________________
૧૦૬
શ્રી જેન ધ. કૅ. હેરલ્ડ. riallall äld. (Editorial Notes.)
શ્રીમતી કૅન્ફરન્સ દેવી.
નવમા અધિવેશનના ઠરાવને હવે કાર્યમાં મૂકવાની જરૂર.
( ૧ ) તહેવાર અને ધાર્મિક શિક્ષણ રાજનિક જૈન પ્રજા વાઈસરોય પર તેમના પત્નિ અને યેષ્ઠ પુત્રના મરણથી આવી પડેલ દુઃખમાં સહાનુભૂતિ દાખવી બ્રિટિશ સરકાર પાસે પિતાના પવિત્ર દિવસોમાંના ઓછામાં ઓછા બેને જાહેર તહેવાર તરીકે પાળવામાં આવે એવી અરજ કરે છે, અને તેનો ઠરાવ કલકત્તાની વડી સરકારને તથા મુંબઈ સરકારને મોકલવામાં આવ્યો ત્યારે વડસરકાર લખે છે કે તમે પ્રાંતિક સરકારને અરજકરે, કારણ કે તે બાબતની તેમને સત્તા છે, જ્યારે મુંબઈ સરકાર જણાવે છે કે તે અરજ પ્રમાણે સ્વીકાર થઈ શકે તેમ નથી માટે તે દિલગીર છે.
જૈનપ્રજા આટલી બધી વફાદાર છે તે ઉપરાંત ગાય જેવી ગરીબ અને શાંત છે અને તેથી શાંતપણે ટૂંકી અરજ કરતાં આમ જવાબ મળે છે એથી નિરાશ પામવાનું નથી, “બારણું ઠેકો અને તે ઉઘડશે એ ઈસુ ખ્રિસ્તની પવિત્ર આજ્ઞાને બરાબર પાળનાર બ્રિટિશ સરકાર છે. જૈન એસોસિએશન ઓફ ઇન્ડિયાએ આ સંબંધમાં અરજી કરી હતી તે તેને પણ મુંબઈસરકાર તરફથી એવોજ મીઠો પણ ઠડ જવાબ મળ્યો હતો. તો હવે ગામે ગામથી શહેરેશહેર અને દેશદેશથી સેંકડો નહિ બલકે હજારો જેનોની સહી સાથે મેમોરીઅલ જુદી જુદી સરકારને મોકલવાની હિલચાલ કન્ફરજો અગર જૈન એસેસીઅન ઓફ ઈડિયાએ ઉપાડી લેવાની જરૂર છે અને જૂદી જૂદી જૈન સંસ્થાઓ જુદા જુદા દેશોમાં હોય તેમણે તે બાજુથી હીલચાલ કરવાની જરૂર છે. સુરત અગર કાંદ પણ આ સંબંધી પગલાં ભર્યા વગર અચેતન બેસી રહેવામાં સાર નથી.
- હવે ધાર્મિક શિક્ષણના ઠરાવપર આવીએ. સર્વ રથને નીતિનું શિક્ષણ કે જે ધાર્મિક શિક્ષણમાં સમાઈ જાય છે તે ઉપરાંત ધર્મનાં તો, ધર્મનાં સિદ્ધાંતો વગેરેનું જ્ઞાન દરેક બાળકને આપવાની જરૂર છે, એમ રવીકારાયેલું છે. જૈન બાળકે ઓછામાં ઓછું જૈન
ધર્મનાં મૂળ તોનું જ્ઞાન લેવું જોઈએ અને તેમ તે પદ્ધતિ પૂર્વક લઈ શકે તેવો વેગ્ય - પ્રબંધ કરવાની જરૂર છે. ઠેકાણે ઠેકાણે જેનશાળાઓ જોવામાં આવે છે, પરંતુ તેમની
પદ્ધતિ યોગ્ય, ગ્રાહ્ય અને અસરકારક ન હોવાને લીધે તે કરવા માટે ખચેલું ધન જેવું જોઈએ તેવું ઉગી નીકળતું નથી, કારણ કે તેથી ધર્મની રૂચિ જિજ્ઞાસા ઉપન્ન કરી શકાતી નથી, અને તેથી તેમાં-ધર્મમાં રતિ જાગૃત અને દઢ રહી શક્તી નથી. વળી દરેકમાં અને
ભ્યાસ ક્રમ એકજ જાતને નથી કારણ કે જેમ જેમ તે શાળાના કાર્યવાહકોને ઠીક લાગ્યું તેમ તેમ પુસ્તકો ચલાવે છે, તેમજ પ્રકરણદિનું જ્ઞાન નહિ હોય એવાને શિક્ષક રાખવામાં આવે છે કે જે સામાયિક પ્રતિક્રમણ નવતત્ત્વ વગેરે પુસ્તક વિદ્યાર્થી વર્ગ પાસે ગેખાવે છે તે સિવાય બીજું કંઈ કરતા નથી. આથી એવા સુંદર પુસ્તકની ચુંટણી વિદ્વાનને હાથે કરાવી તેને દરેક જૈનશાળામાં ટેટબુક તરીકે ચલાવવાની જરૂર છે અને મહેસાણાના