SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ પ્રસંગ. ૧૧૧ રા. ભીમજી હરજીવનદાસ પારેખ, રા. ગેકુળદાસ નાનજીભાઈ ગાંધી રા. કેશવલાલ પ્રેમચંદ મોદી વકીલ, રા. ડાહ્યાભાઈ પ્રેમચંદ મોદી, રા. મણીલાલ નથુભાઈ દેશી બી. એ. પંડિત હરગોવિન્દદાસ, પંડિત બહેચરદાસ, શેઠ કુંવરજી આણંદજી, વગેરે એક એક નિબંધ લખી મોકલાવી શકે તેમ છે તેમ તેમ કરવા તેમને આગ્રહપૂર્વક વિનતિ છે. વિશેષ ઉપયોગી નિબંધો સાધુ મુની મહારાજે જેવા કે પન્યાસ શ્રી આણંદસાગરજી મુનિશ્રી કરવિજ્યજી, મુનિશ્રી ચારિત્રવિજયજી, મુનીશ્રી વિદ્યાવિજ્યજી, મુનીશ્રી કેશરવિજયજી, મુનિશ્રી જિનવિજ્યજી તેમજ મુનિશ્રી રત્નચંદ્રજીવગેરે મોકલી જૈન સાહિત્યની સ્મૃદ્ધિ દાખવી શકે તેમ છે તે તેમને પણ વિશેષ વંદણા સહિત તેમ કરવા નમ્ર વિનતિ છે. યતિવર્યશ્રી હિંમત વિજ્યજી કે જે જૈન શિલ્પશાસ્ત્રમાં અતીવ નિષ્ણાત છે તે, અને યતિ શ્રી માણેકવિજ્યજી કે જેઓ જૈન શિલા લેખોના ઉતારાને જબરો જથ્થો ધરાવે છે તે પણ તે તે વિઠ્ય સંબધે ઘણું પ્રકાશ પાડી શકે તેમ છે. તો તેમને પણ તેમ કરવા ખાસ આગ્રહ કરીએ છીએ. જેને જ્યાં સુધી કાંઈપણું સાહિત્ય સંબંધે નહિ કરે ત્યાં સુધી જૈનેતરો પાસેથી તેમ કરવાની આશા રાખવી એ એગ્ય નથી, છતાં પણ કેટલાક નિષ્પક્ષી પ્રેમ દષ્ટિવાળા જૈનેતર વિદ્વાન જૈન સાહિત્ય પ્રત્યે લક્ષ આપતા જણાય છે. એ કંઈ ઓછી આનંદનું કારણ નથી. આ પરિષદમાં બે વિદ્વાનોએ લખવા ધાર્યું હતું પણ આપણને દીલગીર થવાનું છે કે તેમ બની શકે તેમ નથી કારણ કે અમને જણાવવામાં આવે છે કે – રા. અંબાલાલ બુલાખીદાસ જાની બી. એ. (ગુજરાતીના ઉપસંપાદક) ને વ્ય વસાય ઘણો છે એટલે “જૈન સાહિત્ય” વિષે એમણે નિબંધ લખવા ધાર્યું હતું પણ તે બનવાનું નથી. “વરતુપાલ તેજપાલ’ વિશે લખવા ૨. રણજિતરામ વાવાભાઈ મહેતાને વિચાર હતો પણ બીલકુલ વખત ન મળ્યો તેથી તે પણ બન્યું નથી.” પરિષદ્ મે મહિનાની છેલ્લી તારીખોએ મળશે તો તે વખતે દરેક સાહિત્યરસિક જેન ભાઈને ત્યાં આવી તેમાં ભાગ લેવા અમારી ભલામણ છે. લેખક એપ્રિલના મધ્યમાં અથવા અંતમાં નિબંધ પાંચમી ગુજરાતી સાહિત્ય પરિષદના મંત્રીઓ. ગોપીપુરા સુરત એ. સરનામે મોકલશે તે ચાલશે. વળી આ વખતે પ્રદર્શન જૂના જૂના હસ્ત લિખિત પુસ્તકો-રાસા, ગદ્ય, કવિતા વગેરેનું તથા બીજું ભરવા વિચાર છે અને તે દરેક પર રિપિટ ઘડી પ્રસિદ્ધ કરવાનો વિચાર છે, તે દરેક જૈન શ્રાવક કે મુનિ મહારાજ કે જેમની પાસે જુની હરત લિખિત પ્રતે (ગુજ. રાતી-અપભ્રંશ ભાષામાંની) હોય તેમને ઉપર જણાવેલ સિરનામે તે મોકલવા વિનતિ છે. જે કોઈ પણ લેખક અથવા પુસ્તક મોકલનાર પિતાના નિબંધ યા પુસ્તક પરિષદમાં અમારી મારફત મોકલવા ઇચ્છતા હશે તો ખુશીથી તેમ કરી પરિષને પહોંચાડવામાં આવશે અને તે પુસ્તક પ્રદર્શન પુરું થયે એમને એમ–જે સ્થિતિમાં હોય તે જ સ્થિતિમાં સહીસલામત રીતે પાછું પહોંચાડવાને અમે સાહિત્ય પરિષદુ તરફથી બં. ધાઈએ છીએ, તંત્રી,
SR No.536624
Book TitleJain Shwetambar Conference Herald 1915 04
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1915
Total Pages62
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy