________________
૧૨૦
શ્રી જેન એ. કે. હેડ. રાખી શકાય એવા લેખકે તથા મુનિ મહારાજે આ સંબંધમાં કંઇપણ કરતા નથી, યા કરવા માંગતા નથી (?)-ગમે તે હો પણ અમને તેમના તરફથી નિરાશા મળી છે તે લેખકોની હારમાળા જોતાં સમજાય તેવું છે અને અમને તે અનુભવ પરથી પૂરું સમજાયું છે. જે લેખો એકત્રિત કરવામાં આવ્યા છે તે કેટલી બધી મહેનતે, કેટલી બધી માગણી કરીને અને પત્ર લખીને તે વર્ણન થાય તે કરતાં વધુ કલ્પનામાં આવી શકે તેમ છે અને તેનું ટુંક વર્ણન અમે અમારા તે અંકના મંગલાચરણમાંજ આપેલ નિવેદનમાં આપેલું છે તે ફરી વખત જોઈ જવાની વિનતિ કરીએ છીએ. છતાં પણ આ વખતે જૈન ઇતિહાસ સાહિત્ય અંક નિકળવાનું છે તે વખતે ઈચ્છીશું કે દરેક શ્રાવક લેખક તથા વિદ્વાન મુનિ મહારાજશ્રી કંઈપણ મોકલાવીને આભારી કરી અમને ઉત્તેજિત કરશે.
તંત્રી,
ચર્ચાપત્રો.
સાધુ વર્ગની ડિરેકટરીની જરૂરીઆત.
જૈિન શ્વેતાંબર સમુદાયમાં અનેક ગચ્છો છે અને તે તે ગચ્છમાં ગચ્છાધિપતિ છે. દાખલા તરીકે તપાગચ્છ, ખરતરગચ૭ અંચળગણ વગેરે. આ સર્વ ગચ્છમાં જે જે આચાર્ય પટ્ટધર તરીકે થઈ ગયા તેમની સંપૂર્ણ સત્તાવાર પટ્ટાવાલ પ્રગટ નહિ થવાથી જૈનેતર–અન્ય દર્શનીઓ-યુરોપીય અને હિંદના વિદ્વાને તેમના ઇતિહાસ અને કાલ સંબંધે એટલી બધી ભૂલો કરે છે કે તેને સુમાર નથી. આ બધી ભૂલો દાબી દેવાની ઘણું જરૂર છે તેથી તે તે ગચ્છના ગચ્છાધિપતિશ્રી શ્રી આચાર્ય મહારાજે પોતપોતાના ગચ્છની સંપૂર્ણ હકીકતવાલી પદાવલિઓ અને તે સિવાય બીજા ગચ્છની જે જે પટ્ટાવલિઓ હેય તે જે પ્રગટ થાય તે ઘણી ભૂલ થતી અટકાવી શકાય.
વળી હાલ દરેક ગચ્છમાં જે જે સાધુ અને સાધ્વીજીઓ વિચરે છે તેની માહિતી મેળવવાની ઘણી જરૂર છે અને તે માહિતી સત્તાવાર પ્રગટ થાય તે ભવિષ્યમાં તેઓ સંબંધે ભલે ન થવાનો સંભવ છે, તેમજ વર્તમાન સ્થિતિ પણ તે પરથી સારી રીતે જાણી શકાય તેમ છે, તો દરેક ગણિજી, પંન્યાસજી અને આચાર્યશ્રી પિતપોતાના સમુદાયના દરેક સાધુ અને સાધ્વીજીનાં નામ તેમની દીક્ષાવય, દક્ષાગુરૂ, ભૂલનામ, મૂલજ્ઞાતિ ગોત્ર, વગેરે હકીકત આ પત્રમાં લખી લખાવી મોકલાવે તો કેટલું બધું સારું ! હું ઇચ્છું છું કે તંત્રી આ સંબંધમાં કંઈપણ કરશે.
સંત સેવક 1 x x x ઉક્ત ચર્ચાપત્રમાં જે જણાવેલ છે તેને અમે અક્ષરશઃ સંમત છીએ અને તેમાં જણાવેલી નમ્ર વિનતિ સાંભળી જે કોઈ સાધુ મહાશયશ્રી તેમજ મહાશયા સાધ્વીજી પિતાના અને પિતાના પરિવાર સંબંધે નીચે પ્રમાણેની હકીક્ત લખાવી મેલાવવા કૃપા કરશે તે અમે ખુશીથી પ્રકટ કરીશું અને તેમ બધી વિગત બધે સ્થળેથી મળે જૂદા આકારમાં પ્રસિદ્ધ પણ કરીશું .