________________
અમારો સત્કાર,
૧૧૯ ઉત્તરાદ્ધના - મહાવીર સંબંધે કંઈ કંઈ” “શ્રી મહાવીર” “ ગવાન મહાવીરને સમય” “મહાવીરના ચરિત્રમાંથી ઉદ્દભવતો બોધ ” એ લેખો પણું મનન કરવા એગ્ય છે. - સ્ત્રી વાંચન વિભાગમાં આવેલાં પ્રાચીન અમૂલ્ય કાવ્યો માટે તે કહેવું જ શું ?
માત્ર જે ચિત્રો-ચહેરા આપવામાં આવ્યા છે તે અસ્થાને છે એમ કહ્યા વિના ચાલતું નથી. “શ્રીમન્મહાવીર સચિત્ર અંક” એ ઉપરથી હું સમઝતો હતો કે શ્રીમન્મહાવીરના જુદી જુદી અવસ્થાના ચિત્રા, કલ્પસૂત્ર, વા કલ્પના સૂત્ર ઉપરથી નવીન સ્ટાઇલના ઉપજાવી–બનાવરાવીને મૂકવામાં આવ્યાં હશે અને તેથી વાંચકોને પ્રત્યક્ષ તે તમામ જોવા મળશે એવું ધારતો હતો. જો કે “સચિત્ર’ એવું સૂચન હોવાથી તે માફ ધારવું ભૂલ ભરેલું નહોતું જ. પણ જ્યારે અંક ખોલ્યો ત્યારે ‘ચિત્રો ' ને સ્થળે કેટલીક વ્યક્તિઓના “ચહેરા ” જોવામાં આવ્યા. તંત્રી મહાશયે જે જન્મ, દીક્ષા, સમવસરણ કેવલ્ય, જસવ, ગિરિચંપણ ઈત્યાદિ ચિત્રો આપ્યા હતે તો અંકનું “સચિત્ર નામ સફળ થતે તેમ મારું માનવું છે, કે જેવાં ચિત્રો રામાયણ, મહાભારત, શ્રીપાલ રાસ ચંદ રાજા રાસ વગેરેમાં આપવામાં આવે છે. માત્ર અગત્યનો સુધારો અંદર એટલો કરવાને કે જે પ્રાચીન અસંબંધ રીતિએ ચિત્ર આપવામાં આવે છે તે બદલ હાલ નવીન સ્ટાઈલથી કરાવવામાં આવેલાં જોઈએ,
ભવિષ્યમાં પણ આશા છે કે તંત્રી મહાશય પિતાને પ્રયાસ દર વર્ષે પૃથક પૃથક દિગમાં ન ફેરવતાં આજ દિશામાં થોડાં વર્ષો ચાલુ રાખશે, કે જ્યાં સુધી સંપૂર્ણ વિગત શ્રીમન્મહાવીર માટે બહાર ન આવે ત્યાં સુધી. અને ચિત્રોમાં પણ ઉપર સૂચિત પ્રમાણે અથવા યોગ્ય લાગતા પ્રમાણે કરવામાં આવશે તો “સચિત્ર' અંકની સાફલ્યતા ગણશે. જે કે પૈસા ઘણું થવા જાય એ સવાલ ઉભો રહે છે ખરો તે પણ એકાદું ચિત્ર પણ તેવું આવેથી લોકચિત્ત આકર્ષાવા વધુ ને વધુ સંભવ છે. તા. ૧૭-૧૨-૧૪
જીવણચંદ સાકરચંદ જવેરી. ટુંક ખુલાસ-શ્રીમન મહાવીર સચિત્ર અંક' એ નામમાં જે સચિત્ર શબ્દ છે તે અંકને લાગુ પડે છે નહિ કે મહાવીરને, તેથી આ અંકમાં શ્રી મહાવીર સિવાય તેમના ભક્ત કે પ્રશંસકને ફોટા આવી ન જ શકે -અસ્થાને છે એ ધારવું યોગ્ય નથી. વળી હાલની માન્યતા-પ્રણાલિકા એવી છે કે તીર્થકરોના ચિત્રો કે તેમની કોઇપણ અવસ્થા સ્કૂલની
પડીમાં, માસિકમાં કે એવા બીજા કોઈપણ સ્થળે આવે તો આશાતના થાય તેથી તે છપાવવાં યોગ્ય નથી. તેમજ તેમ છપાય તો તે સામે અણગમો, કે કોઈ વખત તિરસ્કાર બતાવાય છે અને કેાઈ વખત ધાર્મિક લાગણી દુઃખાય છે તેથી તે છપાતાં બંધ થવા જોઈએ એવું કહી પગલાં પણ લેવામાં આવ્યાં છે– આ વાત રા. જીવણચંદને અજ્ઞાત તે નહિ હોય તે પછી આમાં મહાવીર સ્વામીની અવસ્થાઓ આલેખાઈ નથી તેમાં આ પત્ર કન્ફરંસનું હોઈ કેમી લાગણીને માન આપવામાં આવ્યું છે એ સમજી પોતાની
માન્યતા દૂર કરશે છે, “ “ “
ચિને માટે ચહેરા' એ શબ્દ મૂકી જે વ્યંગ્ય લેખક કરે છે તે યોગ્ય નંથી. મ- હાવીર અંક વર્ષે વર્ષે કરવાનું હાલ બની શકે તેમ નથી, કારણ કે જેની પાસે વધુ આશા