SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન બંધુઓ! વાંચે અને અમૂલ્ય લાભ . શ્રી જૈન શ્વેતાંબર ડીરેકટરી. હાલ બંધુઓ ! આપ સારી રીતે જાણતા હશે કે વડોદરા અને પાટણ કેન્ફરન્સ વખતે જૈન શ્વેતાંબર કોમની આધુનિક સ્થિતિ જાણવા માટે સર્વે જૈન બંધુઓને વિચાર થવાથી ડીરેકટરી કરવાનું કામ કોન્ફરન્સ ઓફીસે હાથ ધરેલું હતું. આ મહાભારત કામના પ્રથમ ફળ રૂપે અમદાવાદ કોન્ફરન્સ પહેલાં શ્રી જૈન સ્વેતાંબર મંદિરાવળિ, ભાગ ૧ લે બહાર પાડવામાં આવ્યો હતો. ત્યાર પછી કોન્ફરન્સ ઓફીસ તરફથી આ મુશ્કેલ કામના દ્વિતીય ફળ રૂપે શ્રી જૈન શ્વેતાંબર ડીરેકટરીના-ભાગ ૧ લો (ઉત્તર ગુજરાત) અને ભાગ ૨ જે ( દક્ષિણ ગુજરાત) એવી રીતે બે ભાગ જૈન પ્રજા સમક્ષ પ્રસિદ્ધિમાં મુકવામાં આવેલ છે. આ બન્ને ભાગમાં સમસ્ત ગુજરાત દેશની પ્રાચીન તેમજ અર્વાચીન જાણવા લાયક હકીકતો દાખલ કરવામાં આવી છે, જેમની વસ્તી સંખ્યા દેખાડનારી ગામની નિશાનીઓ ઉપરાંત તીર્થ સ્થળ, દેરાસર, તથા રેલવેની સરળ માહિતી આપનારાં ચિન્હો વાળો સુંદર નકશો પણ આપે છે. ટુંકોમાં જૈનોની વસ્તી વાળા છલા અને તાલુકાવાર ગામ, રાજ્ય, નજીકનું સ્ટેશન અને તેનું અંતર, નજીકની પિસ્ટ તથા તાર ઓફીસ, દેરાસર, તીર્થસ્થળ, ધર્મશાળા, ઉપાશ્રય, પુસ્તક ભંડાર, લાઈબ્રેરી, પાઠશાળા, પાંજરાપોળ અને સભા મંડળ વિગેરેને લગતી સઘળી ઉપયોગી બાબતોથી આ ડીરેકટરી ભરપુર છે. આ સિવાય ગામવાર જ્ઞાતિ અને ગચ્છની, કુંવારા, પરણેલા, વિધુર અને વિધવાની તેમજ ભણેલ તથા અભણુની સંખ્યા આ ડીરેકટરીમાં સમજપૂર્વક આપવામાં આવેલ હોવાથી દરેક જૈન બંધુને આપણી આધુનિક સ્થિતિ નજરે તરી આવે છે. વિશેષમાં જીલ્લાવાર જનરલ રીપોર્ટ પણ આપેલ છે. આ ડીરેકટરી જૈન સમાજ માટે બહુ ઉપયોગી કરવામાં લગાર પણ કચાશ રાખવામાં આવી નથી. ડિરેકટરી તૈયાર કરવા પાછળ રૂ. ૧૫૦૦૦ની મોટી રકમ ખર્ચવામાં આવી છે, તે છતાં જુજ કિંમા રાખવાનું કારણ કમાવાની ખાતર નહીં પરંતુ શ્રીમંત તેમજ ગરીબ જૈન બંધુને આ પુસ્તકને સરખે લાભ આપવાનું છે. માટે સર્વ જૈનબંધુઓ આ મોટો લાભ અવશ્ય લેશેજ, એવી અમને સંપૂર્ણ ખાત્રી છે. કિંમત માત્ર પહેલા ભાગના રૂ. ૦–૧૨–૦ બીજા ભાગના રૂ. ૧-૪-૦ બને ભાગ સાથેના રૂ. ૧–૧૪-૦ નકશાની છુટો નકલ અઢી આનાની પિષ્ટ ટીકીટ મોકલનારને મોકલવામાં આવશે. પાયધુની, મુંબઈ નં. ૩. તે આસિસ્ટન્ટ સેક્રેટરી. ( શ્રી જૈન શ્વેતાંબર કેન્ફરન્સ
SR No.536621
Book TitleJain Shwetambar Conference Herald 1915 01
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1915
Total Pages60
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy