________________
૧૧૮
શ્રી જેન જે. કે. હેરલ્ડ.
પ
vvvvvvvv
v vvvvvvvv
w wwwww
માટે કરવામાં આવ્યું છે. જો કે આવા પ્રયાસો માટે, તેમજ શ્રી મહાવીર જયંતિ માટે કેટલાક વખતથી ચળવળ ચાલે છે, અને કઈક કઈક થાય છે પણ ખરૂં, તથાપિ, તે સપૂર્ણ અને સર્વદૃષ્ટિથી આદરણીય થયું છે તેવું કહી શકાતું નથી. આ અંકમાં તંત્રી રા. રા. એ દ. દેશાઇને પ્રયાસ તો, મહાવીર ચરિત્રને જગસન્મુખ મૂકવામાટેનો હતો, પરંતુ તે પ્રયાસમાં પિોતે ધારતા હતા તેટલા પ્રમાણમાં ફલીભૂત થઈ શક્યા નહીં, કેમ ફિલીભૂત થઈ શક્યા નહિ? તે જણાવવા માટે હાલ તો એટલાં જ પૂરતું જ કહી શકીશું કે - આપણામાં જ્યાં લેખકોની જ ખામી, ત્યાં આવા ચરિત્રને જગમાનનીય બનાવી શકે તેવા ઉચ્ચ કોટિના લેખો આપનાર તો ક્યાંથી હોય, સ્વપ્ન પણ? સાધુઓમાંથી તો અપવાદરૂપે એક લેખ બાદ કરતાં અન્ય એક પણ લેખ આ દ્રચર થતો નથી. આમ થવાનું કરણ શુ, એ પૂજ્ય મુનિઓએ ખાસ તપાસી તે દિગમાં અભ્યાસ વધારવે હાલ જરૂરી છે કે નહિ તે જોઇ ઉપાય લેવો ઉપયોગી છે. જો કે દરેક સાધુ દરેક વિષયમાં પારંગત હોય તેવું તે બનવું અશકય જ પરંતુ સારા સાધુઓએ એક એક વિષયને ખાસ હાથ ધરી તેને ખીલવવાની જરૂર છે. અથવા તો પોતાને શોખ લાગતાં વિષયમાં પણ પરિપૂર્ણ શ્રમ ઉઠાવવો ઉપયોગી છે કે નહિ તે તપાસવાની શું જરૂર નથી?
અંકમાં તંત્રી તરફથી અપાયેલ “મહાવીરને સમય અને ધર્મ પ્રવર્તક તરીકે મહાવીર નો લેખ મનન અને ખાસ અભ્યાસ કરવા લાયક છે. એમાંથી ઘણાઓને નહિ જાણેલું નવું જાણવાનું મલી આવે તેવું છે. આ દિશામાં તેઓને પ્રયાસ રતુતિ કરવા યોગ્ય છે. માત્ર વધું કાંઈ ન થતાં આવા પ્રયાસ જ જે દશ-પાંચ વર્ષ ચાલુ રહે, અને સારા લેખકે તરફથી બેબર વિચાર પૂર્વક જે શ્રીમન્મહાવીર ચરિત્ર માટેના લેખે અપાય વા ભેલાં કરવામાં આવે તો પણ આશા છે કે થોડા વખતમાં એક સારું વૅલ્યુમ બહાર આવે અને તે ઉપર ઉહાપોહ કરવાનું અન્ય લેખકથી બની આવે. તંત્રી તરફથી શ્રીમહાવીરને લગતાં પ્રાચીન કાવ્યોની ચુંટણી અને સંગ્રહ પણ અસ્થાને નથી. પૂર્વ સાધુઓએ આપણને શ્રી મહાવીર માટે જણાવવા ઘણું ઘણું કર્યું છે, માત્ર ઉપયોગ અને અભ્યાસની જ ખામી છે. કારણ હાલના સમયમાં પશ્ચિમ દેશોના સમાગમને લીધે ઘણી વખતે ઘણીવાત માનવા માટે અન્ય ઘણુઓના દિલ દુભાય છે એમજ નથી, પરંતુ જૈન વર્ગમાં પણ એવો એક વ છે કે જે વર્ગ પણ મોટા ભાગની વાતોને અતિશયોક્તિ સહિતની સ્વીકારે છે. જે સહુથી પ્રથમ અન્યકમ માટે નહિ, પરંતુ જેનોમ માટે વિચાર કરીએ તે તેઓને પણ શ્રી મહાવીર માટે ઘણુંજ જાણવાનું માનવાનું બાકી છે તેમ કહ્યા વિના નભતું નથી.
હાલને સમય એવો નથી કે માત્ર ફલાણું કારણથી, શ્રદ્ધાથી, વા મંત્ર બળથી અ મુક વસ્તુ સાધ્ય છે, તેને સ્વભાવિક પણે માની લે. હાલતે પ્રયોગસિદ્ધિ નજરે જોવામાં આવે તો જ દુનિયાને ચૌદઆની ભાગ તે વસ્તુ અંગીકાર કરે તેવું છે તે પછી પ્રાચીન શાસ્ત્ર, વા શ્રોને આધારે નવીન પદ્ધતિ અનુસાર શ્રી મહાવીર ચરિત્રને દુનિયા સન્મુખ મૂકવાની અગત્ય છે વા નહિ તે માટે ખાસ વિચારવા જેવું છે.
ખાસ તંત્રીવિનાના લેખોમાં પણ વીર પૂર્વ ભવ સમાચના” “વીરની ભસ્થાવસ્થા' છદ્મસ્થપણુમાં વીરને અપૂર્વ સમભાવ” એ ત્રણ લેખ પણ સારું અજવાળું પાડવાને સમર્થવાન છે તેમ પણ મારું ધારવું છે.