________________
ભાઈઓ અને બહેને,
આપણી આ અંત્યજ પરિધ જન્મ ગુજરાત રાજકીય પરિપ સાથે જ થયેલ છે, તેથી દરવર્ષે આપણે સાથે જ મળીએ છીએ. ગોધરાની અંત્યજ પાદુ એ ફક્ત એક મેળાવડો જ હતો, છતાં એ મેળાવડાએ પ્રત્યક્ષ કાર્યની જ શરૂઆત કરી. ઠરાવ પસાર કરવા લાં ઠરાવ અમલમાં મૂકો, અને તેમાં જ તેની વિશેષતા હતી. તે વાતને આજે સાતમું વરસ બેસે છે. વચલાં છ વરસ દરમ્યાન આપણે ઓછી પ્રગતિ નથી કરી. મહાસભાએ પિતાના કાર્યક્રમમાં અસ્પૃશ્યતાનિવારણને મહત્વનું સ્થાન આપ્યું છે. ધર્મગુરુઓ પણ બદલાલી દષ્ટિએ આ સવાલને વિચાર કરતા થયા છે, એટલું જ નહિ પણ અંત્યજોને ન્યાય આપવા ખાતર અનેક ઠેકાણે ઉજી આત કામના કેટલાક લોકે કષ્ટ વેઠવા પણ તૈયાર થયા છે. દક્ષિણ તરફ તે આ સવાલ સત્યાગ્રહે ચડ્યો છે.
આપણા ગુજરાતમાં અનેક ઠેકાણે અંત્યજોને સારૂ શાળાઓ અને આ ખેલાયેલાં છે. વિદ્યાપીઠે પિતાની હસ્તીને જોખમે પણ શરૂઆતમાં જ મંત્યજોને સવાલ પિતાનો કર્યો છે. ભાવનગરના દક્ષિણામૂર્તિ વિધાથી ભવં મહામુસીબતે જૂના ચીલામાંથી ઉગરી જઈ અંત્યજોને માટે પિતાનાં બાસાં ખુલ્લાં રાખ્યાં છે. આમ બધે ધીમે ધીમે પણ મક્કમ રીતે અંતજોદ્ધાનું કામ આગળ વધે છે, અને જેમ રાજકારી હીલચાલ ચલાવવા માં. પ્રાતિક સમિતિ છે તેમ અંત્યજોના કાર્યને માટે ખાસ અંત્યજ સેવે મંડળ આપણે ઉભું કરી શકો છીએ.
છતાં આટલી પ્રગતિથી આપણે સંપ નહિ માનવો જોઇએ. અસ્પૃશ્યતાનિવારણના વિરોધીઓનાં હૃદયો જ્યાં સુધી આપણે પૂરેપૂરાં પલટાવીએ નહિ, પીળાવીએ નહિ, ત્યાં સુધી આપણે અંત્યજોની પૂરી સેવા કરી ગણાય નહિ. એટલે આપણું કાર્ય બે દિશામાં થવું જોઈએ. એક તે અંત્યજો વરચે કામ કરીને તેમને સુધારવાનું. સામાન્ય હિન્દુઓ કરતાં સંસ્કારમાં તેઓ પાત ન રહે, બનતી ઉતાવળે બીજા હિન્દુઓની હારમાં તેઓ બેસી શકે,
આ પ્રયાસો કરવા જોઇએ. બીજી તરફ આજ સુધી ઉચ્ચતા ભગવતી કેને સમજાવી, વિનવી, તેમની દષ્ટિ ધર્મ, ન્યાય અને ભવિષ્યને એ સાથે આ ત્રણે તરફ જાગૃત કરવી જોઈએ. એટલા જ માટે આજે કંઇક બાણપૂર્વક આ સવાલની તાત્ત્વિક ચર્ચામાં હું ઉતરું તો આપ દરગુજર કરશે.