________________
પ્રાચીન ગુજરાતી ભાષાનું સાહિત્ય.
૨૮૧
ગુજરાતમાં ઘણી હતી તેમ ક્ષત્રિયો, વાણીઆ, કણબી, સુતાર, સોની, વગેરે જાતો વસતી હતી એટલે ગુજરાતમાં જંગલી જાતોજ હતી એ કહેવું કારણ નથી.” આવા પ્રકારનું રા. બ. હરગોવિંદદાસભાઈનું લખવું કેટલે દરજજે ટકી શકે છે તે આ લેખ પૂરે વાંચીને જ વાચક વર્ગ સમજી લેશે. અત્રે જણાવવું જોઈએ કે મહાવીર નિર્વાણ પછી ૯૦૦ વર્ષ એટલે ૨૪૪૯-૦૦=૧૩૪૦ વર્ષ ઉપર શ્રી વલભીપુર નગરમાં દેવર્કિંગણિ ક્ષમાશ્રમણ ભગવાનના પ્રમુખપણા નીચે જૈન શ્વેતાંબરના ચૌદ હજાર સૂત્રાદિ લખાયાં હતાં. હ્યુએન્સાંગ ઈ. સ. ૬૪૦ માં હિંદમાં આવ્યો હતો તે ઈ. સ. ૧૯૧૩ માંથી ૬૪૦ બાદ જતાં બાકી ૧૨૭૩ વર્ષ રહે છે એટલે કે આજથી ૧૩૪૦ વર્ષપર વલ્લભીપુર નગરનું સામ્રાજ્ય ગુજ. રાત અને કાઠિઆવાડમાં હતું તથા તે વખતે જૈન ધર્મ પુર જોરમાં હેઈ તથા વલભીપુરમાં ખાસ જેનનું પ્રબલ હોઈ, તેજ નગરમાં જૈનમુનિઓની મેટી સભા મળી હતી. અને આજથી ૧૨૭૩ વર્ષ ઉપર એટલે જેના મહાન સભા મળ્યા પછી ૬૭ વર્ષે હ્યુએન્સાંગ સૌરાષ્ટ્રમાં આવ્યો ત્યારે વલ્લભીપુરમાં જૈનનું નામ નિશાન નહતું એ કોઈ પણ રીતે ઐતિહાસિક પ્રમાણુથી સિદ્ધ થઈ શકતું નથી કારણ કે ગુજરાત અને કાઠિવાડના ચક્રવર્તિ મહારાજા શિલાદિત્ય ચુસ્ત જૈન ધર્મી હતા, વાણીઓ પણ જૈન ધર્મી હતા, ફક્ત બ્રાહ્મણે વેદ ધર્મી હતા તેઓ પ્રાકૃત કે અપભ્રંશ બેલતા નહિ કારણ કે અપભ્રંશ બોલે તે મ્લેચ્છ કહેવાય એમ તેઓ માનતા હતા. એ કારણથીજ બ્રાહ્મણવર્ગો અપભ્રંશ-ગુજરાતી ભાષામાં લખવાને બદલે સંસ્કૃતભાષામાં જ સર્વગ્રંથો લખવાનો રિવાજ રાખ્યો હતો. અપભ્રંશ ગુજરાતીમાં ન લખવું એ તેમને ખાસ આગ્રહ હતો. ગુજરાત અને કાઠિવાડમાં બ્રાહ્મણની વિશેષ વસ્તી મૂળરાજ અને સિદ્ધરાજના સમયમાં થઈ છે એ પણ ભૂલવાનું નથી. વળી સૌરાષ્ટ્રમાં ક્ષત્રિય, વાણુઆ વગેરે હતા તે તો જેનકાલની વાત છે એ પણ ભૂલવાનું નથી, અને એથી પ્રાચીનકાળમાં સૌરાષ્ટ્રમાં જંગલી લેકે નહોતા વસતા એ સિદ્ધ થતું જ નથી. કેલી, ભીલ, નાયકડા, વાઘરી, વગેરે મૂળવતની જંગલી અનાર્ય જાત અત્યારે પણ હૈયાતી ભોગવે છે. હાલમાં ગુજરાત અને કાઠિવાડમાં જે ક્ષત્રિયો હૈયાતી ભોગવે છે તે અસલના મૂળવતની નથી એટલું જ નહિ પણ આજથી બે હજાર વર્ષ પહેલાનાં પણ નથી પણ ઇતર સ્થળેથી આવીને વસેલા છે એ વાત આગળ વાંચવામાં આવશે.
સંસ્કૃતમાંથી પ્રાકૃત ભાષા થઈ અને પ્રાકૃતમાંથી અપભ્રંશ ભાષા થઈ છે. અપભ્રંશ ભાષા તેજ લગભગ જૂની ગુજરાતી છે. જજૂની ગુજરાતી દેશકાળાનુસાર સુધરવા લાગી ત્યારે અર્વાચીન સાક્ષરોએ અર્વાચીન ગુજરાતીને નવી ગુજરાતી એવું નામ આપ્યું. રા. બ. હરગોવિંદદાસભાઈ લખે છે કે “ અપભ્રંશ ઉપરથી જૂની ગુજરાતી થઈ છે, એટલે તેને શાસેની નેમાગધી ભાષાઓ સાથે સંબંધ નથી એ વાત ખાસ લક્ષમાં રાખવાની છે.” આ સ્થલે જાણવું જોઈએ કે પ્રાકૃતનું રૂપાંતર તે અપભ્રંશ છે તેમજ સહેજ સાજ રૂપાંતર ભેદે શારસેની અને ભાગધી ભાષાઓ પણ બનેલી છે માટે પ્રાકૃત, અપભ્રંશ, શરસેની અને માગધી ભાષાને નિકટનો સંબંધ છે એ ભૂલવા જેવું નથી. જેણે શ્રીમાન હેમચંદ્રાચાર્યજીનું અષ્ટાધ્યાયી-સિદ્ધહેમ-વ્યાકરણ જોયું હશે તેના ખ્યાલમાં આ વાત તે હોવી જ જોઈએ. પ્રાકૃત, અપભ્રંશ, શોરસેના અને ભાગધિમાં લાંબો ભેદ નથી. એક એ વાત પણ સમજવા જેવી છે કે જેના પ્રાચીન ગ્રંથોમાં ફક્ત માગધી ભાષાનાંજ શબ્દો ભરેલા છે એમ નથી પણ સેંકડે પણ ટકાતે સંસ્કૃત, પ્રાકૃત અને અપભ્રંશ શબ્દો