________________
૧૧૦
શ્રી જૈન ક. કે. હેરલ્ડ.
હિસાથી ઉત્પન્ન થતા પદાર્થોને ઉપયોગ કરવાથી શરીર, મન અને આત્માની કેવી અને ગતિ થાય છે? તે જનસમાજને સમજાવવાનું છે. આ સુંદર રીતે કરવામાટે શેઠ લલુભાઈ. ગુલાબચંદ ઝવેરીને ધન્યવાદ ઘટે છે. આ સંસ્થા ઉત્તેજનને પાત્ર છે.
જૈન શ્વેતાંબર ડિરેકટરી–જેન એસોસિયેશન ઈન્ડિયાએ હમણાં જનતાંબર કોમમાં પ્રતિષ્ઠિત વેપારીઓ, આગેવાને, ગ્રેજ્યુએટ, પદવીધરે, માસિક અને વર્તમાન પત્રો, પુસ્તક પ્રકાશક સંરથાઓ, જાહેર સંસ્થાઓ, તીર્થો, જેન વરતીના આંકડાઓ વગેરે માહિતી વાળી વાર્ષિક પચાંગ સાથે એક ડિરેક્ટરી બહાર પાડી છે તે માટે તે સંસ્થાને અભિનંદન ઘટે છે. આની સાથે તે સર્વ ઉપરથી ઉપજતા વિચારો સિંહાવલોકન રૂપે જેની સ્થિતિ દાખવતા જણાવ્યા હતા તો તે વિશેષ ઉપકારક થાતઃ પ્રથમ પ્રયાસ હોવાથી રહેલી ઓછપ અને ખામીઓ આવતી ડિરેકટરીમાં દૂર થશે. અમને ખાત્રી છે કે આવા પ્રયત્ન દરવર્ષે ચાલુ રહેશે.
લેખકોને નિમંત્રણ–આ માસિકનો આવતે ખાસ અંક જૈન ઇતિહાસ અને જૈન સાહિત્યના વિષય વાળ કાઢવાને છે અને તેથી તેને જેન ઇતિહાસ-સાહિત્ય અંકી એ નામ આપવામાં આવશે. આમાં સાહિત્યને વિશાલ અને વ્યાપક અર્થ ન લેતાં મર્યાદિત અર્થમાં–સામાન્ય રીતે લેવામાં આવ્યો છે. આ માટે વિષયની સૂચિ માત્ર સૂચન અથે આ અંકમાં લેખકોને નિમંત્રણ સહિત મૂકવામાં આવી છે તે અમારી ખાત્રી છે કે તે નિમં. ત્રણનો પ્રેમભાવ પૂર્વક આદર થશે.
ગુજરાતી સાહિત્ય પરિષદ-મે માસમાં સુરત શહેરમાં ભરવાનું નક્કી થયું છે. જૈન સાહિત્ય ગુજરાતી સાહિત્યમાં એટલે બધે આગેવાની ભર્યોભાગ લીધો છે કે તે સુજરાતી સાહિત્ય પરિષદમાં વિશાલ આસન મેળવવા અતિ લાયક છે. હમણાં પણ જૈન પુસ્તક પ્રકાશક સંસ્થાઓ તથા જેનો જે સાહિત્ય બહાર પાડે છે તે પરથી ઘણો પ્રકાશ પડી શકે છે. સાક્ષરશ્રી રણજિતરામ વાવાભાઈ લખે છે કે – - “પરિષદમાં જૈનસાહિત્યવિષે નિબંધો ન આવે તો આપને સૌને શોભાસ્પદ નથી. એ નિબંધે મેળવવા પ્રયાસ કરવા જોઈએ. તમે હવે એટલાં બધાં સાધને બહાર મૂકતા જાઓ છે કે સાધનો માટે હિન્દુઓએ ફરીઆદ કરવાની નથી પણ આગેવાની તમે લેશે નહી ત્યાં લગી કાંઈ થવાનું નથી આપણને સામાન્ય દષ્ટિના અભ્યાસીઓ કરતાં વિશિષ્ટ દષ્ટિના અભ્યાસીઓ જોઈએ છીએ. ”
આ ઉપર ખાસ ધ્યાન ખેંચવા અમારા લેખકોને વિજ્ઞાપ્તિ કરીએ છીએ અને જણવીએ છીએ કે હેરૅલ્ડના ખાસ અંકાટે જે વિષયસૂચિ અમે આપી છે તે પૈકી કઈ વિવય પર નિબંધ લખી પાંચમી ગુજરાતી સાહિત્ય પરિષદના મંત્રીઓ, ગોપીપુરા સુરત એ સરનામે મોકલાવશો તે જૈનસાહિત્યપર ઉપકાર થશે.
રા. રા. મોતીચંદ ગિરધરલાલ કાપડીઆ સોલીસીટરે સત્તરમા સૈકાના જૈન ગુજરાતી કવિઓ કે એવા બીજા વિષય પર, તેમજ રા. શ્રી મનસુખલાલ કિરતચંદ મહેતાએ એક વિષય પર નિબંધ લખવા વચન આવેલાં છે. અમારા તરફથી શ્રાવક ઋષભદાસ કવિ” પર નિબંધ તૈયાર થાય છે અને તે મોકલવા પાકો વિચાર છે. તે પણ આટલું પુરતું નથી. રા. મનઃસુખલાલ રવજીભાઇ, રા પોપટલાલ કેવળચંદ શાહ, રા. છોટાલાલ હરજીવનદાસ પારેખ,