SearchBrowseAboutContactDonate
Page Preview
Page 5
Loading...
Download File
Download File
Page Text
________________ તત્રીની નોંધ. ૧૦૦ જૈન શ્રેયસ્કર મંડલના કેળવણી ખાતાએ પેાતાની નીચે રહેતી પાઠશાલાઓમાં તે જાતને પ્રાધ કરવાની જરૂર છે. આટલા પ્રસ્તાવ કરી તે ઠરાવના મુદ્દા તપાસીએ (૧) જ્યાં ધાર્મિકશાલા ન હોય ત્યાંતે ખેાલવાના ત્યાંના સંધે પ્રબંધ કરવા (૨) જ્યાં તે હાય ત્યાં તેને સુવ્યવસ્થિત કરવાને તથા તેમાં પદ્ધતિપૂર્વક શિક્ષણ આપત્રા માટે ત્યાંના સંઘે પ્રબંધ કરવા સબંધમાં (૩) જ્યાં ક્રુડ સારૂં હોય ત્યાં સંસ્કૃત માગધી એ એ ભાષાના અભ્યાસ વધરાવવા (૪) ખની શકે ત્યાં સુધી દરેક જૈન શાળામાં જૈન પુસ્તકાલય રાખવાના પ્રબંધ કરાવવા. પ્રથમના એના સંબંધમાં કાન્ફરન્સ આફ્રિસે દરેકે દરેક પ્રાંત અને શહેરના જૈન આગેવાને પાસે પાતપેાતાના પ્રાંત, શહેર અને ગામમાં આવેલી જનશાળા-પાઠશાળા રિપોર્ટ માગવેલ અને તેની સાથે તેમના અભિપ્રાય માગવા, જ્યાં જ્યાં નહેાય અને કરવાની જરૂર હોય તેમજ થઇ શકે તેમ હોય તે સંબંધે પણ તેમની પાસેથી રિપોર્ટ માગવા, જૈન શ્રેયસ્કર મડળ હસ્તક ચાલતા ખાતામાંથી તેવા રિપોર્ટ માંગવા. આમ સર્વ એકત્રિત કરી જ્યાં અવ્યવસ્થા હોય ત્યાં ત્યાં તેમ જણાવી લાગવગ વાપરી પ્રાંતિક સેક્રેટરી દ્વારા તપાસ ચલાવી તેને દૂર કરવી જોઇએ અને આખું બંધારણ સુધારવું જોઇએ, જ્યાં શાલાના અભાવ હેાય ત્યાં ત્યાંના આગેવાનાને લખી તે ઉધાડવાની વિનંતિ કરવા ઉપરાંત ઉપદેશક માકલી તેવા બંદોબસ્ત કરવાની જરૂર છે. તે ઉપરાંત જ્યાં જ્યાં પ્ડ સારૂં હોય ત્યાં ત્યાં જૈનશાળામાં માગધી અને સંસ્કૃત ભાષાના અભ્યાસ થઇ શકે તેવી ગોઠવણુ કરવા કરાવવાની છે અને પુરતકાલય રખાવવાની પણ જરૂર છે. (૫) એક જાતનેા અભ્યાસક્રમ કે જે દરેક પાઠશાલામાં ચાલી શકે એવા જૈન એજ્યુકેશન એ પાસે તૈયાર કરી સ્થાપિત કરાવવે. આ ઘણાજ ઉત્તમ ફરાવ છે અને એ પાર પડયે એકસ’ગતતા આવવા ઉપરાંત અનેક લાભ લઈ શકવાનેા સભવ છે. આ પત્રના નીતિ-ધર્મ કેળવણીના ભાગના સંપાદક સ્વર્ગસ્થ ગોવિન્દજી મૂળછ મહેપાણીએ મહામહેનત અને જાતીય શિક્ષક તરીકેના અનુભવથી ઘણા શિક્ષણ વિષયક પુરતાનેા અભ્યાસકરી અંગ્રેજી સાતમા ધોરણ સુધીતેા ધાર્મિક અભ્યાસક્રમ તૈયાર કર્યો હતો અને તે હેરેલ્ડમાં છપાઇ ગયા છે. આ ઉપરાંત ડૅાલેજના વિધાર્થીઓ માટે ડેડ બી. એ. સુધીનેા ઉચ્ચ ધાર્મિક અભ્યાસક્રમ તૈયાર કર્યાં હતા તે હેરડમાં છપાયા નથી, પણ જન પત્રમાં છપાઇ ગયા છે. આ ઉપર ો યાગ્ય લાગે તેા ફેરકાર-સુધારા વધારેા કરી ખેડે એક અભ્યાસક્રમ તૈયાર કરવાની જરૂર છે અને તે સર્વ શાળામાં દાખલ કરાવવાની આ બે તથા કોન્ફરન્સ ઉપર કરજ રહે છે. -હાલના પાઠશાળાના શિક્ષા નીતિ-ધર્મ શિક્ષણુ પાડી પેાતાના અનુભવથી તૈયારકરી આ અગર ખીજા' પત્રામાં પ્રસિદ્ધ કરે તેા ઘણા લાભ થઈ શકે તેમ છે. તે ઉપરાંત સામા યિક, પ્રતિક્રમણ, નવ તત્ત્વ, દંડક, સંગ્રહિણી, ક્ષેત્રસમાસ આદિ પ્રકરણ ગ્રંથે નવીન શિક્ષણ શૈલીએ વિદ્વાને હાથે લખાવાની જરૂર છે કે જેથી તે પ્રકરણામાં થોડા શબ્દોમાં મહા અથવાળું મૂકેલું જ્ઞાન અને તેનુ રહસ્ય પ્રાપ્ત થઈ શકે.
SR No.536624
Book TitleJain Shwetambar Conference Herald 1915 04
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1915
Total Pages62
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy