________________
૨૮૦
જૈન . કોન્ફરન્સ હેરલ્ડ wwww હતા. જ્યાં વસ્તુ સ્થિતિ આવી હતી ત્યાં કોઈ શવ કે વૈશ્નવ ધર્મને વિદ્વાન નરરત્ન આવે તેની જૈન રાજાઓ કદર કરે એમાં નવાઈ નથી. જો કે દેખીતા ચુસ્ત વૈશ્નો અને શૈવ જૈનોને ન માનવા ઉપદેશ દે, છતાં પણ જૈન રાજાઓ તે તે શો અને વૈશ્નવો પ્રતિ, આત્મભાવે પરમ ભાવ રાખે છે. હેમાચાર્યો સિદ્ધરાજને તથા કુમારપાળને સોમનાથનું દહેરું સમરાવવાની સમજૂતી આપી અને જૈનધર્મના દેવી બ્રાહ્મણોએ સિદ્ધરાજને શેત્રુંજ્યની જાત્રા કરતાં અટકાવવા પ્રયાસ કર્યો પણ નિષ્ફળ ગયો અને સિદ્ધરાજે આદિનાથની યાત્રા પૂર્ણ ભાવથી કરી હતી. જૈનને મુખ્ય સિદ્ધાંત પ્રાણી માત્ર તરફ પ્રેમ રાખીને આત્મસ્વરૂપે સ્થિત થવું તે છે. એ સિદ્ધાંતને જેટલે અંશે જે પ્રાણી સ્વીકારે તેટલે અંશે તે પ્રાણી જૈન છે ભલે તે ગમે તે દેશમાં હોય, ગમે તે જ્ઞાતિમાં હોય તથા ગમે તે વ્યવહારૂ ધર્મ પાળ
હોય તો પણ તે જૈનજ છે. આવા ઉચ્ચતમ વિચાર વિના એકતા થતી નથી અને એકતા - વિના દેશનું કલ્યાણ પણ થતું નથી. જે દેશમાં આવા પરમ જેની સિદ્ધાંતને માન મળે છે
તે દેશનું કલ્યાણ પ્રત્યક્ષ આ લોકમાંજ દિગ્વિીપણે અનુભવાય છે. આ દરજજે તે જેનેનું સામ્રાજ્ય અત્યારે પણ છે. અત્યારે સિદ્ધાંતરૂપે જેનોનું સામ્રાજ્ય છે અને પ્રાચીન કાળમાં વ્યવહાર એટલે લોકિક માર્ગ અને આત્મજ્ઞાન એટલે અલૌકિક સિદ્ધાંત રૂપે જેનું સામ્રાજ્ય હતું.
* રા. બા. હરગોવિંદદાસભાઈ લખે છે કે “શ્રીકૃષ્ણ પિતે સેમિનાથ અને ગિરનારની જાત્રાએ બે વખત ગયા હતા.” અત્રે જાણવું જોઈએ કે ખુદ શ્રીકૃષ્ણ ભગવાન પરમ જની એટલે અખંડ આત્મજ્ઞાની-ક્ષાયક સમીકીતવંત-વીતરાગ પુરૂષ હતા. ગિરનારમાં શ્રીકૃષ્ણના કાકા સમુદ્રવિજયના પુત્ર નેમનાથ પ્રભુનું રહેઠાણ તથા જ્ઞાન ધ્યાનનું સ્થલ હતું તેથી ત્યાં જવાથી સત્સમાગમ, તથા ધ્યાનાદિ સારી રીતે થઈ શકશે એમ ધારીને શ્રીકૃષ્ણજી જાત્રાએ ગયા હતા. સોમનાથમાં સોમ એટલે ચંદ્ર અને નાથ એટલે પ્રભુ, ચંદ્રપ્રભુ એ જીનેશ્વરનું એક નામ છે. જિનેશ્વર એ નિરંજન નિરાકાર જ્યોતિ સ્વરૂપ છે તે ખુબી શિવલિંગથી પ્રતીત થાય છે. વળી પ્રભાસ એ જેનું પ્રાચીન કાળનું પરમ પવિત્ર સ્થલ તથા એકાંત સ્થલ જેવું છે જેથી શ્રીકૃષ્ણજી ત્યાં ગયા હતું તે પણ વ્યાજબીજ છે. એ બંને સ્થળોની યાત્રાવડે શ્રીકૃષ્ણ ભગવાનને જ્ઞાન ધ્યાન અને વીતરાગ દશામાં ઘણો લાભ થયો હતો. હેમચંદ્રસૂરિએ સિદ્ધરાજને સોમનાથનું નવું દેવલ બંધાવવા સૂચના કરી હતી તે હેમચંદ્રની સમાન ભાવના અને વિતરાગીપણું બતાવી આપે છે. નવાચાર્ય કે શંકરાચાર્ય જૈનનાં દેવલ બં. ધાવવાની સૂચના કરી સમાનભાવ ભાવી ગયેલા છે તેને પુરા ઇતિહાસની ધમાં જોવામાં આવતું નથી. આગળ જતાં રા. બા. હરગોવિંદદાસભાઈ કાંટાવાલા લખે છે કે
ગિરનાર ઉપર જેમ જૈન દેવાલયો છે તેમ ઉપરની ટૂંકો પર અંબાજી ને કાલિકાજીનાં દેવાલ છે. આબુરાજ ઉપર જેમ જેનનાં દેવાલયો છે તેમ શૈવનાં ને દેવીઓનાં દેવાલયે જુના વખતમાં પણ હતાં” આગળ જતાં રા. બ. હરગોવિંદદાસભાઈ હ્યુએસગનાં ફકરાથી જણાવે છે કે “ ( ઈ. સ. ૬૪૦ ) વલ્લભીપુર વિષે લખ્યું છે કે” ત્યાં સેંકડો દેવાલયો તે દેવનાં છે તેના સાધુની સંખ્યા મોટી છે.” આમાં જેનની વાત આવતી નથી અને સેંકડો દેવનાં દેવાલય કહ્યાં તે વૈદિક ધર્મનાં હતાં. વૈદિક ધર્મના મુખ્ય પિષકે બ્રાહ્મણો હતા. તેમાંના કોઈએ ભાગ્યેજ જૈનધર્મ સ્વીકાર્યો હશે. એ લોકોની વસ્તી