________________
વાંચન વિભાગ.
સંપાદિકા–નિર્મળા બહેન.,
કળા કેશલ્ય પ્રદશન.
- ગરબા, (ખીલી વસંતે આ પુષ્પ વન વાડીઓ–એ રાસડાની લયમાં)
સુંદરી ! કળા શિખો ને પુત્રીને શિખાવ સવ વસ્તુમાં કળીના અંગને વધાવજે–સુંદરી !
સ્ત્રીતણી બહેતર કળા શાસ્ત્રમાં જણાવી
પુત્રી બ્રાહ્મી સુદરીને પ્રભુએ ભણાવી આ પ્રદર્શને તમે એ શીખવાને આવજો–સુંદરી ! - ધમ ભાવનામાં કળા સ્થાન તે લીએ છે,
સ્વચ્છતા ને સુઘડતા આનંદ તો દીએ છે, સવે આવીને બીજાને આવવા કહાવજે–સુંદરી !
સિવણુ ગુંથણ ભરતથી સુવસ્ત્રને વસાવો,
સુંદર ચિત્રામણે. પ્રફુલ્લ મન બનાવે, સ્વજન સાથ સંગથી રહીને ઘર દિપાવજે–સુંદરી !
મેહનલાલ દ. દેશાઈ.
-
સ્ત્રીકેળવણી.
ગત કોન્ફરન્સમાં સ્ત્રી કેળવણી સંબંધે જે જે વ્યવહારૂ અને ઉપયોગી હરાવ કર્યો છે તેની નોંધ ગયા અંકમાં લેવાઈ ચૂકી છે, પરંતુ તેટલાથી જ સંતોષ માનવો જોઈતો નથી. તે ઠરાવ કેમ અમલમાં આવે તે માટે ઘટતાં પગલાં ભરી સ્ત્રીઓ અને કન્યાઓ સુશિક્ષિત બની સંસાર સુધારામાં ભાગ આપી શકે તેમ કરવાનું છે. આપણે તે ઠરાવના પેટા ઠરાવ એક એક લઈ તે પર વિચાર કરીશું.
(૧) પોતાની પુત્રીને ઓછામાં ઓછું લેખન, વાંચન અને સામાન્ય ગણિતનું શિક્ષણ આપવાની વ્યવસ્થા દરેક જેને કરવી જોઈએ.
• જૈન મહિલા સમાજ તરફથી ભરાયેલા પ્રદર્શન નિમિત્તે રચેલું.