SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ એમા સંસ્કાર. ૧૭ હતો. “વિહાર” એ તેનું પારિભાષિક નામ છે. ડુંગરમાં કોતરેલી ગુફાઓ માત્ર ધ્ધાના વિહાર છે. જ્યારે નાશિકમાં બધ્ધ ધર્મને ૧૧ મી સદીમાં નાશ થયો અને વિહાર ઉજજડ થઈ ગયા ત્યારે જેને પ્રવેશ થયો, દિગંબર પંથના જેનો એ અરસામાં પાંડુગુફાની ૧૦ મી તથા ૧૧ મી ગુફામાં ઘુસી ગયા! ૧૧ મી ગુફામાં તેઓએ ૨૪ માના પહેલા તીર્થકર ઋષભ દેવની, દેવી અંબિકા, અને વીર મણિભદ્રની મૂર્તિઓ નવી કોતરી કાઢી. દશમા નંબરની ગુફામાં પણ તેઓએ એક જૂની મૂર્ત્તિને ભૈરવ અથવા વીરનું સ્વરૂપ આપ્યું તથા ગુફામાં એક બીજો ભરવ પધરાવ્યો. દિગંબરે પણ બાદ ચાલ્યા ગયા–અને મરાઠાઓ તેને કિલ્લા અથવા ભંડાર તરીકે વાપરતા–તે પછી પીંઢારાઓ ત્યાં રહેતા ! સત્યજુન ૧૪. - આમાં જેનો સંબધે જે ઘુસવાની વાત છે તેમાં શું સત્યાસત્ય છે તે શિલ્પ-શાસ્ત્રની દષ્ટિએ બહાર પાડવાની જરૂર છે. પ્રસિદ્ધ ઇતિહાસકાર વિન્સે સ્મિથ જેનેને શિલ્પ શાસ્ત્રમાં અભ્યાસ કરી અથવા પિતા સંબંધે પ્રાચીન તવ બહાર પાડવા એક પુરાતત્ત્વવેત્તા રોકવા માટે ખાસ ભલામણ કરે છે એ ખોટું નથી-તંત્રી. અમારે સત્કાર, (ગત બન્યુ, અંકથી ચાલુ) શ્રી મહાવીર પર્યુષણ અને દીપોત્સવી અંક મળ્યા છે. જુદા જુદા દષ્ટિબિંદુથી જુદા જુદા લેખકેએ સારું આલેખન કર્યું છે. હવે પછી માટે એક અતિ અગત્યની બાબત માટે ધ્યાન ખેંચવું યોગ્ય છે તે એ કે શ્રી મહાવીર ચરિત્રનું નિરૂપણ સાંપ્રદાયિક લૈકિક દષ્ટિએ આજન્મ દેવી નિરૂપાય તે ઠીક છે; પણ સંપ્રદાયને અલગ રાખિયે અને સાર્વ. જનિક વાત લઈએ. તો એ પરમ પ્રભુ કે અન્ય ગમે તે મહાનુભાવ આદર્શ પુરૂષનું ચરિત્ર તેનામાં આજન્મ માનુષી આત્મિક શક્તિને વિકાસ કેમ અને કેવા પ્રકારે થતો આવ્યો એ યથાયોગ્ય દેખાડવા રૂપે લખવું વધારે યોગ્ય અને ઈષ્ટ છે. સંપ્રદાયને અનુસરનારાં તો સંપ્રદાયના ઇષ્ટ દેવને એધે પણ ચમત્કારી, દૈવી માને જ માને અને તે ઇષ્ટ પણ છે, પણ સંપ્રદાય બહારનાંને માટે તે વાસ્તવ્યમાં ક્રમે કરી, કારણ કાર્ય ભાવે જે જે શ. ક્તિના વિકાસ પ્રાદુર્ભાવ થયાં હોય તે નિરૂપાવાં ઉપયોગી અને ભક્તિ-બહુમાનજનક થાય આટલું કહેવું હાલ પ્રાપ્ત થાય છે. બહુ સારી દિશામાં પ્રયાસ છે. શુદ્ધાંત:કરણને સહદય પ્રયાસ સદા વિજયી છે. તથાસ્તુ –મનસુખલાલ કિરતચંદ મહેતા. પ્રીમ"હાવીર સચિત્ર અંકના પૂર્વ અને ઉત્તરદ્ધિ જોયાં, કે જેને શ્રી જૈન શ્વેતાંબર કોન્ફરન્સના હેરેલ્ડ માસિકના સને ૧૮૧૪ ના અગસ્ટથી ડીસેંબર સુધીના અંકને રૂપે બહાર પાડવામાં આવ્યા છે. - શ્રીમન્મહાવીરના ચરિત્ર માટે, આધુનિક યંગ્ય થઈ પડે તેવી રીતે આપણા તરફથી હજુ સુધી કાંઇ પણ કરવામાં આવ્યું નથી, કે જેવું શ્રી બુદ્ધ ચરિત્ર જગહૃષ્ટિએ આણવા
SR No.536624
Book TitleJain Shwetambar Conference Herald 1915 04
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1915
Total Pages62
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy