________________
૨૮૨
શ્રી જૈન . કે. હેલ્ડ.
કે જેમાંથી હાલની ગુજરાતી ભાષા થઈ છે તે શબ્દ ભરેલા છે સેંકડે પિણે સો ટકા તે દેશ ભાષા-પ્રાકૃત-અપભ્રંશના છે. જેમ આધુનિક ગુજરાતી ભાષામાં સંસ્કૃત, અરબી, ફારસી, ઇંગ્લિશ, વગેરે ભાષાઓનું ભરણું જોવામાં આવે છે તેમ પ્રાચીન વિદ્વાનોના ગ્રંથોમાં મૂલ ગુજરાતી ઉપરાંત ભાગધી, શૌરસેની, સંસ્કૃત, વગેરે ભાષાના શબ્દોનું ભરણું છે અને ઘણી ભાષાના જાણ વિદ્વાનોના લેખનમાં બીજી ભાષાના શબ્દો વપરાયેલા હોય એ દેખીતી અને બનવા લગ્ય બાબત છે. જૈન વિદ્વાને જે કે ચાલુ દેશભાષામાંજ લ. ખતા હતા પરંતુ તેમને માગધી, શરસેની પ્રાકૃત અને સંસ્કૃત ભાષાનું ઉંચું જ્ઞાન હોવાથી, પિતાના ચાલુ ભાષાના લેખનમાં જેમ પ્રેમાનંદ સંસ્કૃત તથા ફારસી ભાષાને પ્રયોગ કરેલ છે તેમ જૈન વિદ્વાનોએ ભાગધી, શૈરસેની સંસ્કૃત વગેરે ભાષાના શબ્દ વાપર્યા છે. આવી વસ્તુ સ્થિતિ છે છતાં સંપૂર્ણ શોધખોળ કર્યા વગર કહી દેવું કે બસ જૈનના ગ્રંથો તે ભાગધી ભાષામાં છે અને માગધી તથા અપભ્રંશ-જૂની ગુજરાતી-ભાષા તદન ભિન્ન ભિન્ન છે એ કેવલ સાહિત્યના શોધ ખોળની ખામી બતાવે છે. પ્રાકૃત અને અપભ્રંશ ભાષા કે જે હાલની ગુજરાતીના મૂલરૂપ ભાષા ગણાય છે તેજ ભાષાઓ જૈનગ્રંમાં છે, પણ કેવલ માગધી તે નથી જ. પ્રાચીનદેશ ભાષા–જૂનામાં જૂની ગુજરાતીમાં ભાગધી, શીરસેની અને સંસ્કૃતનું તે માત્ર ઘણુ થોડા પ્રમાણમાં ભરણું જ છે, જૈનગ્રંથોમાં સૌથી જૂનું પુસ્તક આચારાંગ સૂત્રને પ્રથમ ખંડ છે. આ સૂત્રમાં અર્થ ગાંભીર્યવાળા પ્રાકૃત શબ્દોને પ્રયોગ જોવામાં આવે છે. આચારાંગ સિવાયના બીજાં સૂત્રોમાં કાંઈક તફાવત વાળી અને સહેલી દેશભાષા વાપરેલી છે. અગ્યાર અંગ કરતાંએ છવાભિગમ વગેરે દ્વાદશ ઉપાંગ સત્રની ભાષા સહેલી અપભ્રંશ ભાષા છે. એમ સૂત્ર તથા ગ્રંથની ભાષામાં ફેરફાર થતાં થતાં છેવટે સંવત ૧૪૧૨ માં લખાયેલી ગૌત્તમરાસાની ગુજરાતી ભાષા બની ગઈ છે. જેને પાસે સૂત્રકાળથી તે આજ સુધીના સાહિત્યના ગ્રંથ હજારે અને લાખો ગમે - જુદ છે. મૂળ દેશ ભાષામાં જ સૂત્રો લખાયેલાં છે અને તે જેનેની મૂળ ભાષા હતી. જેનેનું સારાષ્ટ્ર એટલે ગુજરાત અને કાઠિવાડમાં સામ્રાજ્ય થયું ત્યારે કાઠી, કેળી, ભીલ, નાયકડા, વાઘરી, વગેરે જાતે તથા વિદેશથી આવીને ક્ષત્રિયમાં ભળનારી બીજી જાતે તથા વાઘેર લકે કા લુંટફાટ, લડાઈ, અને ટંટાફિશાદમાંજ વખતને વ્યય કરતા હતા. બ્રાહ્મણે તે અપભ્રંશ લખતા જ નહિ કારણ કે અપભ્રંશ લખે બોલે તે સ્વેચ્છ કહેવાય એવી તેમની માન્યતા હતી. આવા સમયમાં વ્યાપારી ધનાઢય તરીકે જૈન વર્ગજ હતો અને જૈનમાં દશા વીશા શ્રીમાળી ઉપરાંત, મોઢ, પોરવાડ, ઓસવાળ વગેરે વાણીઆને અને સુધરેલા ક્ષત્રિયોને સમાવેશ થતું હતું. કેટલાક સુધરેલા બ્રાહ્મણે પણ મૈત્તમ જેવા મહાત્માની પેઠે જૈન થતા એટલું જ નહિ પણ ગોરજી થઈને દેશભાષામાં ગ્રંથો રચતા હતા. જેની ભાષાજ નિયમીત હતી બાકીનાં તે કોઈ ક્યાંથી અને કઈ ક્યાંથી આ વીને વસ્યા હતા અને કેવલ લડાઈ તોફાનમાંજ સમજતા હતા. જૈન સમર્થ વ્યાપારી હતા, રાજ સત્તામાં પણ તેમને સંપૂર્ણ પ્રવેશ હતું તથા મોટા ધનાઢય હતા ઉપરાંત જૈન સાધુઓ દેશ ભાષાના પરમ ઉપાસક હતા એટલે ઉપાશ્રયમાં હંમેશાં જેને દેશ ભાષામાં જ ઉપદેશ આપતા હતા. આથી જૈનેની ભાષા શુદ્ધ અને નિયમિત હતી. બીજા લેકે જેમ જેમ જૈનના સહવાસમાં આવ્યા અને જેનું પ્રબળ વધ્યું તેમ તેમ બીજા લોકેએ જેનોની ભાષાનું