરે અર્વાચીન નામેા પાડયાં.” દાક્તર ભાઉના એવા મત છે કે આ ગુર્જર લોકોમાંથી ધણુાઓને જૈન સાધુઓએ પોતાના ધર્મમાં લીધા. આ વખત ધણી એક જાતના ક્ષત્રિયાને પણ જૈનધર્મમાં પ્રવેશ થયેા જણાય છે. ” આ પરથી સ્પષ્ટ સમજાય છે કે જુદી જુદી જાતિના ક્ષત્રિયા વગેરે જેમ જેમ સારાષ્ટ્રમાં આવતા ગયા તેમ તેમ જૈનમાં ભળતા ગયા. ભળવાનું કારણ એક તા જૈન મુનિઓને દેશભાષામાં સીધા અને સરળ ઉપદેશ, ખીજું જૈન કામ વ્યાપારી, ધનાઢય અને પાલિટિ કલમેન તરીકે દેશમાં અગ્રેસર હતી. એક તેલનાં ટીપાંથી તે હીરા માણેકની લેવડદેવડ માટે એ લોકાને વ્યાપારીની દુકાને જવું પડતું. દુકાનદાર તા જૈન હતા એટલે એ લેાકાને જૈન ભાષા, જૈનધમ, વગેરેની પાકી અસર થઇ હતી તેથીજ એ લાકા જૈન ધર્મ સ્વીકારતા હતા અને જૈતાની માતૃભાષા એટલે ગુજરાતી ભાષા ખેલતા હતા. જૈન સાધુઓના ઉપદેશ પણ દેશભાષામાંજ હતેા. આ પ્રમાણે ગુજરાતી ભાષા સાહિત્ય, કે જેના મૂળ ઉ. પાંદા જૈતાજ છે. તેની અપૂર્વ વૃદ્ધિ પણ જૈનાએજ કરી છે એટલુંજ નહિ પણ એ ભાષા સાહિત્યના પ્રાચીન ગ્રંથા અવિચ્છિન્નપણે જેને પાસે મેામ્બુજ છે. એને માટે સાક્ષર શ્રી હિમતલાલ ગણેશજી અંજારીઆ એમ. એ. એલ. એલ. બી. લખે છે કે “જૂની ગુજરાતી માટે પદ્મનાભ, ભાલણુ, ભીમ, અને નરહરિ એ ચાર સિવાય બીજા ઉપચેાગી થઇ શકે તેવા યેાડાજ હાથ લાગ્યા છે. જૈનેતર સાહિત્યમાં જ્યારે આવી સ્થિતિ છે ત્યારે જૈન સાહિત્યમાં તેવું નથી. તેમાં તેા લગભગ ઇ.સ. એક હજારમાં લખેલાં પુસ્તકા મળી આવે છે અને ત્યાર પછી પુસ્તકાની સાંકળ તુટી જતી નથી, પણ તે વખતથી તે આજ સુધી એક પછી એક પુરતકા લખાતાંજ રહ્યાં છે એવું આપણા જોવામાં આવે છે. ××××× પણ તેનાં ધર્મ પુસ્તકા પહેલ વહેલાં લખાયાં ત્યારે તે વખતની ખેલાતી ભાષામાં લખાએલાં હોવાથી ” આ ઉપરથી જૈન સાહિત્ય સબંધ તથા તે સાહિત્ય . વલ્લભીપુરમાં આજથી ૧૫૦૦ વર્ષ ઉપર તે વખતની ખેાલાતી દેશ ભાષા એટલે મૂળ ગુજરાતી– અપભ્રં’શ-પ્રાકૃત-ભાષામાં લખાયલાં છે એ સહજ રીતે સમજી શકાશે.
પ્રાકૃત-મૂલ પ્રાકૃત-માં જેમ જૈન મુનિઓએ ગ્રંથો લખ્યા છે તેમજ જેમ જેમ ભાષામાં રૂપાંતર થતું ગયું તેમ તેમ તે રૂપાંતરવાળી ભાષામાં પણ જેનેએ ગ્રંથો લખ્યા છે. છેવટ આમા સૈકાની લગભગ અપભ્રંશનું નામ ગુજરાતી ભાષા પડયું ત્યારથી ગુજરાતી