________________
૧૧૪
શ્રી જે. કે. કૌ. હેરલ્ડ.
norwernannannnnnn
સીવણ, ચિત્રામણ વિગેરે–મેળવવાનો પ્રયત્ન સુલભ અને સહેલે થઈ પશે. આવા જ્ઞાન માટે એવા ખાસ વગ ખોલી શકાય કે જ્યાં આગ્ય વિદ્યાનાં મૂળતો, બીમારની ચાકરી કેમ કરવી તે, અકસ્માત વખતે તાત્કાલિક ઉપાય ક્યા અને કેમ લેવાં, બાળકને કેમ કેળવવા વગેરેનું શિક્ષણ આપી શકાશે. * ઘણી વખત અજ્ઞાનથી અસ્વચ્છતામાં રહી રોગથી ગ્રસ્ત થયેલી સ્ત્રીઓ જોવામાં આવે છે, કેટલીક વખત અકસમાત વખતે યોગ્ય તુરત ઉપાય ન લેવાથી વિપરીત પરિણામે આવેલાં જોયેલાં છે, આ પરથી સ્ત્રી કેળવણીને પ્રચાર જેમ બને તેમ વધુ કરવાના છે.
આ માટે દરેક પ્રાંત શહેરવાર ત્યાંના આગેવાનો પાસેથી કોન્ફરન્સ તરફથી રિપોર્ટ માગ વામાં આવે તે ખરી સ્થિતિ જણાતાં તે માટે અવશ્યક ઉપાય લઈ શકાય તેમ છે.
આ માસિકનો ખાસ દળદાર જૈન ઈતિહાસ સાહિત્ય અંક.
લેખકેને નિમંત્રણ. સુજ્ઞ મહાશય,
આ વિ વિનંતિ કે ઉપરોક્ત માસિકનો ખાસ અને દળદાર અંક મુખ્યત્વે કરી જૈન ઇતિહાસ અને સાહિત્યને લગતા વિષયો સંબંધે કાઢવાનો પ્રયત્ન અત્યારથી થઈ ચૂકયો છે.
જૈન ઇતિહાસ અખંડ ધારામાં લખાયો નથી, તેમજ જૈન સાહિત્ય પૂરેપૂરૂં પ્રગટ થયું નથી તેથી જૈન અને જૈન ધર્મના ઇતિહાસ અને સાહિત્યના જુદા જુદા પ્રસંગે છૂટાં છવાયાં એકત્રિત કરવામાં આવશે તે કાળે કરી શંખલાબદ્ધ ઇતિહાસ અને સાહિત્યનાં પ્રકરણ હાથ લાધતાં તેને પિતાનું યોગ્ય સ્થાન સાંપડશે. આ ખાસ અંકન હેતુ આથી સમજી શકાશે. - આપશ્રી જૈન સાહિત્ય અને ઇતિહાસમાં રસ લેતા હોવાથી તે સંબંધે ખાસ લેખ લખી મોકલવાની અને માસિની પ્રતિષ્ઠા અને શોભામાં વૃદ્ધિ કરશો તો ઉપકૃત થઇશ.
અને આપ વિદ્વાન હોઈ આવા પ્રસંગે આપને શ્રમ આપવું પડે છે તે માટે ક્ષમા આપશે. પરંતુ તે ક્રમની સફલતા અમોને ઘણું માન આપી શકશે એ અમારી ખાત્રી છે.
લેખ આવતા જુનની ૧૦ મી પહેલાં મોકલવા વિનંતિ છે, અને લેખ સંબંધી વિ. ષની સામાન્ય સૂચન પે ટીપ આ સાથે છે તે પર આપનું ધ્યાન ખેંચવામાં આવે છે
કૃષાભિલાષી
તા.