________________
સ્વીકાર અને સમાલોચના હેવા છતાં લેખકને આ વિસાભ અને ચિંતનશીલ નિબંધ પૂરો પાડવા માટે પૂર્ણ આદરથી અભિનંદન આપીએ છીએ.
સાહિત્ય-આ નૂતન માસિકને નીકળ્યાં એક વર્ષને નવ માસ થયાં છે અને તેટલાં સમયની તેની કારકીર્દિ તપાસીએ તે ખરે અને જે તે અભિપ્રાય બાંધી શકી એ. નામ પ્રમાણે ગુજરાતી સાહિત્યના વિધવિધ અંગો સંબંધે વિધવિધ વિદ્વાનોના લેખો આવે છે તે ઉપયોગી, મનનીય અને વિચારશીલ હોય છે. ગુજરાતી ભાષાના ઊંચ પંતિમાં મૂકવા લાયક માસિકમાં આ પણ છે અને તેની ખાસ વિશિષ્ટતા એ છે કે અંગ્રેજી સમર્થ મૅડર્ન રિવ્યુની માફક એટલું બધું નિયમિત છે કે અંગ્રેજી માસની ત્રીજી તારિખ પહેલાં આ માસિક ન પહોંચ્યું હોય તો સમજવું કે તે ગેરવલેજ પડયું છે. સમાજના વિષય પર જતાં સુધારક વિચારોનું પૂર્ણપક્ષી આ માસિક છે. પ્રાચીન ગૂજ. રાતી ભાષાના ઉદ્ધાર અર્થે પ્રયાસો ખાસ કરવામાં આવે છે તેના દૃષ્ટાંત તરીકે એક પ્રાચીન પદ્ય કથા, મૂલ, શબ્દાર્થ ટીકા અને વિવેચન સાથે દર અંકમાં આપવામાં આવે છે. આ પ્રાચીન ગુજરાતી ભાષાને એક મહાન અને પ્રબળ ભાગ જૈનીઓએ રચેલ સાહિત્ય છે. એ સ્વીકારી * જૈન સાહિત્ય ” એ નામો વિસ્તૃત અને વિચારશીલ લેખ તંત્રીના પિતાશ્રી રા. બ. હરગોવિન્દદાસ દ્વારકાદાસ કાંટાવાળા એ એક અંકમાં આપેલ છે તે જનર્સોલરોએ અભ્યાસી પર ગેર કરવા જેવું છે એટલું જ નહિ પરંતુ તે પર અનેક ચચાં ઉપન્ન કરી તે વિષયને વિશેષ છણવાને છે. દરેક પાનીઆ ( માસિક ખાસ કરીને )માં જે કંઈ ધ્યાન ખેંચવાલાયક તત્રીને લાગે છે તે ટુંકમાં જણાવે છે તેથી તે ચોપાનીઆમાં રહેલ સાહિત્ય પ્રવૃત્તિને અચુક સ્વીકાર આ માસિક કરી તેને મને અભિનંદન આપે છે. આ હૈરછ માસિકને અત્યાર સુધી એક અપવાદ સિવાય તદન વિસારી મૂકવામાં આવ્યું છે અગર તે અભેરાઈ પરજ મૂકવામાં આવ્યું છે તેનાં શું કારણ હોઈ શકતાં હશે તેનો ખ્યાલ અમને આવી ને શકતો હોય તો તંત્રી મહાશય ખ્યાલ આપવા કૃપા કરશે. અમે આ માસિકમાંથી એકાદ બે ઉતારા જૈન સંબંધેના લઈ તેને અભ્યદય ઈચછવા ઉપરાંત વિશેષ સમાલોચના કરી શક્યા નથી તેનું કારણ એ કે કોઈ પણ વસ્તુની સમગ્ર કિંમત તેની સમગ્રતાપરથી થાય તે વિશેષ સારું એમ અમારું માનવું છે. આ સમગ્રતાનો વિશેષ ખ્યાલ તેના એકાદ બે વર્ષના જીવન પરથી વિશેષ આવી શકે તેથી અમે તે મોકૂફ રાખેલ હતી. આ માસિક પિતાને પ્રદેશ, જેટલો વિશાલ રાખ્યો છે તેના કરતાં પણ વધુ વધુ વિશાલ રાખે, ઉચ્ચ ગ્રાહ, અને શર્યના પાઠ, પ્રાચીન અને અર્વાચીનની સંગતતા, અને સુધારાના અખલિત વ્યવહાર વિચારે પૂર્ણ જોશથી બતાવે, એવું તેના અભ્યદય સાથે ઇચ્છીએ છીએ અને આશા છે કે તે અમારી ઇચ્છા પૂર્ણ થવા સાથે ગરવી ગુજરાતી ભાષાના વિધવિધ અંગે ધર્મ, સંપ્રદાય, પક્ષ કે તડાની નિરપેક્ષતાથી પ્રyલ્લ અને ઓજસ્વી થશે.
બુદ્ધ, ધર્મ અને સંધ–કિં. છ આના શ્રીમંત સયાજીરાવ ગાયકવાડની આજ્ઞાથી બદ્ધ ધર્માનુયાયી વિદ્વાન પ્રો. ધર્મનંદ કોસંબીએ મરાઠીમાં ત્રણ ભાષણ આપ્યાં હતાં તે મરાઠીમાં તેમણે જ નિર્ણયસાગરપ્રેસમાં છપાવી ૧૯૧૦ માં ચાર આનાની કિંમતમાં એક પુ. સ્તક આકારમાં બહાર પાડેલ છે. તેમાં જેમ જૈનમાં સમ્યજ્ઞાન, સમ્યગ્દર્શન સીક