________________
શ્રી જેન ક. કે. હેરડ.
વિવિધ પ્રસંગ. નામદાર લોકમાન્ય ગેખલેને સ્વર્ગવાસ–તેમની હિંદદેશના માનવંતા પતા પુત્ર તરીકે હિંદ માતાની કરેલી મરણ પર્વતની અશાંત, ઉત્તમ અને હદયનિષ્ઠ સેવા જગજાહેર છે. તે સેવામાં જ તેમણે પિતાનું આયુષ્ય ગાળી નાંખ્યું છે અને તે માત્ર ૪૭ વર્ષની વયે ! ધન્ય છે આ અમરનામી દેશભક્તને! સરકાર, કાઉન્સિલના મેંબરો, સરકારી અધિકારીઓ, સર્વ પ્રતિષ્ઠિત નર અને દેશભકતો, ગામેગામ અને શહેરે શહેરની વસ્તીએ-ટુંકમાં કન્યાકુમારીથી હિમાલય અને સિંધુથી બ્રહ્મપુત્રા સુધીના પ્રદેશે એકી અવાજે તેમની પ્રશંસા કરવા–તેમને ધન્યવાદ આપવા ઉપરાંત તેમના જવાથી પડેલી અવિસ્મરણય બેટને લઇને રૂદન કર્યું છે. એટલે તેમાં અમારો નબળો અવાજ ઉમેરવા સિવાય વિશેષ શું કરી શકીએ તેમ છીએ? અમે જે આ પત્રમાં કહેવા માંગીએ છીએ તે એટલું જ કે જે તે મહાનનર પ્રતિધાયક (constructive ), નિષ્પક્ષપાતી, નિડર અને . અનુપમ સેવા બજાવનાર દેશભક્ત હતા તે આપણુમાંથી કોઈપણ એવો જૈન કેમને ભક્ત નીકળી નહિ આવે? અથવા નીકળી ન શકે? તેવા ગુણો અને તેટલે દરજેની સેવા કદાચ નહિ બની શકે તો પણ તેનું માત્ર અનુકરણ પણ કરનારા કોઈ ન નીકળી શકે ? હાલના સુશિક્ષિતે ધારે તે તે બની શકે તેમ છે, અને જે ન ધારે તો કોમના હતભાગ્ય છે. બની શકવામાં એટલું ખાસ ધ્યાનમાં રાખવાની જરૂર છે કે બીજાની મોરલીધર નાચવું, દુધમાં અને દહીમાં પગ રાખી બોલવું—ચેષ્ટા રાખવી, સ્વતંત્ર કાર્ય તો દુર રહ્યું પણ સ્વતંત્ર અભિપ્રાય પણ આપવામાં ભિરૂતા દાખવવી, અને આસપાસના વાતાવરણુથી દોરવાઈ જઈ તે પ્રમાણે ભાકુલ જવાબ આપે-એ સર્વને જૈન ભક્ત–સેવક થવામાં સ્થાન નથી. સામાન્ય હક માગવામાં ડર, સામાન્ય રાજકીય પ્રશ્નને ઉહાપોહ કરવામાં સંશયને બહિષ્કાર થવો જોઈએ છે. ન જન સી કળા કેશલ્ય પ્રદર્શન–મુંબઈ માંગરોળ જૈન સભાએ ઉપસ્થિત કરેલી જૈન મહિલા સમાજ તરફથી આ પ્રદર્શન ગત ફાગણ માસમાં કરવામાં આવ્યું હતું એ ઘણીજ આનંદદાયક બિના છે. જૈન સ્ત્રીઓ આવી રીતે પોતાની સિવણ, ગુંથણ અને ભરતથી કરેલી ચીજો મોકલી આપે અને તેનું પ્રદર્શન ભરાય એ એક જૈન કોમના ઇતિહાસમાં પહેલપહેલું છે. જેના મહિલા સમાજ પાસે ફંડ સારું છે તેથી આવાં બીજા અનેક શુભકાર્યો હાથમાં લઈ પાર પાડી શકે તેમ છે. પ્રદર્શન પ્રથમ પ્રયાસ હોવા છતાં તે સામાન્ય રીતે ઠીક હતું. લાડવણિક કોમ તરફથી ભરાયેલ આવી જાતનું પ્રદર્શન પહેલું હોવા છતાં આના કરતાં ઉત્તમ થયું હતું; તો પણ આપણે આશા રાખીશું કે વધુ વખત આગળથી લઈ દર વર્ષે આ પ્રદર્શન કરતાં વધુ સુંદર અને વિશાલ પ્રદશન મહિલા સમાજ પુરું પાડશે.
૫. અનલાલ શેઠી માટે મુંબઇમાં જાહેર મીટીંગ–તા. ૧૪ મી માર્ચ ૧૮૧૫ને દિને શ્રીયુત મકનજી જૂઠાભાઈ મહેતા બારિસ્ટર-ઍટલૅ ના પ્રમુખપણ નીચે એક જાહેર જૈન સભા મળી હતી તેમાં ત્રણે જૈન સંપ્રદાયના ઉત્સાહી પુરષોએ હાજરી આપી હતી અને હીરાબાગને આખો હોલ ચિકાર ભરાઈ ગયો હતો. કોઈ કોઈ કામ બાવવાથી તથા તબીયતના કારણે ગેરહાજર રહ્યા હતા છતાં તેમને સહાનુભાવ આ