________________
સ્ત્રી કેળવણી.
૧૧૩ આ ભલામણ માબાપને છે. પિતાના પુત્રને શિક્ષણ આપી કુશળ બનાવવાની ફરજ જેમ માબાપની છે તેવીજ અને તેટલીજ ફરજ પિતાની કન્યાને શિક્ષણ આપવાની ફરજ દરેક માતા પિતાની છે. એવું એકપણ ગૃહ રહેવું ન જોઈએ કે જેમાં વસતી કુમારિકા સામાન્ય જ્ઞાનથી બેનસિબ હેય.
આ સામાન્ય જ્ઞાન શું છે? તે જણાવ્યું છે કે લેખન, વાંચન અને સામાન્ય ગણિત. હવે આ ત્રણમાં શું શું આવે છે તે જોઈએ.
૧ સ્વલેખન- લખતાં આવડવું. આજકાલ એક નાનું સરખો કાગળ પિતાની માને, બહેનને, કે ભાઈને કે કોઈપણ સ્વજનને કેમ લખો તે ઘણી સ્ત્રીઓ જાણતી નથી, તો પછી કન્યાઓની કયાં વાત કરવી ? કાગળ લખવો તે દૂર રહ્યા પણું સહી કરતાં એટલે પિતાનું એક નામ લખતાં પણ ભાગ્યે જ અગર માંડમાંડ જેવા તેવા અક્ષરથી આવડે છે. આ શું શોકકારક બીના નથી? આવા અજ્ઞાનથી ઘણી વખત એવું બન્યું છે કે સ્ત્રીઓને અને તેમાં વિધવાઓને અને ખાસકરી શ્રીમંત વિધવાઓને ઘણુઓ ફોસલાવી સહી ગમે તેપર કરાવી છેતરી ગયા છે અને અનાથને વધુ અનાથ અને નિરાધાર કરેલ છે. તે ઓછામાં ઓછું સરલ ભાષામાં સારી રીતે લખતાં આવડે તેટલું શીખવાની જરૂર છે.
૨ વાંચન- સામાન્ય રીતે સાદાં ગુજરાતી પુસ્તકો વાંચી સમજી શકાય એવી રીતે જ્ઞાન મેળવવાની જરૂર હોવાથી ગુજરાતી પાંચમી પડી સુધી શીખવું જોઈએ. વસ્તીપત્રકમાં જૈન સ્ત્રીઓ વાંચી જાણે છે તેની સંખ્યા મોટી ગણાવી છે તે પરથી એમ નથી જાણવાનું કે સારી રીતે વાંચતાં જેને આવડે છે એવી જૈન સ્ત્રીઓ ઘણું છે. માત્ર એકાદ બે ચોપડી શીખ્યા કે ક બારાખડી શીખી વાંચતાં માંડમાંડ આવડયું એટલે વાંચન આવડી ગયું એમ સમજી વસ્તીપત્રકમાં લખાવામાં આવે છે. સારું વાંચન પ્રાપ્ત કરવાને પાંચ ચોપ- ' ડીને અભ્યાસ થયા પછી જુદાં જુદાં ગુજરાતી પુસ્તકો વાંચવા અને સમજવાને અભ્યાસ થાય અને વાંચતાં વાંચતાં જે એક વાકયમાં ઘણી વખત અટકવામાં આવે છે તે દૂર થઈ સપાટાબંધ એક શ્રેણીએ વાંચવા ભેગેજ અર્થ સમજી શકાય એટલું જ્ઞાન જોઇએ.
૩ ગણિત–આંક, સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર, સામાન્ય ત્રિરાશી એટલું તે દરેક સ્ત્રીએ ઓછામાં ઓછું જાણવું જોઇએ. આની સાથે સામાન્ય ઘર ખરચના હિસાબ કેમ રાખવો, તેલાં તથા માપનાં કેકે વગેરેનું જ્ઞાન પણ હોવું જોઈએ. આજ કાલ સ્ત્રીઓ થોડું ઘણું લખી વાંચી શકે છે તે દેબીને લૂગડાં આપ્યાનો હિસાબ, દૂધવાળાને હિસાબ, તથા સામાન્ય ઘરખર્ચને હિસાબ સામાન્ય રીતે રાખી શકતી નથી એ ખરેખર શોચનીય છે. રળનારા પુરૂષોની આવી આવી નોની ઉપાધિઓ સ્ત્રીઓએ મુક્ત કરવાની છે, અને તેથી ગૃહ સંસાર સુખરૂપ નીવડી શકે છે.' - આ સામાન્ય જ્ઞાન માટે સર્વ સ્થળે સ્ત્રી-કન્યા શાળાઓ સ્થાપવાની જરૂર છે. સંરકારી સ્કૂલો હોય ત્યાં જૈન કન્યાઓ વિશેષ લાભ લઈ શકે તે માટે તેમને ઈનામ, પાટી, દફતર, ચેપડીઓ વગેરેનું આપી લાલચ આપવી જોઈએ છે; જ્યાં તેવી સ્કૂલ ન હોય તેવા ગામડામાં કંઈ શિક્ષક રાખી તેવી ગોઠવણ કરવી જોઈએ છે. આટલું તે તે ગામના આગેવાને કરશે તે પછી વિશેષ જ્ઞાન જેમ કે સંસ્કૃતિનું જ્ઞાન, લલિત કળાઓનું જ્ઞાત, ભરત, ગુંથણ,